SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નેનું પદાર્થવિરાન. ભવમાં કાંટ વાગવા રૂપ ફળ આપીને નાશ પામ્યું, એવી વાત ભવાંતરમાં જનારા દેહથી બિન એવા આત્માને સુચવે છે – ભગવાનના પુત્ર જીસસ ક્રાઈસ્ટને માનનારા દિAીયને જેમણે પોતાના પ્રયાસથીધનથી આજે જગતમાં સૌથી મોટી મનુષ્ય સંખ્યામાં પ્રાઇસ્ટનું શાસન ફેલાવ્યું છે, તેઓ પણ આમાને માને છે. પેગંબર સાહેબ મહમદે પણ આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. આમ આખી દુનિયા માં બેડ મા સિવાય બધા આત્માને માને છે, પણ આત્માની શક્તિમાં અને તેના સવરૂપમાં બધા જુદા પડે છે. આત્મા પ્રક્રિયાથી પ્રત્યક્ષ નહિ હેવાથી જેની ધ્યાનમાં આવ્યું તે પ્રમાણે તેણે આત્માનું વર્ણન કર્યું છે. આ બધા દર્શનકારના વર્ણન અને તે સંબંધી ચર્ચા કરતાં મોટો ગ્રંથ થાય તેવું છે અને આ વિષય પર જુદા જુદા દર્શનકારોએ જે લખ્યું છે તેની સાથે આ વિષય વાંચનાર મહાશય જૈન દર્શનમાં આત્મા નામના પદાર્થનું વર્ણન સરખાવશે, તે ટુંકાણમાં અને આભાને ખરેખરો અનુભવ કરી જનોએ વર્ણન લખ્યું છે તે સત્ય છે એમ તેમની ખાત્રી થશે. મનુષ્યમાં આત્મા માનનાર ક્રિશ્ચિયન અને ઇસ્લામીએ વિગેરે પણ સાયન્સથી થતી શોધ પ્રમાણે પ્રાણીઓ, વનસ્પતિ અને છેવટે પથ્થરમાં અને પૃથ્વીમાં આત્મા જેવું હેવાનું જોઈ શકે છે. આ બધે ઉપકાર સાયન્સ અને પાશ્ચાત્ય શોધને છે કે તેમણે વીસમી સદીમાં પણું પ્રયોગોઠારા ઉપરની વસ્તુઓમાં ચૈતન્ય જીવ છે એવું સિદ્ધ કર્યું છે. પણ તે પહેલાં માત્ર શાસ્ત્રને માનનારાજ આવા સુક્ષ્મ પ્રાણીઓની વાત માનતા અને તેમને બચાવવાને પ્રયત્ન કરતા. મતલબ કે હાલમાં જે સાયન્સે શોધી કાઢયું છે કે જેના આગમમાં આજથી હજારો વર્ષ પહેલાં લખેલું જણાય છે. - દૂધ અને દહીંમાં થતા બેકટીયા ( ઝીણા) જંતુની શોધ નતી છે પણ આ દૂધમાં જુદી જુદી વસ્તુઓ ભેળવવાથી તથા અમુક વખત રાખવાથી તેમાં જંતુઓ ઉત્પન્ન થાય છે એમ જૈને હજારો વર્ષ પહેલાંથી જાણે છે. દહીં અને બીજા ભર્યા પાર્થોમાં કેટલે વખતે ક્યાં સમયમાં ઉત્પતિ થશે તેનું જ્ઞાન જેવું જેનોને છે તેવું કઈ પણ દર્શનમાં તે શું પડ્યું સાયન્સથી પણ હજુ પ્રયોગ કરી સિદ્ધ કરાયું નથી. જેમ બીજા મતના ગ્રંથોના ભાવાતરે થઈ બહાર પડયા છે, તેમ જૈનોના આ અપૂર્વ ાનના ગ્રંથોના ભાષાન્તરે થયા નથી. તેથી આખા જગતના ને જાણ થવા યોગ્ય બાબતો માત્ર થોડા લાખ જેનોના જાણવામાં આવી છે. ગમે તેવું સત્ય હેય પણ જયાં સુધી માણસને જાણવામાં ન આવે, ત્યાં સુધી તે તેને પ્રહણું કરી શકતું નથી. આ જમાને બોલે તેના બોર વેચાય એ છેમતલબ કે જેમ બાઈબલના લગભગ ૯૦૦ ભાષામાં ભાષાન્તરો થયાં છે અને તેથી જેમણે જેમણે તે ભાષાતરોનો લાભ લીધો છે તેમણે પોતાના કરતાં બાઈબલને છેક ગણી બ્રીસ્તી મત અંગીકાર કર્યો છે. પરિણામે આજે આખી દુનિયામાં સૌથી વધારે માણસે પ્રીસ્તી ધર્મ પાળનાર થયા છે.
SR No.522062
Book TitleBuddhiprabha 1914 05 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1914
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size958 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy