________________
અત્રેના નગરશેઠ કરતુરભાઈ મણીભાઈનું પરદેશગમન.
૬૩
તમસ ગુણને પોષક છે તેમાં વિશે ભાગે રજસ ગુણને વધારે પોષક છે. તેથી જેમ ઉકરડામાં પડેલું રતન કંઈ શોભા આપી શકતું નથી તેમ શોભાના કામમાં પણ આવી શકતું નથી અને કીમતમાં પણ કેડીનું ગણાય છે તેવી રીતે આ અખંડ આનંદમયી ચિદાનંદ રૂ૫ આત્માના સાત્વિક ગુણોનું-રજસ અને તમસના ગુણોથી અભક્ષ્ય આહારે આછાદન થાય છે, માટેજ શાસ્ત્રકારે તેવી વસ્તુઓ ખાવાની ભાર મુકીને મના કરી છે અને તેવા આહાર કરનારને બહુલકમ જીવ અને નરકના અધિકારી અને પાપના ભાગી અને અનંત સંસારી જીવ ગયા છે.
પરદેશગમનની આડે આવનાર બંધુઓને મુખ્ય ઉદ્દે પણ મારા વિચાર પ્રમાણે એ હવે જોઈએ પરંતુ એ તે વાસ્તવિક છે અને આપણે ઉપર બતાવી પણુ ગયા કે જેઓ ધર્મી છે તેઓ કદિ શાસ્ત્રથી મુખ્ય રીતે બાધિત વસ્તુઓનું ચલાય તે દેશમાં હોય કે પદેશમાં હેય ફાવે ત્યાં હોય પણ સેવન કરતા જ નથી અને જેઓ ધર્મથી વિમુખ છે તેઓ તે દેશમાં હશે તે એ કરશે અને પરદેશમાં હશે તે એ કરશે માટે તે બિના પરદેરાગમનની આડે લાવવી એ તદ્દન અયોગ્ય છે. યુરોપમાં વેજીટેરીઅનનો ઘણો ભાગ આપણા સંસર્ગથી વધતો જાય છે અને ભવિષ્યમાં વધશે એ નિઃશંક અને નિર્વિવાદ છે. માટે તેથી તે આપણે ખુશ થવા જેવું છે.
નગરશેઠ કસ્તુરભાઈએ પોતાના કુટુંબમ, વિલાયત તરફ પ્રયાણ કર્યું છે તેની તરફ અમે ઘણું માનની નજરથી જોઈએ છીએ અને તે વિશેષે કરીને તેટલાજ માટે કે તેઓ આપણું કોમના છત્ર તુલ્ય છે અને જયારે તેઓશ્રીએ વિલાયત જવાનું પગરણ કર્યું છે એટલે હવે પરદેશગમન નહીં કરવું એ વિચારનું તો મૂળ આપણી કોમમાંથી હમેશને માટે નિરમૂળ થઈ જશે અને જે ઉત્સાહી બંધુઓ દુરકળા માટે, વેપાર વણજની ખીલવણી વિગેરે માટે પરદેશગમન કરવાના ઈરાદે રાખતા હશે તેમને દરેકને હવે તક મળશે ( એ જોઈ. કેને આનંદ નહિ થતો હોય છે તેમના વિદાયગીરીના માનમાં અત્રેના ઓશવાળ શતિના સમસ્ત શેડીઆ તરફથી તેમજ બીજા કેટલાક લાગતા વળગતાઓ તરફથી તેમના પ્રત્યે પ્રેમની લાગણીથી અને તેઓની મુસાફરીની સફળ ઈચ્છવા મુબારકબાદી આપવા એક ઇવનીંગ પાર્ટી આપવામાં આવી હતી. તેમજ મુંબઈમાં પણ તેઓશ્રીના લાગતા વળગતાઓ તેમજ આપણી કોમના કેટલાક નેતાઓ તરફથી પણ તેમની મુસાફરીની સફળ ઈચ્છવા એક મીટીંગ મળી હતી. અમે પણ તેઓશ્રીની મુસાફરી સુખશાંતિ ને સલાહ ભરી નીવડે એવું ઇચ્છીએ છીએ. અને શેઠશ્રીએ મેળવેલ તે દેશને અનુભવ આપણી જૈનોમની આર્થિક, નૈતિક, અને સામાજીક સુધારણની વૃદ્ધિ કરવામાં મદદગાર થાઓ એમ ઇચ્છીએ છીએ !
સત્યાહી.