________________
તીર્થ પ્રવાસ વર્ણન.
તીર્થકર ભગવંતના દહેરાસર અને પ્રતિમાજીના દર્શનનો લાભ તો જે ગામમાં આપણે રહેતા હોઈએ તે ગામમાં લેઈએ, અને યાત્રાએ જઈએ ત્યાં પણ દહેરાસર અને તીર્થંકર ભગવંતની પ્રતિમાજીના દર્શનનો લાભ મળે ત્યારે યાત્રાએ જવાથી કંઇ વિશેષ લાભ લેવાય તેજ, આત્મિક લાભ પ્રાપ્ત કર્યો કહેવાય અને યાત્રાને હેતુ સિદ્ધ થાય.
પ્રથમ તે યાત્રાળુઓએ પોતાના ઘરના કરતાં યાત્રા નિમિત્ત મુસાફરી શરૂ કરે ત્યારથી તે યાત્રા કરી પાછા આવે ત્યાં સુધીમાં કષાયની ન્યુનતા કરવા ખપ કરવો જોઈએ, ઘર આગળ જેટલા પ્રમાણમાં કા૫-ફોધ, માન, માયા, અને લેભ, વર્તતા હોય તેટલા જ અંશમાં તે કાયમ રહે અને યાત્રાના વખતમાં તે કમતી ન થાય તે પછી યાત્રાળુ લીધે જઇને વિશેષ ધર્મ આરાધન શી રીતે કરી શકે એ ખાસ વિચાર કરવા જેવું છે તેથી યાત્રાળુએ કષાય ઓછા કરી ઘર કરતાં વિશેષ પ્રમાણમાં ધર્મ આરાધનમાં કાળ જાય તેને માટે ખાસ કાળજી રાખવી જોઈએ.
તીર્થની ભૂમિને મહિમા અને તીર્થાધિપતિના ગુણેનું શ્રવણ અને મનન અને તે ઉપરથી આપણે શું શીખવું જોઈએ એ બાબત યાત્રાળુઓએ ખાસ ધ્યાન આપવા જેવી છેપ્રાયે ઘણા ભાગે આ વાત તરફ યાત્રાળુઓ લક્ષ આપતા જણાતા નથી. યાત્રાએ નિકયા પછી કપાય નિંદા અને પ્રમાદ જે ઓછા ન થાય તે પછી તેઓ તે કયારે ઓછા કરશે માટે તે તરફ ખાસ લક્ષ રાખવા વિનંતિ છે.
યાત્રાના પ્રયાણની શરૂઆત જે રેલવેમાં કોધના નિમિત્ત ઉત્પન્ન થાય છે, ગાડીમાં ઘણું ગીરદી હાય પ્રથમતા બેસાઓ ડબામાં દાખલ થવા દેવાની અને જગ્યા આપવાની આનાકાની કરે, તે વખતે તેમજ આપણે બેઠા પછી અને બેસવાની સવડ નહી છતાં બીજા સ્ટેશનોએ નવીન એશવા આવનારાઓની ધમાધમી એ પ્રસંગને અનુભવ સને છે. ક્રોધ ઉત્પન્ન થવાને એ પ્રસંગ છે. એ પ્રસંગે યાત્રાળએ કેધ ઉત્પન્ન ન થવા દે અને પિતે ક્યાં જાય છે, તે લક્ષ્યબિંદુ મન ઉપરથી દૂર ન જવા દેવામાં આવે તે આત્મિક લાભ પ્રાપ્ત કરી શકે નહીતો ઘાંચીને બળદ ઘેર ઘેર એ ન્યાય લાગુ પડે.
ટીકા કરાવવા પ્રસંગે જે છોકરાઓને માટે રેલવેના કાયદાથી ટીકીટની પુરી કિંવા અરધી મારી લેવાની કરાવી છે. તે માફીનો લાભ લેવાને કાયદા મુજબ હકદાર નહિ છતાં તેને લાભ લેવાની ઇચ્છા ભાવશાત ઉત્પન્ન થતી જોવામાં આવે છે, યાત્રાળુએ એ વખતે ન્યાય માર્ગનું ઉલંધન નહિ કરતાં અને લોભને વશ નહિ થતાં રીતસર વર્તવાને જરા પણ મન પાછું વાળવું નહિં જોઈએ. યાત્રાના વખતમાં જુઠું બેલવાનો, અન્યાયથી ધન બચાવવાને, અને જાનવરો અને ગરીબ માણસને દુઃખ ન થાય તેવી રીતની પોતાની વર્તણુંક રાખવાનો પ્રયાસ કરવાની ખાસ આવશ્યકતા છે. જે તે બાબત ખાસ ઉપયોગ રાખવામાં આવે તેજ કંઇ આત્મિક લાભ પ્રાપ્ત કરી આવે માટે એવા પ્રસંગે યાત્રાળુઓએ ખાસ ઉપગ રાખવો જોઈએ.
અનાદિકાળના વિરૂદ્ધ સ્વભાવથી આ યાત્રાના વખતમાં ઉપરની બાબતે ઉપર લક્ષ રાખ્યા છતાં પણ મુળની પ્રકૃતિ હૃદયમાં આવી જતી હતી તોપણ વખતે વખતે તેના ઉપર લક્ષ રાખવામાં આવે તો કંઈ અંશે સુધારો થાય એમ અનુભવે જણાય છે.