________________
પર
બુદ્ધિપ્રભા. (૫) કસાઈખાનામાની ગાયો–સર વસનજી ત્રિમ અને કરીઆણા બજાર, ખાંડ બજાર અને ધી બજારના કેટલાક વેપારીઓએ મ્યુનિસિપલ કમિટનર ઉપર એક અરજી કરીને જYગ્યું કે ધાર્મિક કારણોને લીધે કસાઈખાનામાંથી અમો ગા છોડાવીને પાંજરાપોળમાં મોકલીએ છીએ. આ માટે અમને તે ગાયોની કિંમત ઉપરાંત એક ગાય દીઠ ૫ રૂપિયાને કર મ્યુનિસિપાલિટીને આપવું પડે છે. ૫ રૂપીઆને આ કર બહુ મોટો છે અને અમે આશા રાખીએ છીએ કે આ કર કહાડી નાખવામાં આવશે કે જેથી વધુ ગાય કપાતી અમો બચાવી શકીશું. મ્યુનિસિપલ કમિશન આ સંબંધી અન્ડીગ કમિટીને ભલામણ કરે છે કે પાંજરાપોળની સીિકેટ અથવા તે સામાવાળાઓની ઘટતી ખાત્રી કરી આપવામાં આવે કે આ છોડાવેલી ગા શહેરના બીજા ભાગમાં કાપી નાખવામાં નહિ આવે તો તે કર પાછો આપવાની ગોઠવણ કરવી. નોટ (1) લંડનમાં આ ઈન્સ્ટીટયુટ સ્થપાવાથી પર્વની ભાષાના જાશુકારો ત્યાં વધુ
થવાથી પૂર્વ અને પશ્ચિમના વિલાને વખત જતાં વિરોષ જોડાવાને લાભ થવા સંભવ છે. (૨) ખરેખર દરભંગા નરેશ વિધા વૃદ્ધિ અર્થે સારી પ્રવૃત્તિ કરતા જણાય છે. જાણવા મુજબ સસ્કૃત કોલેજની શરૂઆત આ પહેલ વહેલી જ છે અને તે ઉપયોગી થઈ પડશે; મૂળ ભાષા નહિ સમજવાની અથવા સમજનારા ધટી પડવાથી ખરૂં રહસ્ય જાણવામાં ભૂલો થતી જોવાય છે અને ભાષાંતરો ઉપર પ્રેમ દોડે છે તેમ ન થવા બદલ સંસ્કૃત ભાષાને અત્યંત પ્રચાર થવાની આવશ્યકતા છે. (૩) માણસેએ ઉધમવંત રહેવાથી કેવી રીતે લાભ થાય છે. તે માટે તથા પામતાની કિંમત ગમે તે રીતે થાય છે જ એની ખાત્રી માટે આ દાંત કંઈ જેવું તેવું નથી. દરેક માણસે કોઈ પણ એક કાર્યમાં પુરતું લક્ષ રાખી તે વિષયમાં પિતાની પામતા વધારવી જોઇએ. (૪) નામદાર હીદી સરકારનું અર્થત કલકતા યુનીવર્સીટીના સભ્યોનું આ પગલું હીંદી વિદ્વાનોની કદર કરવા માટે વખાણુને પાત્ર છે, કારણ કે પ્રોફેસર તરીકેની લાયકાત પુરવાર કરી આપવાનો ચાન્સ મળવાની ઉમેદે ઘણું વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં અટકી પડવાના બદલે આગળ વધશે. (૫) મુંબઈ મધે ધણી ગાયે કસાઇઓના હાથથી અને ખુદ કસાઈખાનામાંથી છોડાવાય છે તે જોતાં રૂા. ૫) ને દર ગાય દીઠ બચાવ ધણજ મોટા કહેવાશે. આ રીતે બીજ જનાવરે માટે સર વસનજીએ પ્રયત્ન કરવાની જરૂર છે. તેમજ રેલવેમાં આવતાં જનાવરો કેવી દયાજનક સ્થિતિમાં આવે છે તેને પણ તપાસ કરી બનતે બબિસ્ત કરાવવાની જરૂર છે.