SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ બુદ્ધિભા. - 1 - - - अत्रेना नगरशेठ कस्तुरभाइ मणीभाइनु परदेशगमन. પશ્ચિમાન્ય પ્રજાના વિશેષ સંબંધમાં જયારથી આપણે આર્યાવર્ત-બારતદેશ આવ્યું ત્યારથી દેશાટન કરવું કે કેમ-પરદેશગમન કરવું કે કેમ એ સવાલ આપણી હિંદુ જ્ઞાતિની અન્ય કામોમાં વિશેષ ભાગે ચર્ચાવા લાગે ત્યારે તે સવાલનું દેખાદેખી રૂપ આપણી પ્રથમની તે તરફની પ્રવૃતિ મંદ પડી ગએલી હોવાથી હું ઘણું આપણી જન કેમમાં પણ પેઠું બાકી જે બધુઓએ આપણા ઐતિહાસિક વિષયનું અધ્યયન કર્યું છે તે સારી પેઠે જાણે છે કે આપણા પૂર્વજો સમુદ્રવાટે વહાણદારા તેમજ જમીન માર્ગ લાખ ગાઉના અંતરે પણ મુસાપરીઓ કરી છે. અને તેના વિશેષ પુરાવાના માટે અમે સર્વ જનબંધુઓને આપણુ પરોપકારી પરમ પૂજ્ય શાસ્ત્રવિશારદ જેનાચાર્ય યોગનિષ્ઠ બુદ્ધિસાગરસૂરિજીકૃત જેની પ્રાચીન અર્વાચીન સ્થિતિ વાંચવાની ભલામણ કરીએ છીએ. જન કોમ એ વેપારી કેમ છે. આપણું નેકનામદાર માછ વૈઈસરોય લોર્ડ કઝિનના શબ્દોમાં કહીએ તે “હિદુસ્તાનને બહેળે વેપાર જિનેના હાથમાં છે આપણા ઘણા પૂર્વજોએ મેટી બોટી અને લાંબી જલમાર્ગ, તેમજ જમીનમાર્ગ વેપારા મુસાફરી કરી છે અને તેના સેંકડે ઘખલા પણ હાલના સમયમાં આપણું દષ્ટિમર્યાદા આગળ જે આપણે આપણા ઐતિહાસીક વિષયના વાંચનનું પરીશીલન કરીશું તે દ્રષ્ટિાચાર થશે. જ્યારથી આપણું તે તરફ પ્રવૃતિ ઘટી ત્યારથી આપણી દરેક રીતે અગતિ શરૂ થઈ. આપણે અનુયાયીઓની સંખ્યા ઘટી તેમજ શારિરીક, માનસિક, અને આર્થિક સ્થિતિ પણ ઘટી છે, તેનું મુખ્ય કારણું પણ પરદેશગમનને અભાવજ છે. દેશદેશના વેપાર વણુજની ખુબીઓ, રીત રિવાજોનું અવલોકન, હુબરકળાની ખીલવણી, અને શારીરિક સંપતિની પ્રાપ્તિ વિગેરે સઘળું આપણે પરદેશગમનના અભાવે ગુમાવ્યું છે. એ જોઈ કોણે દીલગીરી નહિ થતી હોય! ક્યાં પહેલાંની આપણુ જાહોજલાલી ને ક્યાં હાલની આપણી સ્થિતિ? માટે પરદેશગમનને માટે એવો તે ક અકલમંદ હશે કે તે તરફ વિરૂદ્ધતા દર્શાવશે. પરદેશગમનથી જે સુખની પરાકાષ્ટા-જ્ઞાનની અભિવૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તેને આદર્શની માફક આપણું પ્રતાપિ બ્રિટિશ શહેનશાહતનો દાખલો આપણું દ્રષ્ટિમર્યાદા આગળ મોજુદ છે. પરદેશગમન એ મનુષ્યને પોતાની ઉન્નતિ માટે જરૂરનું છે એટલું જ નહિ પરંતુ તે કામની દેશની ટૂંકાણમાં કહીએ તે સર્વની ઉન્નતિને માટે જરૂરનું છે. પરદેશગમનમાં સ્પર્થસ્પર્વને દેવ થવાનો સંભવ છે, પરંતુ જો તેનાથી (પરદેશગમનથી) થતા લાભનું કારણ આપણે વિચારીએ છીએ ત્યારે તે તેના કંઈ હિસાબમાંજ નથી. પરદેશગમનમાં એક અમત્યની બીના ઉપર વિશેષ લક્ષ્ય આપવાનું છે અને તે આહારની બાબત છે. પરંતુ જેઓ ધર્મચુસ્ત છે જેમના ખોળામાં ધર્મના પવિત્ર સંસ્કારોએ વાસ કરેલો છે યા પવિત્ર સંસ્કાર પરંપરાથી ઉતરી આવેલા છે તેઓ તે કદી શાસ્ત્રધી મુખ્ય રીતે બાધિત વસ્તુએને આહાર કરતા નથી અને તે યાવત મરણાંત તક પણ તેની વસ્તુઓને અડકતા પણ નથી. તેવા અભક્ષ્ય આહારે નહિ વાપરવાનું કારણ શાસ્ત્રવેત્તાઓએ જણાવ્યું છે કે આપશુમાં સવ-રજસ અને તમોગુણ રહેલા છે તેમાં જે અભક્સનું સેવન છે તે રજસ અને
SR No.522062
Book TitleBuddhiprabha 1914 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size958 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy