Book Title: Bhimsen Nrup Katha Tatha Kandu Raja Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/036421/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ I શ્રી સિદ્ધાચળ-રૈવતગિરિ મહામે પરિ શ્રી ભીમસેનનૃપ તથા કંડુરાજાની સ્થા, - - -- મૂળ સંસ્કૃત ઉપરથી ગુજરાતી ભાષાંતર કરાવીને તેમજ શત્રુંજય મહાતીર્થાદિ ને યાત્રા વિચારમાંથી ઉછરીને છે, ગુણવંતા સાધ્વીજી કંચનશ્રીજીના સ્મરણાર્થે - શા. આણંદજી પુરૂષોત્તમના સ્વર્ગવાસી પુત્રી હેન રામબાની આર્થિક સહાયથી છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. - ભાવનગર. વીર સંવત 2458) વિ. સંવત 1888 તીર્થભક્તિમાં ઉઘુક્ત શ્રાવકશ્રાવિકાઓને " Tii ભાવનગર–શ્રી મહોદય પ્રીન્ટીંગ પ્રેસમાં શા. ગુલાબચંદ લલ્લુભાઈએ છાપ્યું. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #2 -------------------------------------------------------------------------- ________________ > . નિવેદન. :આ બુકમાં એ કથા ઉપરાંત શત્રુંજય મહાતીર્થને લગતી કેટલીક જરૂરની બાબત પાછળના ભાગમાં આપેલી છેઃ આવી નાની બુકમાં નિવેદનની ખાસ આવશ્યકતા હોય નહીં પરંતુ આ બુક પ્રગટ કરવાના સંગને અંગે લખવાની જરૂર જણણ છે. શાંતમૂર્તિ પરમપૂજ્ય શ્રીમાન વૃદ્ધિચંદ્રજી મહારાજના પરિવારના ગુરૂજી લાભશ્રીજી જેઓ સ્થવિરાવસ્થામાં વર્તે છે તેમની શિષ્ય તરીકે સાધ્વીજી કંચન શ્રી 31 વર્ષ સુધી શુદ્ધ ચારિત્રને ખપ કરે ગત વર્ષના વૈશાખવદ 6 ઠે-શ્રી શત્રુંજય મહાતીર્થની વર્ષગાંઠ દિવસે તે તીર્થની યાત્રા કરીને ઉતરતાં છેલા વિસામા પાસે જ બે ગયા ને લગભંગ પ્રાણવિયુક્ત થયા. તેમના સંસારી બેટી બહે રામબા પણ તેમના વિયેગના આઘાતાદિ કારણથી એ વર્ષ પર્યુષણ પર્વનું સારી રીતે આરાધન કરી ભદ્રપદ શુદિ નવમા માત્ર ત્રણ દિવસના વ્યાધિમાં દેહમુક્ત થયા. એ બંને બહેન સ્મરણાર્થે શત્રુંજય મહિમા ગતિ કે બુક બહાર પાડવાની ગુરૂ લાભશ્રીજીની પ્રેરણાથી સજ્ઞતા બહેન રામબાના દ્રવ્યથી આ બુક તૈયા કરાવી છપાવીને બહાર પાડી છે. આ બુક શ્રી જૈન ધર્મ પ્રકાશના તમા ગ્રાહકોને ભેટ આપવા ઉપરાંત બીજી નક પણ ભેટ આપવાને નિરધાર કર્યો છે. પિતાના સંબંધીઓના સ્મરણાર્થે આવો પ્રકા અનુકરણીય છે. એટલું જણાવી આ નિવેદન સમાપ્ત કરવામાં આવે છે ફાલ્ગન શુદિ 5 | શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. સં. 1989 ઈ. ભાવનગર. P.P.Ad Gunratnasuri MS. "Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી મનપસ્થા (ાવાદ ) IIM || - Serving JinShasan (માતર) | 030864 mocno gyanmandir@kobatirth.org સત્યસ્વરૂપ ચૈતન્યમય જે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સૌભાગ્યની શ્રેણીને વિસ્તારે છે, નિર્મળ જ્ઞાનને આપે છે, અકસ્માત્ આવી પડેલા વિદનના સમૂહને દળી નાખે છે, આપદાને નિવારે છે તથા પ્રમાદથી ઉત્પન્ન થયેલા દુષ્ટ દોષોને દૂર કરે છે, તે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથસ્વામીને હું હમેશાં નમું છું. - નિરંતર દિવ્ય કાંતિવડે દેદીપ્યમાન, અનુપમ બળવાળા, સુર અને અસુરોએ નમસ્કાર કરાયેલા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વર્ધમાન જિનેશ્વરને નમસ્કાર કરી ને હું મુનિને ધર્મકાર્યમાં અંતરાય કરવા ઉપર શ્રી ભીમસેન રાજાનું આત્માની ઉન્નતિને કરનારું વિચિત્ર ચરિત્ર ભવ્ય પ્રાણુઓની તુષ્ટિ માટે સંક્ષેપથી કહીશ (કહું છું). - આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ભરત નામનું ઉત્તમ ક્ષેત્ર છે. તેમાં સર્વદા શુભકારક શ્રાવતિ નામની નગરી છે. તેમાં મહા બળવાન વજસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજા સજજનોનું પાલન કરનાર અને શત્રુઓના માનનું મર્દન (નાશ) કરનાર હતો. તેને શુભ ગુણોએ કરીને ઉત્તમ સુભદ્રા નામની રાણી હતી. તે પૃથ્વીરૂપી બી. શ્રી : રસિ વિલિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીના આભૂષણરૂપ હતી અને તેનું મુખ કમળની જેવું વિકસ્વર હતું. તે દંપતીને વિષયસુખ ભેગવતાં ભીમસેન નામને માટે પુત્ર થયે, પરંતુ તે ગુણવડે નાનો હત; કેમકે તે અન્યાયના એક ઘરરૂપ હતો, દુરાચારને સેવનાર હત, પૂજ્ય જનોને પીડા ઉત્પન્ન કરવામાં નિપુણ હતો અને પ્રજાઓનું મર્દન કરવામાં તત્પર હતો. તેનો નાનો ભાઈ જિનવલ્લભ નામે હતો. તે સઘુવડે યુક્ત, જગતના લેકના મનનું હરણ કરનાર અને રાજનીતિમાં વિચક્ષણ હતો. હવે તે રાજા મોટા પુત્ર ભીમસેનને અધમ ગુણવાળે માનતો હતો, તો પણ તે દુષ્ટ બુદ્ધિવાળાને તેણે યુવરાજપદ આપ્યું. મન્મત્ત બુદ્ધિવાળો તે રાજ્યલક્ષ્મીને પામીને સર્વદા પરસ્ત્રી અને પરધનમાં આસક્ત થઈ સમગ્ર પ્રજાને પડવા લાગ્યા. કહ્યું છે કે - “ચૌવન ધનસંપત્તિ, દાવમવિતિ | एकैकमप्यनर्थाय, किमु यत्र चतुष्टयम् ? " // 1 // વન, ધનની પ્રાપ્તિ, સ્વામીપણું અને અવિવેકીપણું આ ચારમાંથી એક એક પણ અનર્થ કરનાર છે તો પછી જે પુરૂષમાં તે ચારે હોય તેનું તો શું કહેવું? તે તો ઘણો જ અનર્થ કરનાર થાય છે.” . હવે ભીમસેન કુમારે સર્વ પ્રજાઓને અત્યંત પીડા કરેલી હોવાથી તેઓએ અતિ દુઃખને લીધે એક વખત વાસેન રાજાની સભામાં જઈને પોકાર કર્યો કે--“હે રાજન ! ભીમસેનકુમાર નિરંતર અમને એટલી બધી પીડા કરે છે કે જે આપની પાસે નિવેદન કરવાને અમે શક્તિમાન નથી. હે બુદ્ધિમાન પૃથ્વી પતિ! નિગ્રહ (દંડ) અને અનુગ્રહ. (કૃપા) કરવામાં સમર્થ એવા આપ જ દુખસાગરમાં ડૂબતા . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ અમારે ઉદ્ધાર કરનાર છે, તેથી હે રાજેન્દ્ર ! શ્રેષ્ઠ બુદ્ધિવાળા આપ ચેગ્ય-અગ્યનો વિચાર કરી, અમારા દુ:ખને નાશ કરે; કેમકે આ વિશ્વને વિષે રાજા જ શરણભૂત છે.” આ પ્રમાણે પ્રજાનો ભેટો આકંદ સાંભળી રાજાએ તેમને શાંતિના વચનોવડે શાંત કરી તે સર્વને રજા આપી. ત્યારપછી રાજાએ ભીમસેનકુમારને પોતાની પાસે બોલાવી નીતિના વચનોવડે તેને શિખામણ આપી કે–“હે વત્સ ! લોકોની આરાધના કરીને (તેમને રાજી રાખીને) જગતમાં દુર્લભ એવી મેટી કીર્તિને મેળવ, પરસ્ત્રી અને પરધનના હરણને સર્વદા ત્યાગ કર, પૂજ્ય વડીલેની અને જિનેશ્વરની ઉત્તમ ભક્તિ કર, મંત્રીઓએ કહેલા વચનો માન્ય કર, ન્યાયનો સ્વીકાર કર અને અનીતિનો ત્યાગ કર; કેમકે આ સર્વે રાજાના ધર્મ છે. વળી તે બુદ્ધિના નિધાન કુમાર ! આ પૃથ્વીપીઠ ઉપર સારા વચનરૂપી અમૃતરસને છાંટવાવડે મોટી પ્રતિષ્ઠા મેળવીને તારે સદા ધર્મમાર્ગમાં ચાલવું, સાતે વ્યસનોનો ત્યાગ કરવો અને નિર્મળ બુદ્ધિ ધારણ કરવી; કારણ કે આ રીતે કરવાથી પ્રાણીઓને અનુક્રમે ધન, કીર્તિ અને દિવ્ય વૈભવ પ્રગટ (પ્રાણ) થાય છે.” આ પ્રમાણે રાજા તે કુમારને હમેશાં ઉપદેશ આપતો હતો, તો પણ જેમ સર્પ અમૃતપાન કર્યા છતાં પણ વિષને ત્યાગ કરતો નથી તેમ તે કુમારે પોતાની દુષ્ટતા છોડી નહીં. રાજાએ તે ભીમકુમારને ઘણે પ્રકારે શિખામણ આપી તો પણ તે તેને વિનયવાન કરી શકે નહીં, તેથી છેવટ રાજાએ કોમળ શરીરવાળા પણ તેને બંદીખાનામાં નાખે. તે દુષ્ટ આશયવાળો ભીમ કેટલેક કાળ કેદખાનામાં રહીને બહાર નીકળ્યા પછી પોતાના મિત્રોની સહાયથી દુરાચારને સેવવા લાગ્યો. મનમાં અતિ ક્રોધ પામેલા અને ક્રૂર જનોમાં મુગટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ સમાન એવા તે ભીમે દુષ્ટ મિત્રોની સાથે મળીને પિતાના માતપિતાને મારી નાખ્યા. પછી પોતે રાજ્યને ગ્રહણ કરી, કુમિત્રોથી પરવરી, મદ્યાદિક વ્યસનોમાં આસક્ત થઈ પ્રજાજનોને અત્યંત પીડવા લાગ્યા. આ પ્રકારે વ્યસનોમાં આસક્ત થયેલા તે દુષ્ટ રાજાને જાણી લેવે પરજનો અને પ્રધાન અત્યંત દુઃખી થયા, તેથી “માતપિતાનો ઘાત કરનાર આ દુષ્ટ રાજાવડે સર્યું. આ દુષ્ટ રાજાનો. આશ્રય કરવા કરતાં તો રાજ્ય શૂન્ય રહે તે જ સારું છે.” એમ વિચાર કરી પ્રધાન વિગેરે સર્વેએ તે અન્યાયી દુષ્ટ રાજાને તરતજ દેશમાંથી કાઢી મૂક્યો. છે ત્યારપછી તે પ્રધાનાદિકે શાસ્ત્રરૂપી એક નેત્રવાળા, નીતિશાસ્ત્રમાં કુશળ અને વિનયવાળા જિનવલ્લભનો રાજ્યાસન ઉપર અભિષેક કર્યો. નવા ઉદય પામેલા તે નરેંદ્રને જાણુને સર્વ ઉપદ્રવોનો નાશ થવાથી સમગ્ર રાજમંડળનું મન પ્રસન્ન થયું. - હવે ભીમકુમાર દેશાંતરમાં ગયા છતાં પણ ચેરી વિગેરે કરવાવડે વારંવાર લેકીને ત્રાસ પમાડવા લાગ્યો. અસત્ય વચનને બેલનાર તે ભીમ અધર્મનાં કાર્યો કરવાથી લોકમાં તિરસ્કાર પામ્યો, કેમકે દુવ્ય સન સુખ આપનાર કેમ થાય? ભાતાના લોભથી તે મુસાફરોને માર મારતો હતો અને વેશ્યાઓને અતિ પ્રસંગ કરવાથી દેહે તે દુખી થયો હતો. આ પ્રમાણે " ભયંકર કાર્ય કરનાર તે અન્યાયી ભીમને પકડીને લેકે મુષ્ટિ વિગેરેવડે અત્યંત મારતા હતા, તેથી દુ:ખી થયેલ તે દુર્મતિ ત્યાંથી નીકળી એક ગામથી બીજે ગામ ભમતો ભમતો મગધ દેશમાં પૃથ્વીપુર નામના નગરમાં ગયે. ત્યાં એક માળીને ઘેર ચાકરપણે રહ્યો. ત્યાં પણ ફળ, પુષ્પ વિગેરે વિવિધ વસ્તુઓને ચરવા લાગે, તેથી આ ચાર છે એમ જાણીને તે માળીએ અનર્થ આપનારા તે ભીમસેનને પિતાના ઘરમાંથી તત્કાળ કાઢી મૂક્યું. ત્યાર પછી તે કઈક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રેણીની પાસે પ્રાર્થના કરી તેને ઘેર રહ્યો અને તેના દુકાને રહીને નિરંતર સર્વ કામ કરવા લાગ્યા. ત્યાં પણ તે અધમ પુરૂષે દુષ્ટ વ્યસનનો ત્યાગ કર્યો નહીં, તેથી શ્રેણીની દુકાનમાંથી દ્રવ્ય ચોરીને પોતે ગુપ્તપણે એકઠું કરવા લાગ્યું. કેઈના જાણવામાં ન આવે તેમ તે ભિલ્લની જેમ ચેરી કરી પાપના સમૂહમાં પ્રીતિવાળે થયો. “મનુષ્ય પોતાને સ્વભાવ તજી શકતા નથી.” કેટલેક કાળે શ્રેષ્ઠીએ તેનો ચેરીનો વૃત્તાંત જાણ્ય, ત્યારે તેને પિતાની દુકાનમાંથી કાઢી મૂક્યો. “ધૂર્ત અને દુષ્ટ માણસનો કે વિશ્વાસ કરી શકે?” પછી ગભરાયેલે તે ત્યાંથી નાસીને આજીવિકા માટે ભટકવા લાગ્યા. તેવામાં મહેશ્વરદત્ત નામના શ્રેષ્ઠીએ તેને ચાકર તરીકે રાખે. એક દિવસ લોભથી ખેંચાયેલો હોવાથી ઉતાવળે દ્રવ્ય મેળવવાની ઈચ્છાવાળે તે ભીમસેન તે શ્રેષ્ઠીની સાથે વહાણમાં ચડીને સમુદ્રમા ચાલ્યો. વેગથી ચાલતું તે વહાણ કેટલેક માર્ગ ઉલ્લંઘન કરી કેઈક ઠેકાણે રાત્રિને સમયે પ્રવાલના અંકુરાના અગ્રભાગ અથડાવાથી ખલના પામ્યું (અટકયું), તેને ચલાવવા માટે ખલાસીઓએ વારંવાર ઘણે યત્ન કર્યો તો પણ તે વહાણ પ્રવાલના વેલાઓથી વીંટાઈને તેમનું તેમજ રહ્યું (સ્થિર રહ્યું). આ રીતે તે જ ઠેકાણે કેટલેક કાળ ગયે ત્યારે તે શ્રેષ્ઠીનું જળ તથા અન્ન ખૂટી ગયું, તેથી પીડા પામેલો તે પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયા. તે વખતે પ્રથમ અરિહંતાદિક ચાર શરણને ઉચ્ચરી, અઢાર પામસ્થાનનો ત્યાગ કરી, અનુકમે સર્વ જીવોને ત્રિવિધે ત્રિવિધ ખમાવી, મિથ્યાદુષ્કૃત આપી, નવકાર મહામંત્રનું સ્મરણ કરતો તે શ્રેષ્ઠી જેટલામાં જળમાં ઝંપાપાત કરે છે તેટલામાં કેસુડાના પુષ્પ જેવી ચાંચવાળ, તમાલપત્રની જેવા વર્ણવાળે કઈક પિપેટ શીધ્રપણે ત્યાં આવી મનુષ્યવાણવડે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ બે કે-“હે જ્ઞાનવાન શ્રેણી ! આવું બાળમરણ તમે ન કરે, અને સાવધાન થઈને સર્વને જીવવાને ઉપાય હું કહું છું તે સાંભળે. હે ઉત્તમ પુરૂષ ! હું સ્નિગ્ધ કાંતિવાળો માત્ર પક્ષી જ છું એમ તમે જાણશે નહિં. હું આ પર્વતને અધિષ્ઠાયક દેવ છું. મરવાને તૈયાર થયેલા તમને નિષેધ કરવા અને જીવવાનો ઉપાય કહેવા માટે જ હું અહી આવ્યા છું, તેથી મારું વચન સાંભળો. તમારા સર્વની મધ્યે જે કોઈ દયાળુ અને સાહસિક હોય, તે મરણની સન્મુખ થઈનેમરણને અંગીકાર કરીને આ સમુદ્રની મધ્યે રહેલા પર્વત ઉપર જઈ ત્યાં રહેલા ભારંડ પક્ષીઓને ઉડાડે તે તેની પાંખોના વાયુથી આ તમારું વહાણ ચાલશે. આ પ્રમાણે કરવાથી તમે બધા જીવશે તેમાં કાંઈ પણ સંશય નથી, કારણ કે ઉપાયથી જે કાર્ય સિદ્ધ થાય તે પરાક્રમથી સિદ્ધ થતું નથી.” આ પ્રમાણે પોપટનું કહેલું હિતવચન સાંભળીને શ્રેષ્ઠીએ વહાણમાં રહેલા સર્વ જનને તે પર્વત પર જવા માટે આદરપૂર્વક પૂછયું, પરંતુ મૃત્યુના ભયને લીધે કોઈએ તેનું વચન માન્યું નહીં. ત્યારે તે બુદ્ધિમાન શ્રેષ્ઠીએ જે જાય તેને પુષ્કળ ધન આપવાનું કબૂલ કર્યું. તે સાંભળી ધનના લોભથી ખેંચાયેલા ભીમસેને હિંમત ધારણ કરીને તેનું વચન અંગીકાર કર્યું અને તે સમુદ્ર મધ્યે રહેલા પર્વત પર ગયે. ત્યાં તેણે મેટેથી હકારાવ કર્યો તેથી ભારંડ પક્ષીઓ ઉડયા. તેમની પાંખોના વાયુથી તત્કાળ વહાણ તે અંકુરામાંથી બહાર નીકળી ચાલતું થયું. પર્વત પર રહેલો ભીમસેન મનમાં આકુળવ્યાકુળ થયે અને માર્ગમાં ભૂલા પડેલા માણસની જેમ તે જીવવાનો ઉપાય ચિંતવતો આમતેમ ભમવા લાગ્યું, પરંતુ કાંઈ પણ ઉપાય નહીં પામવાથી તે મનમાં વિલખે થ અને દુ:ખી થયેલે, P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ તે તે જ પિપટને શોધવા માટે આમતેમ દોડવા લાગ્યો. તેવામાં દૈવયોગે તે જ પોપટ ભીમના દ્રષ્ટિમાર્ગમાં આવ્યો અને તેણે પણ તત્કાળ તેને હિતકારક વચન કહ્યું કે-“હે ભીમસેન ! જે તું તારી ક્ષેમકુશળતાને ઈચ્છતા હો તો : સમુદ્રમાં પડ, એટલે તને તત્કાળ મોટે મત્સ્ય ગળી જશે. પછી તે મત્સ્ય શીધ્રપણે સમુદ્રને કાંઠે જશે, માટે જે તારી મતિ સાવધાન હોય તો આ હું આપું છું તે મોટી ઓષધીને . તું ગ્રહણ કર. આ ઔષધી તેના પેટમાં નાંખવાથી તે મત્સ્ય પોતાનું મુખ પહેલું કરશે, એટલે તારે તેના કંઠમાગે નીકળીને સમુદ્રને કિનારે જવું. આ મારૂં વચન કરવાથી જ તારું જીવન રહેશે અન્યથા ત્રણ જગતને વિષે તારે જીવવાને ઉપાય દુર્લભ છે.” આ પ્રમાણે પોપટનું કહેલું વચન સત્ય માનીને સાહસિક એ તે ભીમ તે પ્રમાણે ઉપાય કરીને સિંહલદ્વીપ પહોંચ્યા. ત્યાં સ્વસ્થ થઈને ભમતા અને ચોતરફ જોતાં તેણે એક સરેવર જોયું, અને વિશ્રાંતિ લેવા માટે તે ત્યાં ગયો. તેના નિર્મળ જળનું પાન કરી એક ક્ષણવાર તેની પાળ પર રહેલા વૃક્ષની શીતળ છાયામાં વિસામે લઈને પછી તે એક દિશા તરફ ચાલ્યો. તે કેટલેક માર્ગ ઓળંગીને આગળ ગયો તેવામાં તેને માર્ગમાં કે એક જટાવાળે ત્રિદંડી નેત્રનો અતિથિ થયે [તેના જેવામાં આવ્યો . તેણે તેને ઘેર્યયુકત વાણીવડે પ્રણામ કર્યા, ત્યારે તે ત્રિદંડીએ હર્ષથી આશીવાદ આપી વિનયવાળા એવા તેને આવવાનું કારણ પૂછયું કે–“ હે ભદ્ર! તું કોણ છે? આ ગહન વનમાં કેમ ભમે છે? તું કાંઈક દુ:ખી જણાય છે તો તારૂં દુ:ખ મને કહે. " આ પ્રમાણે તે તાપસની વાણી સાંભળીને હર્ષિત થયેલ ભીમસેન બોલ્ય કે-“હે શ્રેષ્ઠ તાપસ ! મારું ભાગ્ય. સર્વથા પ્રકારે મદ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ ( 8 ) હે તપસ્વિમાં શિરોમણિ ! આ જગતમાં જે મનુષ્ય અત્યંત દુ:ખથી પીડા પામે છે અને સૌભાગ્ય તથા ભાગ્યથી રહિત છે, તે બધાઓમાં હું પહેલે છું એમ તમે મને જાણજે. જે જે કાર્યને માટે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તે તે કાર્ય સિદ્ધ થતુ નથી. હું તૃષાથી પીડા પાપે હોઉં તો સમુદ્ર પણ મને પાણી આપતો નથી. જ્યારે અતિ નિભાંગી હું જાઉં છું ત્યારે વૃક્ષનાં ફળે, નદીઓનાં પાણી અને રેહણાચળ પર્વતનાં રને અદ્રશ્ય થઈ જાય છે. મારે ભાઈ નથી, પિતા નથી, સ્ત્રી નથી અને કોઈ પણ પરિવાર નથી, તો પણ હું મારું એક ઉદર ભરવાને પણ શકિતમાન નથી. શું કહું ?" આ પ્રમાણે તેનું દીન વચન સાંભળીને તે માયાવી અધમ તાપસ પ્રેમથી અમૃતની જેવું વચન બોલ્યો કે–“હે ભદ્ર ! તું ખેદ ન કર. તારા પરાજયને તું ભૂલી જા. મને જેવાથી તારૂં સર્વ દુઃખ નાશ જ પામ્યું છે એમ તું જાણું. હું નિરંતર બીજાના ઉપકારને માટે જ ફરું છું. આ જગતમાં મારે કાંઈ પણ સ્વાર્થ નથી. શામાટે તું ગભરાય છે? કારણ કે આ વિશ્વમાં મેઘ વૃષ્ટિ કરે છે, સૂર્ય હમેશાં આકાશને પ્રોત કરે છે, ચંદ્ર શીતળતાને આપે છે, વૃક્ષે ફળ આપે છે, ચંદન વૃક્ષો ઉગે છે, સર્વ નદીઓ પાણીને વહે છે અને વાયુ વાય છે, એ જેમ પરોપકાર માટે જ કરે છે તે જ પ્રમાણે તુષ્ટિ કરનારા સત્પરૂ પણ બીજાના ઉપકારને માટે જ ફરે છે. આ સર્વ સંપુરૂષનું જ લક્ષણ છે. તું મારી સાથે ચાલ. સિંહલદીપની ખાણમાં ઉત્પન્ન થયેલાં ઘણાં રને તને આપીશ.” આ પ્રમાણે ત્રિદંડીનું વચન સાંભળીને તે તેની સાથે ચાલ્ય, કેમકે ઋષિ-મુનિને વેષ પ્રાણીઓને તત્કાળ વિશ્વાસ ઉત્પન્ન કરે છે. એ મુદ્રાના ખર્ચ વડે ઉત્તમ ભાતું લઈને તે બને હર્ષથી કેટલેક દિવસે રત્નની ખાણે પહોંચ્યા. ત્યાં કૃષ્ણપક્ષની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ ચતુર્દશીને દિવસે કપટના ઘરરૂપ તે તાપસે તે ખાણમાં ભીમને ઉતારીને પોતે રતને ગ્રહણું કર્યા. પછી તે દુષ્ટ કપટથી તેનું દોરડું કાપી ભીમસેનને તે ખાણના અધિષ્ઠાયક દેવના બલિને માટે નાખી દીધો. આ પ્રમાણે દેવતાના બલિદાન માટે ભીમને ત્યાં મૂકીને તે તાપસ મનમાં ખુશી થતો બીજે રસ્તે ચાલ્યો ગયો. અહીં ખાણમાં રહેલો ભીમ મનમાં ખેદ પામીને આમતેમ ફરવા લાગ્યા. તેવામાં તેણે અત્યંત પીડા પામતા એક કૃશ થયેલા પુરૂષને જોયે. તે પણ ભીમસેનને જોઈ દયા ઉત્પન્ન થવાથી બેલ્યો કે-“હે વત્સ! આ મૃત્યુના મુખમાં તું કેમ આવ્યો છે ? હે પ્રિય! મારી જ જેમ તે જ દુષ્ટ તાપસે રત્ન આપવાનો લાભ બતાવીને શું તને છેતર્યો છે?” ત્યારે ભીમસેને હા-કહીને તે પુરૂષને પૂછયું કે “અહીંથી બહાર નીકળવાનો જે કાંઈ પણ ઉપાય હોય તો મને કહો.” ત્યારે તે પુરૂષ બોલ્યા કે “હે વત્સ ! મારું વચન સાંભળ. આવતી કાલે સ્વર્ગમાંથી કેટલીક દેવીઓ અહીં પોતે અધિષ્ઠિત કરેલા રનોનો ઉત્સવ કરવા માટે આવશે. મનહર દિવ્ય વેષથી ભૂષિત થયેલી તેઓ હર્ષપૂર્વક આ ખાણના અધિષ્ઠાયક રત્નચંદ્ર નામના દેવની ગીત, નૃત્ય વિગેરે વિવિધ પ્રકારના ઊપચારથી પૂજા કરશે. તે વખતે સેવક સહિત તે રત્નચંદ્ર દેવનું મન સંગીતમાં લીન થશે. તે અવસરે લાગ જોઈને તારે જલદીથી બહાર નીકળી જવું. તે સમયે દિવ્ય શક્તિને ધારણ કરનારા બીજા દેવો પણ ક્ષેભ રહિતપણે જતા તને કાંઈ પણ કરી શકશે નહીં. આ પ્રમાણે તારો જીવવાને ઉપાય છે; બીજે કઈ નથી.” આ પ્રમાણે ભીમને આશ્વાસન આપી તેણે તે દિવસ વાતાલાપવડે નિર્ગમન કર્યો. બીજે દિવસે પ્રાત:કાળે વિમાનમાં રહેલી કેટલીક દેવીએ મહત્સવપૂર્વક ત્યાં આવી. જ્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ ( 10 ) પિતાના સેવક સહિત તેને અધિષ્ઠાયક દેવ સંગીતમાં મગ્ન થયા ત્યારે ભીમ ત્યાંથી બહાર નીકળીને નાશી ગયા. ત્યાંથી ધીમે ધીમે માર્ગમાં જતો તે ભીમ કેટલેક દિવસે સિંહલદ્વીપમાં જ રહેલા ક્ષિાતમંડન નામના પુરમાં આવ્યો. તે પુરમાં સર્વ શ્રેષ્ઠીઓમાં મુખ્ય લક્ષ્મીપતિ નામનો શ્રેષ્ઠી હતો. તેને ઘેર તે ભીમ વિવિધ પ્રકારના કરીયાણાની વખાર ઉપર કામ કરવા રહ્યો. ભયંકર આકૃતિવાળા અને બીજાને ઠગવામાં પ્રવીણ એવા તે ભીમસેને તે જ વેપારીની દુકાનમાંથી ઘણી વસ્તુઓ ચેરી કેમકે " જેવો જેને સ્વભાવ હોય છે તેવું જ તેનું વર્તન હોય છે. સેંકડે ઉપાય કર્યા છતાં પણ કુતરાનું પૂછડું વાંકું જ રહે છે.” હવે એકદા નગરમાં ચોતરફ તપાસ કરવા માટે ફરતા કેટવાળાએ “આ ચોર છે” એમ જાણ તેને ભિલ્લની જેમ બાંધ્યો. પછી રાજાના હુકમથી રાજદૂતો કેતુક સહિત તે અપરાધીને આખા નગરમાં ફેરવીને વધ કરવાને સ્થાને લઈ ગયા. તેવામાં પેલા ઇશ્વરદત્ત શ્રેછીએ તેને જઈ પોતાને ઉપકારી છે એમ ઓળખી તત્કાળ રાજા પાસે પ્રાર્થના કરી તે ભીમસેનને છોડાવ્યા. ત્યાંથી ભય પામેલ તે ભીમ સાહસકર્મમાં નિપુણ હોવાથી વહાણ ઉપર ચડી કેટલેક દિવસે પૃથ્વીપુર નામના નગરમાં ગયે. વહાણમાંથી ઉતરીને તે ભીમે ત્યાં રહેલા એક પરદેશી પુરૂષને પિતાને વૃત્તાંત જણાવ્યું. તેનો વૃત્તાંત સાંભળીને તે પથિકે તેને કહ્યું કે–“તું શોક ન કર, તું મારી સાથે સુખેથી ચાલ.” પછી તે બને ત્યાંથી શીધ્રપણે રેહણાચળ પર્વત તરફ ચાલ્યા. માર્ગમાં તાપસને એક મનોહર આશ્રમ આવ્યું. તેમાં અલ્પ આહાર કરનાર એક જટિલ નામનો વૃદ્ધ તાપસ હતો. તેને હર્ષથી પ્રણામ કરી તે બને ત્યાં રહ્યા. તેવામાં તેના જાગલ નામના એક શિષ્ય આકાશમાંથી ઉતરી વિનયવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ ( 11 ) નમ્ર થઈ ગુરૂના ચરણકમળમાં પ્રણામ કર્યા. કપટના એક નિધાનરૂપ તે જટિલે શિષ્યને પૂછયું કે-“હે વત્સ ! તું હમણું કયાંથી આવે છે ? તે કહે.” જાંગલ બોલ્યા કે–“હે સ્વામી ! હું સૈારાષ્ટ્ર દેશમાં ગયા હતા. ત્યાં શત્રુંજય તીર્થ અને ઉજજયંત (ગિરનાર) ગિરિ ઉપર શ્રી જિનેશ્વરની દિવ્ય કાંતિવાળી પ્રતિમાઓને ચ દનાદિકવડે પૂજીને હું અહીં આપના દર્શન કરવા આવ્યો છું. મારી જેવો કેઈ સામાન્ય પુરૂષ એ બને તીર્થનો પ્રભાવ કહેવા સમર્થ નથી. આપની પાસે હું શું કહું ? તે બને તીર્થને પરિપૂર્ણ મહિમા જાણવાને કઈ પણ મનુષ્ય સમર્થ નથી. માત્ર ત્રણ લેકની સ્થિતિને જાણનાર એક કેવળી જ તે જાણું શકે છે. તે તીર્થની સેવા કરવાથી પ્રાણીઓને આ ભવ અને પરભવ સંબંધી સુખ પ્રાપ્ત થાય છે, તેમાં પ્રથમ હું ઉજજયંત ગિરિનો પ્રભાવ કાંઈક કહું છું કે જેના આરાધનમાત્ર કરીને જ પ્રાણુ અશોકચંદ્રની જેમ નિર્મળ કીર્તિ, કાંતિ અને કળાને તથા પરભવે સ્વર્ગની સંપદાને પણ પામે છે. તે આ પ્રમાણે– ચંપા નગરીને વિષે અશોકચંદ્ર નામે એક નિધન ક્ષત્રિય હતો. તે પરોપકાર કરવામાં તત્પર અને ઘરનું કાર્ય કરવામાં વિરક્ત હતો. એકદા ખેદ પામેલો તે ચોતરફ ફરતો હતા, તેવામાં તેણે દયાળુ એવા જૈન મુનિઓને જોયા. તેમને વિનયથી નમસ્કાર કરી તેણે પૂછયું કે–“હે મુનીશ્વરે ! હું ઘણા દુર્ભાગ્યથી પીડા પામેલ છું, તેથી તેના નિવારણને જે કાંઈ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને જલદી કહે.” ત્યારે તે તપસ્વીઓ બેલ્યા કે–“હે વત્સ! સાંભળ. આ પ્રમાદી જીવ કર્મના બળથી નિર્બળ થઈને આ સંસારસાગરમાં ભમે છે. તે કર્મને અન્યથા કરવા કઈ પણ મનુખ્ય સમર્થ નથી, તે કર્મ સંકલ્પવિકલ્પથી આત્માને અત્યંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ ( 12 ) પીડે છે. કર્મના વિપાકને ભગવ્યા વિના કે શુદ્ધ ભાવથ રૈવતકગિરિને સેવ્યા વિના જીવ કર્મરૂપી પાશથી મૂકાતો નથી.” આ પ્રમાણે મુનિઓનું વચન સાંભળીને શુદ્ધ ભક્તિ સહિત મનની અભિલાષાએ કરીને તે અશોકચંદ્ર રેવતકગિરિ ઉપર ગયા. ત્યાં મનની વૃત્તિને સ્થિર કરી તેણે તપ કરવા માંડ્યો કેટલેક દિવસે તે ગિરિની અધિષ્ઠાયિકા અંબિકા દેવી તુષ્ટ મનવાળી થઈને તેની પાસે આવી અને સ્પર્શમાત્ર કરવાથી જ લટું સુવર્ણ થઈ જાય એવો એક મણિ તેને આપે. તે મણિ લઈને તે ઉત્સુકતાથી પોતાના નગરમાં આવ્યા. પછી દ્રવ્યની સહાયથી તે ઘણા માણસો રાખી, રાજ્ય મેળવી પુણ્યના ચાગથી વિવિધ પ્રકારના ભોગ ભોગવવા લાગ્યા; કેમકે ઉપાજન કરેલ પુણ્યને સમૂહ શું શું સુખ ઉત્પન્ન ન કરે ? હવે એકદા તે બુદ્ધિમાન અશોકચંદ્ર ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે–“ હું આ રાજ્યલક્ષ્મીને પામીને પ્રમાદી થયા છે તેથી મને ધિક્કાર છે, કારણ કે જેના પ્રભાવથી મને રાજ્યાદિક સંપદા પ્રાપ્ત થઈ છે, તે દેવીનું મેં કઈ વખત સ્મરણ પણ કર્યું નહીં અને પાપબુદ્ધિવાળા મેં તેને નમસ્કાર પણ કર્યો નથી. આ પ્રમાણે વિચારી શુદ્ધ આત્માવાળો તે રાજા સર્વ સામગ્રી એકઠી કરી ઘણા માણસો સહિત તીર્થયાત્રા કરવા ચાલ્યા. માર્ગમાં દાન દેતો તે રાજ સંઘ અને સ્વજન સહિત કેટલેક દિવસે શત્રુંજય ગિરિ ઉપર આવ્યો. ત્યાં શ્રી આદિનાથની યથાવિધિ પૂજા કરીને પછી તે લક્ષ્મીવડે સુશોભિત અને શુભકારક એવા રેવતગિરિ ઉપર આવ્યો. ત્યાં ગજેંદ્રપદ વિગેરે કુંડેના પવિત્ર જળમાં સ્નાન કરી તેણે વિધિપૂર્વક શ્રી નેમિનાથની પૂજા કરી. ત્યારપછી ભકિતના ભારથી નમ્ર થયેલા તે રાજાએ જગતની માતારૂપ અંબિકા દેવીની વિવિધ પ્રકારનાં પુષ્પ અને ધૂપાદિકવડે પૂજા કરી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ ( 13 ). પછી બુદ્ધિમાન તે રાજા ચિત્તમાં વૈરાગ્ય પામી વિચારવા લાગ્યું કે-“ મેં ત્રણ સો વર્ષ સુધી મનહર રાજ્ય ભગવ્યું છે, તે સર્વ શ્રી નેમિનાથ ભગવાનને અને અંબિકા દેવીને પ્રભાવ છે; કેમકે. દેવની અનુકૂળતા વિના સુખ કયાંથી હોય? માટે હવે મારે પુત્ર રાજ્યાસન ઉપર આરૂઢ થાઓ અને હું જેનદીક્ષા ગ્રહણ કરી શ્રોનેમિનાથની ભકિત કરૂં. " આ પ્રમાણે વિચાર કરી પિતાના પુત્રને નગર તરફ મોકલી તત્કાળ રાજાએ તેને રાજ્યના સિંહાસન પર સ્થાપિત કર્યો. પછી પોતે સગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. છેવટે શુભ ધ્યાનના વશથી તે અશચંદ્ર રાજર્ષિ મોક્ષપદ પામ્યા. " - આ પ્રમાણે કહીને તે જાંગલ ફરીથી બે કે-“હે પૂજ્ય ગુરૂ ! મેં આ તીર્થનું સર્વ માહાસ્ય સાક્ષાત્ જોયું છે. જગતમાં ઉજયંતગિરિતુલ્ય બીજું કઈ તીર્થ નથી, કેમકે તેનું સેવન કરવાથી મનુષ્ય આ ભવમાં ઉત્તમ સુખ જોગવીને અંતે મેક્ષપદને પામે છે. કહ્યું છે કે-જે તીર્થનું સેવન કરવાથી પાપી મનુષ્યો પણ દુષ્કર્મરૂપી શત્રુના સમૂહનો ક્ષય કરી ક્ષણવારમાં અક્ષય એવા શ્રેષ્ઠ સ્થાનને (મોક્ષને) પામે છે. આકાશમાં વિચરતા કોઈ પ્રાણીની છાયા પણ હજયંત ગિરિનો સ્પર્શ કરે તો તેઓ પણ દુર્ગતિને પામતા નથી તે પછી તેને સેવનારની તો શી વાત કરવી ? " આ પ્રમાણે જાંગલે કહેલો શ્રી રૈવતાચળને ઉત્તમ પ્રભાવ સાંભળીને સર્વે તાપસ અતિ હર્ષ પામ્યા. ' આ સર્વ વૃત્તાંત સાંભળીને " પ્રથમ તે રેહણાચળ પર્વત ઉપર જવું અને પછીથી યાત્રા થશે. " એમ નિશ્ચય કરીને ભીમસેન તે પરદેશીની સાથે રેહણાચળ પર્વત તરફ ચાલ્યો. માર્ગને ઉલ્લંઘન કરતા તે બને રેહણાચળ પર્વ તની નજીક પહોંચ્યા. ત્યાં તીર્થંકરની પૂજા કરી હર્ષથી રાત્રિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ ( 14 ) નિર્ગમન કરી. પ્રાત:કાળે તે બનેએ રતનની ખાણ પાસે જઈ મણિની ઈચ્છાથી " હા દેવ ! " એમ બેલી ખાણમાં પ્રહાર કર્યો. તે વખતે ભીમને અમૂલ્ય ઉત્તમ બે રત્ન પ્રાપ્ત થયાં. તેમાંથી એક રત્ન રાજકુળમાં આપી તે ત્યાંથી નીકળી ગયો. તે વહાણમાં બેસીને સમુદ્રમાર્ગે જતો હતો તેવામાં પૂર્ણિમાની રાત્રિએ પૂર્ણ ચંદ્રને જોઈ તેની સાથે પોતાના રત્નની તુલના (સરખામણી) કરવા લાગ્યા. વહાણને છેડે બેસીને તે ચંદ્રની અને રત્નની બનેની કાંતિને વારંવાર જોવા લાગ્યા. તેવામાં તે રત્ન તેના હાથમાંથી સમુદ્રમાં પડી ગયું. તે વખતે મહાકષ્ટથી પ્રાપ્ત કરેલું રત્ન મેં મૂખે સમુદ્રમાં પાડી નાખ્યું” એમ વિચાર કરતો તે તત્કાળ મેટી મૂછાને પામ્યો. ત્યારપછી શુદ્ધિને પામીને તે અત્યંત પિકાર કરવા લાગ્યો કે-“ અરે દુષ્ટ દેવ ! મારા જીવિતનો નાશ થાય એવું તે આ શું કર્યું ? દેવને ધિક્કાર હો ! મારા જીવનને ધિક્કાર હો ! અને મારા જન્મને ધિક્કાર હો ! આ જગતમાં કષ્ટ અને વ્યાધિમય જીવિત કરતાં મરવું વધારે સારું છે. " આ પ્રમાણે વિલાપ કરતો તે ભીમ ફરીથી મૂચ્છા પાપે. તેને કોલાહલ શબ્દ સાંભળીને ખલાસીઓ વિગેરે સવે તેની પાસે એકઠા થયા. નાવિકોએ શીતાદિક ઉપચાર કરીને ક્ષણ વારમાં તે ભીમને સચેતન કર્યો, ત્યારે તે ઉંચે સ્વરે તેમને કહેવા લાગ્યો કે " હે નાવિકો ! મારું રત્ન અહીં સમુદ્રમાં પડી ગયું છે, તેથી તમે વહાણને ઑભિત કરે અને અહીં મારા રત્નની શોધ કરે.” આવું તેનું વિચિત્ર વચન સાંભળી તે પરદેશીએ તેને કહ્યું—“ હે મિત્ર! આજે તને શું થયું છે? અલ્પ એવું રત્ન કયાં અને આટલું બધું જળ કયાં ? વળી આ વહાણું કયાં ? તારૂં રત્ન જ્યાં પડયું હશે તે સ્થાન તો અહીંથી ઘણું દૂર રહ્યું, હમણાં તો ઘણે માર્ગ ઉલ્લંઘન થઈ P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ ગયે છે, તેથી તે બધુ! શોકને ત્યાગ કર, ધીરજને ધારણ કર. હું વિદ્યમાન છતે તારે રત્નની વૃથા ચિંતા ન કરવી. જે કદાચ તારા મનમાં ધીરજ ન રહેતી હોય તો આ મારૂં શ્રેષ્ઠ રત્ન તું ગ્રહણ કર. હજુ સુધી પૃથ્વી પર પવિત્ર રેવત પર્વત શોભી રહ્યો છે, તેથી તારે મારી પાસે જરા પણ ખેદ કરે નહીં.” આ પ્રમાણે તેનું વચન સાંભળી શાંત થયેલા ભીમે અનુક્રમે સમુદ્રનું ઉલ્લંઘન કર્યું સમુદ્રને કાંઠે ઉતરીને ભીમ મનમાં આનંદ પામી શ્રેષ્ઠ ભાતું લઈને મિત્ર સહિત રૈવતગિરિ તરફ ચાલ્યો. દુર્ભાગ્યના વેગથી માર્ગમાં ચેરેએ તેને લૂંટ્યો, તેથી ભાતા અને વસ્ત્ર રહિત થયેલો તે અત્યંત ક્ષીણ શરીરવાળે થયે. આગળ ચાલતાં માર્ગમાં જાણે બીજા ક૯પવૃક્ષ હોય એવા એક મુનિને જોઈ ભીમ મનમાં આનંદ પામ્યો અને તેણે તેને વંદના કરી. પછી અતિ દુઃખી એવા તે બન્નેએ સ્વસ્થ થઈ તે મુનીશ્વરને પોતાનો સર્વ વૃત્તાંત પ્રથમથી કહી બતાવ્યો અને કહ્યું કે હે મુનીંદ્ર ! દુ:ખ અને દારિદ્રયથી પીડા પામેલા મનુષ્યમાં અમે મુગટ સમાન છીએ એમ તમે જાણો. તેવા દુખથી અમે અહીં જ ઝંપાપાત કરવા આવ્યા છીએ. મરવાની ઈચ્છાવાળા અમે આજ પર્વત ઉપરથી ઝંપાપાત કરીને મોટા દુ:ખરૂપી સાગરના ઇછિત પારને પામીશું. કહ્યું છે કે-“ જળ વિના મેઘ શોભતો નથી, ચેતન્ય રહિત દેહ શોભતો નથી, સુગંધ વિનાનું પુષ્પ શોભતું નથી, કમળ વિનાનું સરોવર શેભતું નથી, કાંતિ રહિત ચંદ્ર શેભતો નથી, સંસ્કૃત (સંસ્કાર) વિનાની વાણી શોભતી નથી, દુષ્ટ પુત્રવાળું કુળ શોભતું નથી, ન્યાય વિના વિનય શોભતો નથી, સુંદર દેહ વિના શૃંગાર શેભતો નથી, ચંદ્ર વિનાની રાત્રિ શોભતી નથી, નાયક વિના સેને શોભતી નથી, સારી સ્ત્રી વિના ઘર શોભતું નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #18 -------------------------------------------------------------------------- ________________ આચાર વિના કુલીનપણું શોભતું નથી, દયા વિના ધર્મ શા ભતો નથી, નેત્ર વિના મુખ શોભતું નથી, સત્ય વિના વક્તા પણું શોભતું નથી, પ્રતિમા વિના ચૈત્ય શોભતું નથી, તેમજ દ્રવ્ય વિના મનુષ્ય શેભતો નથી.” આ પ્રમાણે ખેદ પામેલા તેમની દીનતાવાળી વાણી સાંભળીને દયાપુક્ત મનવાળા તે મુનિએ પ્રીતિથી તે બન્નેને કહ્યું કે–“ પૂર્વ જન્મમાં તમે એ સમ્યક્ પ્રકારે ધર્મને આરાધ્યે નથી, તેથી તમેને કષ્ટ આપનારી નિર્ધનતા પ્રાપ્ત થઈ છે; તેથી આ અપરાધ રહિત એવા જીવિત ઉપર તમારે ખેદ કરો નથી. સમ્યક્ પ્રકારે ધર્મનું સેવન કરવાથી મનુષ્યને સંપદા સુલભ થાય છે. દુર્ગતિમાં પડતા પ્રાણુને ધારણ કરવાથી જ ધર્મ કહેવાય છે. તે ધર્મ સર્વ કહેલો સંચમાદિક દશ પ્રકારનું છે, તે મુક્તિને માટે છે. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, ધર્મ સ્વર્ગ અને મોક્ષને આપનાર છે, ધર્મ સંસારરૂપી અરણ્યને ઉલ્લંઘન કરવામાં માર્ગદર્શક (ભૂમિ) છે, ધર્મ માતાની જેમ પોષણ કરે છે, ધર્મ પિતાની જેમ રક્ષણ કરે છે, ધર્મ મિત્રની જેમ પ્રેમ ઉપજાવે છે, ધર્મ બંધુની જેમ નેહ કરે છે, ગુરૂની જેમ ધર્મ ઉજવલ ગુણોને પ્રાપ્ત કરાવે છે, સ્વામીની જેમ ધર્મ મોટી પ્રતિષ્ઠા આપે છે, ધર્મ સુખની મેટી હવેલી સમાન છે, ધર્મ શત્રુના સંકટ વખતે બખ્તર સમાન છે, ધર્મ જડતાને છેદનાર છે, ધર્મ પાપના મર્મસ્થાનને ભેદનાર છે. પ્રાણી ધર્મથી રાજા બને છે, ધર્મથી રામ (બળદેવ) અને વાસુદેવ થાય છે, ધર્મથી ચક્રવતી થાય છે, ધર્મથી દેવ થાય છે, ધર્મથી ઇંદ્ર થાય છે, ધર્મથી નવા રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં અહમિદ્રપણાને પામે છે અને ધર્મથી અરિહંત પદને પામે છે. ધર્મથી શું શું સિદ્ધ થતું નથી ? દુર્ગતિમાં પડતા જંતુને ધારણ કરનાર હોવાથી જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ (17) * ધર્મ કહેવાય છે, તે ધર્મ દાન, શીલ, તપ અને ભાવ એમ * ચાર પ્રકારનો છે. ધર્મથી કલંકરહિત કુળમાં જન્મ થાય -: છે, ધર્મથી ઉત્તમ જાતિ પ્રાપ્ત થાય છે, ધર્મથી ઘણું બળ પ્રાપ્ત થાય છે, ધર્મથી અખંડિત આયુષ્ય પ્રાપ્ત થાય છે, ધર્મથી . રોગરહિતપણું થાય છે, ધર્મથી ઉત્તમ ધન મળે છે, ધર્મથી - શ્રેષ્ઠ ભોગે પ્રાપ્ત થાય છે અને ધર્મથી જ પ્રાણીઓને સ્વર્ગ - અને મોક્ષ પણ મળે છે. હે ભવ્ય પ્રાણીઓ ! ઉતમ સૈભાગ્યને ઉત્પન્ન કરનાર, મનુષ્યને સેવવા લાયક, પોતાના આત્માનું હિત કરનાર અને કલેશરૂપી ભયંકર જળજંતુવડે ભય ઉપજાવનારા સંસારસમુદ્રમાં પડતા પ્રાણીઓનો ઉદ્ધાર કરનાર ધર્મને જ તમે સદા સેવ. શ્રી જિનેશ્વરે કહેલો ધર્મ શુદ્ધ બુદ્ધિથી સભ્ય પ્રકારે આરાધ્ય હોય તો તે પ્રાણીઓના - દુ:ખેથી વારી શકાય એવા કામદેવરૂપ હાથીનું દમન કરે છે, - આપત્તિને નિમૅલ કરે છે, મેહરૂપી શત્રુને ભેદે છે, દુષ્ટ મદરૂપી લતાને તત્કાળ નાશ કરે છે, કલેશરૂપી વૃક્ષને ઉખેડી નાખે છે અને કરૂણાને ઉત્પન્ન કરે છે. સમ્યક્ પ્રકારના શીલવાળો જે પ્રાણી નિરંતર ધર્મની આરાધના કરવામાં તત્પર થાય છે તેને ધન સમીપે આવે છે, દુષ્ટ શત્રુઓ સદા દૂર રહે છે, - આપત્તિ તેની સામે જોતી નથી, સુખની શ્રેણિ તેને સર્વદા સેવે છે, સર્વ ગુણીજનો તેની સેવા કરે છે તથા પૃથ્વીપર કઈ પણ મનુષ્ય તેને દ્વેષ કરતું નથી. જે માણસ ધર્મનું આરાધન કરવાથી મેક્ષલક્ષ્મીવડે શોભતા વીતરાગ પ્રભુને ભજે છે, તે માણસને કોપાયમાન થયેલા દુષ્ટ સર્પો પણ શું કરી શકે ? કાંઈ પણ કરી શકતા નથી. જે કદાચ દુઃખથી વારી શકાય એવા સિંહા પાસે આવ્યા હોય તો પણ તે વેરરહિત થઈ જાય છે. સર્વસ્વનું હરણ કરનાર અને દુઃખથી ભેદી શકાય એવા ક્રોધા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ | ( 18 ) દિક આત્યંતર શત્રુઓ તેની પાસે પણ આવી શક્તા નથી અખંડ (નિરંતર) કલ્યાણને આપવામાં સમર્થ એવા દયામય ધર્મને જે પ્રાણી ભજે છે, તે સંસારના દુ:ખનો નાશ કરનાર અને દીર્ઘ આયુષ્યવાળે થાય છે, તેને આપત્તિ દુર્લભ થાય છે, સંપત્તિ સુલભ થાય છે, સર્વ લેક તેની ઈચ્છા અનુસરે છે, દુ:ખથી દર્શન થઈ શકે એવા રાજાઓ તેન હિતકારક ( મિત્ર ) થાય છે અને શત્રુ પણ મિત્રરૂ થાય છે. ચિંતામણિ રત્ન સમાન દયાને આશ્રિત થયેલ અનંત સુખને આપનાર ધર્મ જે આરાધ્ય હોય તો તે સદ દારિદ્રને દળી નાખે છે, અખંડ વૈભવને પ્રાપ્ત કરે છે વિદનોનો નાશ કરે છે અને મનમાં છેલી સર્વ વસ્તુઓ ઉત્પન્ન કરે છે. (મેળવી આપે છે). આ પૃથ્વી ઉપર સંસારર્થ ઉદ્વેગ પામેલા પુરૂષોના કષ્ટનો નાશ કરનારા અને સુખને માટે કરનારા ઉત્તમ શાસ્ત્ર, આગમ અને તત્ત્વબોધ વિગેરે હજારે ઉપાયો છે, પરંતુ અહો ભવ્યજનો ! ખરેખર ઉપાય તે સર્વ અર્થને પ્રાપ્ત કરવામાં એક કુશળ એવો તીર્થકરે કહેલે મનહર શુભ ધર્મ જ છે. અગાધ જળવાળા સ સારરૂપી સમુ દ્રના પારને પામવા માટે જે મનુષ્ય અનુકમે વિપ્નને નાશ કરનાર ધર્મના આરાધનને ઈચ્છે છે તે મનુષ્ય લોકમાં ઉત્પર થતા ઘણા કષ્ટને આપનારા અનર્થને પામતો નથી, તથ છેવટે સત્પરૂષોના માનને પામીને ઈચ્છિત એવી મોક્ષને સ્થિતિને આશ્રય કરે છે. સર્વ લેક ધર્મના આરાધનને ઈ છે, ધર્મને આશ્રિત થયેલ મનુષ્ય કલ્યાણવાળો થાય છે, ધર્મવી વિનોને સમૂહ નાશ પામે છે, ડાહ્યો માણસ ધર્મને માટે સદ યત્ન કરે છે, ધર્મથી ક્ષણવારમાં મોટી સંપદા પ્રાપ્ત થાય છે. ધર્મને પ્રભાવ ઘણો મટે છે અને ઉચિત એવો ધર્મ કરવાર્થ શું શું સિદ્ધ થતું નથી ? ઉચ્ચ કુળમાં જન્મ, નિર્મળ કીતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ ' (19) * સિભાગ્ય, નિરેગતા, લક્ષ્મી, અદ્ભુત સુખ, મનહર રસ્ત્રી, વિદ્યા, લાંબુ આયુષ્ય, લોકમાં પૂજ્યતા, નિર્મળ યશ, હાથી , ઘોડાનો સમૂહ તથા દેવેંદ્ર અને ચક્રવતીને વૈભવ–આ સર્વ , મનુષ્યોને ધર્મથી જ નિરંતર પ્રાપ્ત થાય છે. આથી કરીને - તમે બને અજ્ઞાનમૃત્યુનો ત્યાગ કરી ધર્મના આરાધન માટે | સર્વ પ્રકારની સિદ્ધિને આપનાર અને તપસ્વીઓના સમૂહથી - સેવાતા એવા ઉજંયતગિરિ ઉપર જાઓ.” આ પ્રમાણે મુનિનું વચન સાંભળીને ભીમરાજાએ પૂછયું * કે-“હે તપના નિધાન! આવુ દુ:ખ મને શાથી (કયા કર્મથી) * પ્રાપ્ત થયું છે ?" ત્યારે ઇંદ્રિઓને જીતનાર મુનીન્દ્ર પોતાના - જ્ઞાનથી જાણીને બોલ્યા કે " પૂર્વ ભવે તેં સુનિની વિરાધના ' કરી છે તેથી તું દુઃખ પામ્યું છે. સુખનું કારણ ધર્મ અને દુઃખનું કારણ અધર્મ જ કહ્યું છે. તું તે વૃત્તાંતને સાંભળ. * આ ભરતક્ષેત્રમાં પ્રતિષ્ઠાનપુર નામનું મને હર નગર છે. - તેમાં પરાક્રમી શક્તિસિંહ નામને રાજા હતા. મોટી રાજ્ય* લક્ષ્મીવડે અને રાણીઓના સમૂહવડે શોભતો તથા ન્યાયને વિષે નિપુણ બુદ્ધિવાળે તે રાજા રાજ્યનું પાલન કરતો હતો. . એક દિવસ તે રાજા શિકાર કરવા વનમાં ગયા. ત્યાં તેણે એક મૃગલાને બાણવડે લક્ષ્ય કે, તે વખતે તે મૃગલે ત્યાંથી નાશી ગયે. રાજા તેની પાછળ શીધ્રપણે દેડ્યો, પરંતુ તે - મૃગલે નિર્ભાગીના ધનની જેમ વૃક્ષની ઘટામાં ભરાઈને અદ્રશ્ય થઈ ગયો. ત્યાં એક વૃક્ષની નીચે કોઈ એક મુનિ કાર્યોત્સર્ગ રહ્યા હતા. તેને જોઈ રાજાએ પૂછ્યું કે-“મૃગલો ક્યાં ગયો? તે કહો.” મુનિનું મન ધ્યાનમાં સ્થિર હતું તેથી તે મોનપણે જ રહ્યા, તેથી ક્રોધ પામેલા રાજાએ તે મુનિને બાંધવા માટે પિતાના સેવકોને હુકમ કર્યો. ત્યારે તેઓએ તે સુનિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ * ( 20 ) ધી તેને ત્યાં જ મૂકી આગળ ચાલ્યા અને જેમની ઇન્દ્રિય આકુળવ્યાકુળ થઈ છે એવા તે સવે દરેક સ્થાને મૃગલાની શોધ માટે ભમવા લાગ્યા. પરંતુ તે મૃગલે તેમને પ્રાપ્ત થયો નહીં ત્યારે રાજા પાછો વળ્યો અને મનમાં સંકઃપવિકલ્પ કરતાં તેને મુનિનું બંધન યાદ આવ્યું. તેણે અઢાર ઘડી સુધી મુનિને બંધન રાખ્યું. પછી શાકને ધારણ કરતા તેણે મુનિને બંધનથી મુક્ત કર્યો. પછી વિનયથી યુક્ત એ તે રાજા મુનિને ખમાવી પોતાના રાજ્યમાં આવી પ્રજાનું પાલન કરવા લાગ્યો. તે શક્તિસિંહ રાજા મરીને આ ભવમાં તું થયું છે. પ્રાણીઓ પૂર્વભવમાં કરેલાં કમેને આ ભવમાં ભેગવે છે. ધ્યાનમાં રહેલા મુનિને તે અંતરાય કર્યો હતો, તે તારૂં કર્મ ખમાવવાથી પણ સર્વથા ક્ષીણ થયું નહોતું. તે કર્મવડે તને દઢ ભેગાંતરાયને બંધ થયો હતો. આ પ્રમાણે જાણીને હે મહાબુદ્ધિમાન પથિક ! તું શક ન કર. બુદ્ધિમાન પુરૂએ નિરંતર મુનિઓની સેવા કરવી. તેઓની કદાપિ વિરાધના ન કરવી, કેમકે તેમની વિરાધના કરવાથી મનુષ્ય અનેક દુઃખોને પામે છે અને તેમની સેવા કરવાથી સર્વદા મનવાંછિત ફળને પામે છે. હે ભદ્ર! હવે તારે અશુદયને કાળ પૂર્ણ થયો છે, તેમાં કાંઈ પણ સંશય નથી. હવે થોડા કાળમાં તારું કલ્યાણ થવાનું છે, માટે તું ખેદનો ત્યાગ કર. હે ભીમ ! પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યને લીધે તું આ આખી પૃથ્વીને જિનેશ્વરના મંદિરોવડે સુશોભિત કરીશ. અધુના આ જગતમાં તારી જે પુણ્યશાળી પુરૂષ કેઈ પણ જણાતો . નથી, તેથી હવે તારે જરા પણ દુષ્ટ વિચાર કરે નહીં.” આ પ્રમાણે મુનિનાં વચન સાંભળીને મિત્ર સહિત ભીમસેન મુનિને નમસ્કાર કરી શુભ ધ્યાન કરતો રેવતગિરિ - તરફ ચાલ્યો. અનુકમે તે ગિરિ ઉપર ચડીને તેણે અતિ ઉગ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ ( 21 ) : તપસ્યા કરી અને શ્રી નેમિનાથ પરમાત્માની પૂજા કરી. એકદા ત્યાં એક માટે સંઘ યાત્રા કરવા માટે આવ્યો. તે સંઘને અધિપતિ, ભીમનો નાનો ભાઈ જિનવલ્લભ હતો. તે જિનાલયને વિષે યાત્રિક. જનો અને પ્રધાનની સાથે પ્રભુની આરતી. ઉતારતો હતો. તે વખતે ત્યાં રહેલા ભીમસેને પોતાના લઘુબંધુને જોયો. આરતીની ક્રિયા સમાપ્ત થયા . પછી તેણે પણ ભીમને જોયો અને ઓળખ્યો. તરતજ તેણે . મંત્રીઓને કહ્યું કે-“ અહીં જુઓ, આ પુરૂષ કોણ છે ?" તેને જોઈ. મંત્રીઓ હર્ષથી બોલ્યા કે–“હે રાજન ! જેને માટે તમે આખું જગત શેધાવ્યું તે આ તમારા ભાઈ છે.” પછી સર્વ લોકે ઉભા હતા તેમની સમક્ષ તે રાજા મનમાં હર્ષ પામી પોતાના જયેષ્ઠ બંધુને આલિંગન કરી વારંવાર પ્રણામ કરવા લાગ્યું. ભીમસેન પણ સ્નેહરૂપી લતાને વૃદ્ધિ પમાડવા માટે હર્ષથી વારંવાર તેના મસ્તક પર અશ્રુજળને સિચત ચુંબન કરવા લાગ્યો. પછી નાનો ભાઈ ભક્તિથી બોલ્યો કે " હે યેષ્ઠ બંધુ ! જગતમાં એવું કોઈ પણ સ્થળ નથી કે જયાં મેં સેવકને મોકલીને તમારી શેધ ન કરાવી હોય. હે ભાઈ ! અત્યારસુધી થાપણની જેમ તમારા રાજ્યની મેં રક્ષા કરી છે, માટે હવે કૃપા કરીને શીધ્રપણે તેનો સ્વીકાર કરો. હે પ્રિય બંધુ ! દીન એવા મને–લઘુબંધુને તજીને આટલો વખત તમે કયાં રહ્યા? તમે નેહરહિત કેમ થયા?” આ પ્રમાણે તેના વિનયના વચનોવડે ભીમસેન અતિ હર્ષ પામ્યા અને તત્ત્વબુદ્ધિવાળા તેણે મંત્રીઓ સમક્ષ રાજ્યને સ્વીકાર કર્યો. ત્યારપછી ભીમસેને શુદ્ધ જળવડે સ્નાન કરી પ્રભુની સ્નાત્રપૂજા કરી, હર્ષથી આરતી ઉતારી. પછી ત્યાં અષ્ટાલિકા ઉત્સવ કી હમેશાં નાના ભાઈ સહિત ભીમસેને વિધિપૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ (22) ! શ્રી નેમિનાથની પૂજા કરી. ત્યારપછી જિનેશ્વરને નમસ્કાર કરી પોતાના પરિવાર સહિત બુદ્ધિમાન ભીમસેન પોતાના દેશ તરફ ચાલ્યો. માર્ગમાં અનેક રાજાઓથી પૂજાતો લીમસેન રાજા મહોત્સવપૂર્વક પોતાના નગરમાં આવ્યો. તે વખતે શુભ લક્ષણવાળા તે રાજાને જોઈને પાર લોકોએ હર્ષ પામી મહોત્સવપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. નગરની સ્ત્રીઓએ વધાવવા માટે ઉછાળેલ લાજ ( ધાણ )ને ગ્રહણ કરતા તે રાજા લેકોને દષ્ટિવડે આનંદ પમાડતો પિતાના રાજમહેલમાં આવ્યો. ત્યાં ધન, વસ્ત્ર, અશ્વ, તાંબુલ, મિષ્ટ વચન અને પ્રસન્ન દષ્ટિવડે સર્વ જનોને સત્કાર કરી રાજાએ પોતાના મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યારપછી પોતાના બંધુ સહિત ભીમસેને કુળદેવતાને નમસ્કાર કરી તથા ભજન કરી ક્ષણવાર વિશ્રાંતિ લીધી. ત્યારપછી પ્રતિહારીએ સભાનો સમય જણાવ્યો ત્યારે સભાસદાવડે શોભતા સભામંડપમાં ભીમરાજા આવ્યો. આ રીતે લોકોને પ્રસન્ન કરતો, આરતા રહિતપણે ધર્મને કરતો અને ભરહિતપણે ધનને ગ્રહણ કરતો તે રાજા શાંતિપૂર્વક પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. તે રાજા રાજ્ય કરતો હતો ત્યારે ચારી એવો શબ્દ જ માત્ર સાંભળવામાં આવતો હતો, નગરના લોકે જરા પણ દુઃખી નહોતા અને કોઈ ધર્મભ્રષ્ટ પણ નહોતા પિતે ક્રોધથી માતપિતાનો વધ કર્યો હતો તે વાત સ્મૃતિમ આવવાથી અત્યંત શોક કરતા તે ભીમરાજાએ પૃથ્વીને જિને શ્વના ચેત્યોથી સુશોભિત કરી. સંસારસંબંધી વિકારોને ત્રાસ પમાડતો, દીનજનોની દીનતાને દળી નાખતો અને પૂજ્યની ભક્તિ કરે તો તે રાજા રાજ્યનું પાલન કરવ લાગ્યો. સર્વ શત્રુઓનો પરાજય કરી અને લઘુબંધુર યુવરાજપદ પર સ્થાપન કરી પેલા પરદેશી મિત્રને તેણે કેશન અધિપતિ બનાવ્યો - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ ( 23 ) : એકદા તે રાજા જિનેશ્વરની પૂજા કરવા માટે નગરની બહાર * * ઉદ્યાનમાં ગયો. ત્યાં એક વિદ્યાધરને જોઈને આદરથી તેણે તેને પૂછયું કે-“હે ભદ્ર! તું કયાંથી આવ્યો છે?” તે પણ પ્રસન્ન થઈ બોલ્યો કે-“ હે રાજન ! સંસારમાં અભયને આપનારી , મારી વાર્તા તમે સાંભળે. શત્રુંજય અને રેવતાચળ તીર્થની ' , સુખદાયક યાત્રા કરીને હું અહીં રહેલા શ્રીજિનેશ્વરને નમવા માટે આવ્યો છું.” આ પ્રમાણે તે વિદ્યાધરનું વચન સાંભળીને તે રાજાને તીર્થનું સ્મરણ થયું. તેણે વિચાર કર્યો કે-“મને : ધિકાર છે કે તે ગિરીંદ્ર ઉપર જઈને મેં પ્રભુને નમન કર્યું નહીં. આ લોકમાં મૃત્યુ ( યમરાજ ) જેનો મિત્ર હોય, જે મૃત્યુને ઓળંગી આગળ ગયો હોય અને જેનું અમરપણું નિશ્ચિત થયેલું હોય તેવા પ્રાણી ભલે સુખેથી સુવે, પરંતુ જેમના મસ્તક ઉપર મૃત્યુની ઘંટા સદા નાદ કરી રહી હોય, છતાં પણ મેહપાશથી બંધાયેલો રહી જે આમાના હિતને યાદ કરતો નથી તે ભૂલ કરે છે. ભયંકર મૃત્યુથી ગ્રસ્ત થયા છતાં. અને, વૃદ્ધ થયા છતાં પણ બુદ્ધિ વિનાનો મનુષ્ય આત્માને હિતકા- . રક એવી લોકાંતરના (પરલોકના) સુખની અપેક્ષા ( ઈચ્છા) સરખી પણ કરતો નથી. રોગોના જ એક મૂળરૂપ એવા આ શરીરને પામીને શાંત ચિત્તવાળા પ્રાણીઓ જ્યાં સુધી પોતાને નિરોગતા હોય ત્યાં સુધીમાં આત્મહિત કરી લે છે. જ્યાં સુધી જરા પ્રાપ્ત થઈ નથી અને જ્યાં સુધી ઇંદ્રિયોની સુંદરતા છે ત્યાં સુધીમાં બુદ્ધિમાન પુરૂએ આત્મહિતને માટે યત્ન કરવો જ જોઈએ. જ્યાં સુધી શરીરે આરેગ્યતા છે અને જ્યાંસુધી બુદ્ધિબળનો ઉદય છે ત્યાં સુધી પકાર કરવામાં વિલંબ કરવો નહીં. પરોપકારમાં તત્પર થયેલા અને સંતોષરૂપી અમૃતનું પાન કરનારા પુરૂષો આ ભયંકર સંસારસાગરને સુખેથી તરી શકાય તે કરે છે. દયામાર્ગને પામીને જેઓ લેશ પણ હિંસાને ફરતા નથી, તેઓ બીજાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ (24) ઓનો પણ ઉદ્ધાર કરીને આ સંસારને તરી જાય છે અથૉત્ મોક્ષને પામે છે. ભૂતલને વિષે મરણ પામતા પ્રાણીઓ દુષ્કર્મના પ્રભાવથી પોતાના હિતને જોઈ-જાણી શકતા નથી. નિરતર જતા અને આવતા એવા દિવસો પુરૂષના આયુષ્યને હરણ કરીને વ્યતીત થાય છે, તે વાત દીન મનવાળા મૂઢ પુરૂષો જાણતા નથી. " આ પ્રમાણે વિચાર કરીને તે ભીમસેન રાજા પિતાના લઘુબંધુને રાજ્ય આપી છેડે પરિવાર ગ્રહણ કરી સમૃદ્ધિ સહિત રેવતગિરિ તરફ ચાલ્યો. અનુકમે ચાલતાં તેણે પ્રથમ શત્રુંજય મહાગિરિ ઉપર જઈ આદીશ્વર પ્રભુને નમી તેની ગંધપુષ્પાદિક વડે પૂજા કરી. પછી ત્યાં વિધિપૂર્વક મહોત્સવ કરી ત્યાંથી નીચે ઉતરી પ્રીતિપૂર્વક રેવતગિરિ ઉપર ગયો. ત્યાં નેમિનાથ જિનેશ્વરની કપૂર, અગરૂ અને નંદનવનના પુપિવડે પૂજા કરી. ત્યાં ધનવડે યાચકોને તૃપ્ત કરતો અને દાન, શીલ, તપ તથા ભાવ એ ચાર પ્રકારના ધર્મને આરાધતો તે રાજા ચાર વર્ષ રહ્યો. ત્યારપછી પ્રમાદરહિત તે રાજાએ જ્ઞાનચંદ્ર નામના મુનિની પાસે મોક્ષલક્ષ્મીને આપનારી દીક્ષા ભાવથી ગ્રહેણ કરી. તેમને જોઈને ઈંદ્ર કહે છે કે તે જ આ ભીમસેન રાજા મુનીશ્વર થઈને અહીં જ રહીને સ્વર્ગ અને મોક્ષની સિદ્ધિને આપનાર તપસ્યા કરે છે. પૂર્વે મેટું પાપ કરનાર આ મુનિ આજથી આઠમે દિવસે આ જ પર્વત ઉપર કેવળજ્ઞાન પામી મેક્ષે જશે. હે દેવ ! અમે પ્રથમ પવિત્ર અર્બદ (આબુ) ગિરિ ઉપર ગયા હતા. ત્યાં જ્ઞાનચંદ્ર મુનિના મુખથી આ તીર્થનું માહાતમ્ય સાંભળ્યું હતું. આ પ્રમાણે અપૂર્વ નમ્રતાપૂર્વક વચનની શ્રેણિને બેલતા ઈંદ્ર દેવોને કહ્યું કે–“આ પર્વતનો. બીજે પણ અદ્ભુત મહિમા સાંભળે-જે મનુષ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ (25) = મહાપાપી, દુષ્ટ અને કુષ્ટાદિક વ્યાધિથી પીડાયેલા હોય, તેઓ પણ રેવતાચલને સેવવાથી સર્વ પ્રકારના સુખને પામે છે. જે આ તીર્થ ઉપર થોડું પણ દાન આપ્યું હોય તો તે અનુક્રમે વૃદ્ધિ પામીને મોક્ષસુખને આપનાર થાય છે. આ ગિરિ ઉપર દ્રવ્યને અથી દ્રવ્યને પામે છે, સુખનો અથી સુખને પામે છે, રાજ્યનો અથી રાજ્યને પામે છે અને સ્વર્ગન અથી સ્વર્ગને પામે છે. શ્રી નેમિનાથ જિનેશ્વર પોતે જ જે તીર્થનો આશ્રય કરીને રહ્યા છે, તે પાપને હરણ કરનાર તીર્થને કયે પુરૂષ ન સેવે ?" આ પ્રમાણે કહીને ઈદ્ર સ્વર્ગ : લેમાં સીધાવ્યા. ભીમસેન રાજર્ષિ અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળી સર્વ કર્મ ખપાવી મોક્ષપદને પામ્યા. ઈતિ. જ્યાંસુધી સૂર્યચંદ્ર આ ભૂતલને તેજસ્વી કરે છે, જ્યાં સુધી આ પૃથ્વી મનુષ્યોના હર્ષ માટે નિરંતર સ્થિરતાને ધારણ કરે છે અને જ્યાં સુધી સમુદ્ર પોતાની મર્યાદામાં રહે છે, ત્યાંસુધી ભીમરાજાનું આ મનોહર ચરિત્ર ભવ્ય પ્રાણીએને બોધ આપનાર થાઓ. વિદ્વાનોના સમૂહના મુગટ સમાન શ્રીધનેશ્વરસૂરિએ ઘણું રસને આપનારૂં શ્રી શત્રુંજયમાહાસ્ય રચ્યું છે, તેમાં ભીમસેન રાજાની કથા કહેલી છે. તેના અનુસારે શ્રી અજિતસાગરસૂરિએ શ્રેષ્ઠ એવા મહાનસપુર (મહેસાણા) માં રહીને વિકમ સંવત ૧૯૮૫ના વર્ષને : પહેલે દિવસે આ ચરિત્ર રચ્યું છે. ઇતિ શ્રી અજિતસાગરસૂરિએ રચેલી શ્રી ભીમસેન રાજાની કથા સમાપ્ત, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધગિરિના આશ્રયથી ઉદ્ધાર પામેલા કંડૂરાજાની થા. : પૂર્વે કંડુ નામે ચંદ્રપુરીનો રાજા હતો. તે અનેક ખોટાં વ્યસનમાં ગ્રસ્ત, મહાપાપી અને યમ જે ક્રૂર હતું. અનેક અન્યાયાચરણથી પ્રજાને પડતાં તેને ક્ષય રોગ ઉત્પન્ન થયો, તેથી તેને દેહ ક્ષીણ થવા માંડ્યો, એટલે તેને મિત્રની જેમ ધર્મનું સ્મરણ થયું. “મૂઢબુદ્ધિવાળા જીવો જ્યાં સુધી સર્વ રીતે સુખી હોય છે ત્યાંસુધી ધર્મને કિંચિત્માત્ર સંભારતા પણ નથી; પરંતુ જયારે મૃત્યુનો ભય લાગે છે ત્યારે જ તેઓ ધર્મને યાદ કરે છે.” - એકદા તે કંડૂરાજા પોતે કરેલાં અન્યાયાચરણને સંભારતાં ખિન્નચિત્તે સભામાં બેઠેા હતો, એવામાં ક૯પવૃક્ષના પત્ર ઉપર લખેલો એક દિવ્ય કલેક કોઈએ આકાશમાંથી મૂકેલે તેને પાસે આવી પડ્યો. તે લેક તેના અન્યશાળી પૂર્વજોના પુન્યથી વશ થયેલી તેની ગોત્રદેવી અંબિકાએ તેને જાગ્રત કરવ નાખેલ હતું. તેનો ભાવાર્થ એ હતો કે પૂર્વ ભવમાં કરેલ સુકૃતથી સઘળી સંપત્તિને પામ્યા છતાં જે મૂઢારમા આ ભવમ ધર્મને જ વિસારી દે છે તે સ્વસ્વામીદ્રોહ કરનાર મહાપાતકી શ્રેય શી રીતે થઈ શકશે ?" ઉક્ત કલાકનો ભાવાર્થ મનમ વિચારી પોતે કરેલાં અનેક અન્યાયાચરણને સંભારી બહુ ખે પામતો ચિંતાતુર થયેલ તે રાજા રાત્રિના વખતે એકલે રાજ્ય છોડી મરવાને માટે નિશ્ચય કરી ચાલી નીકળ્યો. જેવે જય શી કલા અને શનિ નીકળ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ ( 7 ) તે નગર બહાર નીકળ્યો કે તરતજ એક સુંદર ગાય તેના જેવામાં આવી. તે ગાય રાજાની સામે ધસી આવીને તેને પ્રહાર કરવા લાગી. તે જોઈ રાજાએ પણ રીસથી ખદ્ગ ઉગામીને તે ગાયના બે ટુકડા કરી નાખ્યા. તેમાંથી એક હાથમાં કાતો નચાવતી ભયંકર સ્ત્રી નીકળી. તે સ્ત્રીએ આક્રોશ કરી તેને યુદ્ધ કરવા કહ્યું, જેથી તે સ્ત્રીનાં ગર્વયુક્ત વચન સાંભળી જેવો તેની સામે બલ્ગ ઉગામવા જાય છે તેવામાં તે સ્ત્રીની કાતીવડે પિતાને વધાઈ ગયેલ અને રૂધિર ઝરતે જોઈ કંડુંરાજા બહ જ ખેદ પામ્યો. એટલે તે સ્ત્રીએ તેને પુનઃ યુદ્ધ કરવા જણાવ્યું, તેથી તે શોકસાગરમાં ડૂબી ગયો છતો વિચારવા લાગ્યું કે “અહો! દેવ જ્યારે વિપરીત થયું ત્યારે હું એક સ્ત્રીથી પણ પરાભવ પામ્યો. અહો ! હું મરવા માટે જ નીકવ્યો હતો તે ભૂલી જઈ મેં ગેહત્યાનું મહાપાપ કર્યું. હવે મારી શી ગતિ થશે? હવે આપત્તિમાં આવી પડેલો હું શું કરું? અથવા દવ બળે ત્યારે કુવો ખોદવો શા કામનો ?.. - આવી રીતે તે શકાગ્રસ્ત બની વિચાર કરતો હતો હતો તેવામાં તેને તે સુંદર યુવતી કે જે અંબિકા જ હતી, તેણે કહ્યું કે “હે મૂઢ! હજી તારા ચિત્તમાં ધર્મબુદ્ધિ પ્રગટી નથી, ફક્ત તું દુ:ખાવિષ્ટ થવાથી હમણ ધર્મને સંભારે છે. જો કે મદાંધપણે તે અનેક કુકૃત્યો કર્યો છે, તો પણ હવે તું ધર્મનો આશ્રય લે, કારણ કે તેના જેવો કોઈ ઉપગારી નથી. છેવટે પણ જે તેને આશ્રય લે છે તેને તે તારે છે. હું અંબિકા નામે તારી ગેત્રદેવી છું. તારી પરીક્ષા કરવા માટે મેં આ બધી પ્રવૃત્તિ કરી છે. હજુ તારામાં ધર્મની યોગ્યતા નથી, તેથી તે દેશાટન અને તીથોટને કર, ક્ષમાયુક્ત સર્વ દુઃખ સહન કર. પછી જ્યારે તારામાં યોગ્યતા જઈશ ત્યારે ફરી પ્રગટ થઈ તને ઉચિત માર્ગ જરૂર બતાવીશ, એમ કહી દેવી નમ તારી કરી છે. કોટન કર ત્યાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ ( 28 ) : અંતર્ધાન થઈ ગઈ. કંડૂરાજા વિચારે છે કે– હજુ મારૂ ભાગ્ય જગતું છે કે મારી શેત્રદેવીએ હિતબુદ્ધિથી મને દર્શન દીધું. હવે હું પ્રમાદરહિત થઈ એવો ઉદ્યમ કરું કે જેથી થોડા જ વખતમાં ધર્મને યોગ્ય થઈ આત્મહિત સાધી શકું.” એમ વિચારી પ્રભાતે તે ત્યાંથી કઈ દિશા તરફ ચાલી નીકળ્યો. પ્રસન્ન ચિત્ત થવાથી તે દુ:ખ ભૂલી ગયો. પછી તે કેલ્લાકગિરિ ઉપર આવી રાત્રિ વાસ રહ્યો. પાછલે પ્રહરે કઈક વેરી યક્ષે પ્રગટ થઈ ક્રોધયુક્ત વચનથી કહ્યું કે-“હે દુષ્ટ ! તેં પૂર્વે મને મારી હારી સ્ત્રીનું હરણ કર્યું હતું તે તને સાંભરે. છે ? હવે તારૂં મરણ નજદીક આવ્યું છે, માટે તારા ઈષ્ટનું સ્મરણ કર.” એમ કહી તેણે તેની બહુ રીતે દર્થના કરી. છેવટે તેને કોઈ એક ગુફામાં જીવતો મૂકીને યક્ષ અંતાન થઈ ગયો. આ વખતે તે રાજા પોતે પૂર્વે કરેલાં અન્યાયાચરણને સંભારી સંભારી મનમાં ચિંતવે છે કે-“આ દુ:ખ તો દુષ્કૃત્યનાં પ્રત્યક્ષ ફળરૂપ છે, પણ હું શું જાણું કે તેના કેવાં કટુ ફળ આગળ ભેગવવાં પડશે ? " એવી રીતે પિતાનાં દુષ્કૃત્યોની નિંદા કરતો તે પાપના ક્ષય માટે અહીંતહીં ભમવા લાગ્યો. એવામાં તેની માત્રદેવી અ બિકો પ્રગટ થઈ બોલી કે-“હે વત્સ ! હવે જ્યાં ત્યાં ફરવાની તારે જરૂર નથી. ફક્ત શત્રુંજયગિરિનું જ તું સેવન કર. તેં પૂવે એવાં દુષ્કૃત્યો કર્યાં છે કે તે ગિરિરાજનું સેવન કરવાથી જ સર્વ પાપો ક્ષય થઈ શકશે, તે વગર તેને ક્ષય થઈ. શકશે નહિ.” એવી રીતે ત્રદેવીએ કહેલાં હિતકારી વચનો સાંભળી અને તેનાં જ મુખે તે ગિરિરાજનો પ્રઢ મહિમા શ્રવણ કરી, અતિ ઉત્સાહપૂર્વક તે તીર્થરાજ તરફ ચાલી નીકળ્યો અને તેના દર્શન થાય ત્યાંસુધી તેણે ખાનપાનનો ત્યાગ કર્યો. અનુક્રમે ગિરિરાજનાં અને એક શાંત મુનિના તેને દર્શન થયાં. P.P. Ac. Gunratnasuri M.S. Page #31 -------------------------------------------------------------------------- ________________ ( 9 ). મુનિના સદુપદેશથી તેણે તેમની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર અંગીકાર કરી અનુક્રમે શ્રી તીર્થરાજને શુદ્ધ ભાવથી . બેટી, તથાધિપતિ શ્રી આદિનાથનાં વારંવાર અનિમેષ નેત્રે | દર્શન કરી, તે મહાદુષ્કર તપ કરવા લાગ્યો, તેથી તેનાં સકલ આ કર્મ ક્ષીણ થઈ ગયાં અને શુદ્ધ ધ્યાન યોગે તે શિવરમણનો * એકતા થયો. એવી રીતે એકનિષ્ઠાથી જે ભવ્યજનો શ્રીશુ ગુંજય તીર્થનું તેમજ શ્રી આદીશ્વર પ્રભુનું સેવન કરશે તે " પણ કંડૂ નરપતિની પેરે સર્વ દુઃખનો અંત કરી અનુક્રમે પર• મપદ પામશે. જિતારીરાજા પણ એ તીથાધિરાજના સેવનથી . સર્વ રીતે સુખી થયો. શાંતનુ રાજા પણ પિતાના પુત્રો સહિત - શત્રુંજય તીર્થ તથા શ્રી શત્રુંજયી નદીનું સેવન કરી પોતાના દુઃખનો અંત કરી સુખ સમૃદ્ધિ પામ્યો. પૂર્વકર્મના યોગથી. કેઢ રેગાવિષ્ટ થયેલે મહીપાલ કુમાર ફક્ત સૂર્યકુંડના { જળના સ્પર્શમાત્રથી રોગમુક્ત થઈ કંચન જેવી કાયાવાળે થયો. એવી રીતે આ તીર્થપતિનાં સેવનથી કઈક જીવોનાં કલ્યાણ થયાં છે, થાય છે અને ભાવી કાળે પણ થશે. . જો કે એ ગિરિરાજ ઉપર કાળની અનંતતાથી અનંત કેટિ જીવો સિદ્ધિપદ પામ્યા છે, તો પણ વર્તમાન ચોવીશી વિગેરેમાં સિદ્ધિપદ વરેલા જીવોની અત્રે ટુંક નોંધ પ્રસંગો- - - પાત આપવામાં આવે છે. અત્રે સિદ્ધ થયેલા મહાત્માઓની ટુકી નેંધ. * કેણ , કેટલી સંખ્યા સાથે. શ્રી ઋષભદેવ પ્રભુના વંશજો અસંખ્યાતા. શ્રી પુંડરીક ગણધર - પાંચ કોડ દ્રાવિડ વારિખિલ્લ દશ કોડ આદિત્યયશા (ભરત મહારાજાના પુત્ર) . એક લાખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ (30) સોમયશ ( બાહુબલિના વડા પુત્ર) તેર કોડ બાહુબલિના પુત્ર એક હજાર ને આઠ નમિ વિદ્યાધરની પુત્રી : ચર્ચા પ્રમુખ ચેસઠ નમિ વિનમિ વિદ્યારે - બે કોડ સાગર મુનિ એક કેડ ભરતમુનિ પાંચ કોડ * અજિતસેન સત્તર કોડ અજિતનાથ પ્રભુના સાધુઓ દશ હજાર શ્રી સારમુનિ એક કોડ શ્રી શાંતિનાથ પ્રભુ સાથે ૧પરપપ૭૭૭ મુનિઓ રામ ભરત ત્રણ કોડ પાંચ પાંડવો વીશ કોડ વસુદેવની સ્ત્રીઓ પાંત્રીશ હજાર : વેદભી ચુમાળીશ (400 ) નારદ ઋષિ એકાણુ લાખ શાંબ પ્રદ્યુમ્ન સાડી આઠ કોડ દમિતારિ મુનિ ચેદ હજાર થાવસ્થા પુત્ર . - એક હજાર શુક પરિવ્રાજક (શકાચાર્ય) , એક હજાર સેલગાચાર્ય . પાંચ સે સુભદ્રમુનિ : - સાત સે કાલિકમુનિ એક હજાર કદંબ ગણધર (ગત વીશીમાં) એક કોડ સંપ્રતિ જિનના થાવસ્થા ગણધર એક હજાર . આ સિવાય ષભસેનજિન પ્રમુખ અસંખ્યાતા તીર્થકરો, દેવકીજીના છ પુત્રો, જાળી, મયાળી ને ઉવયાળી (જાદવપુત્રો), સુવ્રત શેઠ, ગંડકમુનિ, સુકેસલમુનિ, તેમજ અયસત્તામુનિ વિગેરે સંખ્યારહિત મહાત્માઓ અત્ર સિદ્ધિપદ પામ્યા છે. Sીજીના છ પુત્ર સલમુનિ, દ્વિપદ પામ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ ( 31 ) યાત્રાના પર્વ દિવસે. કારતક સુદ 15 શ્રી ઋષભદેવજીના પિત્ર દ્રાવિડ ને વારિખિલ્લ '' દશક્રોડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા. ' માગશર સુદ 11 મન એકાદશી. પોષ વદ 13 શ્રી ઋષભદેવજીની નિર્વાણ કલ્યાણકની તિથિ, મેતેરસ. મહા સુદ 15 શ્રી મરૂદેવી માતાના ચૈત્યની વર્ષગાંઠ. ફાલ્ગન શુદ 8 શ્રી ત્રાષભદેવજી એ જ તિથિએ પૂર્વનવાણું વાર સિદ્ધાચળે સમોસર્યા. ફાલ્ગન શુદ 10 નમિ વિનમિ વિદ્યાધર બે કોડ મુનિવર સાથે - સિદ્ધિપદ પામ્યા. ફાગુન સુદ 13 શ્રી કૃષ્ણના પુત્ર સાઓ ને પ્રધુરા સાડી આઠ કોડ યુનિ સાથે ભાડવા ડુંગરે સિદ્ધિપદ પામ્યા ( છ ગાઉની પ્રદક્ષિણાને દિવસ). ફિલ્થન શુદ 15 શ્રી પુંડરીકસ્વામીએ પાંચ ક્રોડ મુનિ સાથે સિદ્ધગિરિ પર અણસણ કર્યું. ફાલ્ગન વદ 8 શ્રી કષભદેવની જન્મકલ્યાણક તથા દીક્ષા કલ્યાણક તિથિ (વરસીતપની શરૂઆત) ચેત્ર શદ 15 શ્રી પુંડરીક ગધર પાંચ કોડ મુનિ સાથે શત્રુંજય ઉપર સિદ્ધિપદને પામ્યા. ચૈત્ર વદ 14 મિવિદ્યાધરની ચર્ચા વિગેરે 64 પુત્રીઓ સિદ્ધિપદ પામી ( ચર્ચગિરિ ) વૈશાખ સુદ 3 વરસીતપનું પારણું કરવાનો દિવસ (અક્ષયત્રીજ) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ (32 ) વિશાખ વદિ 6 શ્રી આદીશ્વર ભગવાનની સંવત 1587 માં થયેલી પ્રતિષ્ઠાની વર્ષગાંઠ. અષાડ સુદ 14 ચોમાગી ચદશ. (ચાલુ વર્ષની છેલ્લી યાત્રા) શ્રાવણ સુદ 15 પાંચ પાંડવો વીશ કોડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા. અત્ર થયેલા 16 મોટા ઉદ્ધારની ટૂંક નોંધ. 1 ભરત ચક્રવતીએ (સપરિવાર) શ્રીનાભ ગણધરની સાથે અહીં આવી કરાવ્યા. - 2 ભરત ચક્રવતીની આઠમી પાટે થયેલા દંડવીર્ય ભૂપાલે કરાવ્યા. 3 સીમંધરસ્વામીને ઉપદેશ સાંભળી ઈશાનેન્ટે કરાવ્યા. 4 ચેથા દેવલેકના ઈન્દ્ર મહેન્દ્ર કરાવ્યો. 5 પાંચમા દેવલોકના સ્વામી બ્રહ્મ કરાવ્યું. 6 ભુવનપતિના ઈન્દ્ર ચમરેન્ટે કરાવ્યું. 7 અજિતનાથ સ્વામીના બંધુ સગર ચકવતીએ કરાવ્યું. 8 અભિનંદસ્વામીના ઉપદેશથી બંતરેન્ટે કરાવ્યો. ચંદ્રપ્રભુના શાસનમાં ચંદ્રશેખર મુનિના ઉપદેશથી તેમના પુત્ર ચંદ્રયશાએ કરાવ્યું. - 10 શ્રી શાંતિનાથજીના પુત્ર ચકાયુધે પ્રભુની દેશના સાંભળીને કરાવ્યું. 11 શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં રામચંદ્રજીએ કરાવ્યો.. 12 શ્રી નેમિનાથજીના ઉપદેશથી પડઓ દેવ સહાયથી , કરાવ્યા, .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ (33 ) જાવડશાહ શેઠે વાસ્વામીની સહાયથી સંવત્ 108 માં કરાવ્યું. ' ક 14 શ્રી કુમારપાળ રાજાના વખતમાં બાહડમંત્રીએ 1213 માં કરાવ્યું. 15 સમરાશા ઓસવાળે સંવત 1371 માં કરાવ્યું. 16 કરમાશા શેઠે સંવત્ 1587 માં કરાવ્યું. આ મુખ્ય ઉદ્ધારેની જ વાત છે. તે સિવાય શત્રુંજયક૯પમાં કહ્યા મુજબ અત્ર અસંખ્ય ઉદ્ધારે, અસંખ્ય ચૈત્ય અને અસંખ્ય પ્રતિમાઓ કરાવવામાં આવેલ છે. એ બધે આ ઉત્તમ ગિરિરાજને જ પ્રભાવ જાણો.. પ્રતિદિન જાપવડે સ્મરણ કરવા યોગ્ય આ તીથ ધિરાજના અનેક ઉત્તમ નામની યાદી. 1 શત્રુંજય, 2 બાહુબલિ, 3 મરુદેવ, 4 પુંડરીકગિરિ, 5 રેવતગિરિ, વિમલાચલ, 7 સિદ્ધરાજ, 8 ભગીરથ, 9 સિદ્ધક્ષેત્ર, 10 સહસકમલ, 11 મુકિતનિલય, 12 સિદ્ધાચલ, 13 શતકૂટગિરિ, 14 ઢંક, 15 કેડીનિવાસ, 16 કદંબગિરિ, 17 લોહિત્ય, 18 તાલધ્વજ, 19 પુણ્યરાશિ, 20 મહાબલ, 21 દ્રઢશક્તિ, 22 શતપત્ર, 23 વિજયાનંદ, 24 ભદ્રકર, 25 મહાપીઠ, 26 સુરગિરિ, 27 મહાગિરિ, 28 મહાનંદ, 29 કર્મસૂડણ, 30 કૈલાસ, 31 પુષ્પદંત, ૩ર જયંત, 33 આનંદ, 34 શ્રીપદ, 35 હસ્તગિરિ, 36 શાવતગિરિ, 37 ભવ્યગિરિ, 38 સિદ્ધશેખર, 39 મહાશય, 40 માલ્યવંત, 41 પૃથ્વીપીઠ, 42 દુઃખહર, 43 મુક્તિરાજ, 4 મક્સિકત, ૪પ મેરુમહીધર, 46 કંચનગિરિ, 47 આનંદઘર, 48 પુણ્યકંદ, 49 જયાનંદ, 50 પાતાલમૂલ, પ૧ P.P.. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ વિભાસ, પર વિશાલ, 53 જગતારણ, 54 અકલંક, પપ અકમક, પ૬ મહાતીર્થ, પ૭ હેમગિરિ, 58 અનંતશક્તિ, 59 , પુરુષોત્તમ, 60 પર્વતરાજા, 61 જ્યોતિરૂપ, ૬ર વિલાસભદ્ર, 63 સુભદ્ર, 64 અજરામર, 65 ક્ષેમંકર, 66 અમરકેતુ, 67 ગુણકદ, 68 સહસ્ત્રપત્ર, 69 શિવંકર, 70 કર્મક્ષય,૭૧ તમાકંદ, ૭ર રાજરાજેશ્વર, 73 ભવતારણ, 74 ગજચંદ્ર, 75 મહાદય, 76 સુરકાંત, 77 અચળ, 78 અભિનંદ, 79 સુમતિ, 80 શ્રેષ્ઠ, 81 અભયકંદ, 82 ઉવળગિરિ, 83 મહાપદ્મ, 84 વિવાનંદ, 85 વિજયભદ્ર, 86 ઈન્દ્રપ્રકાશ, 87 કપદવાસ, 88 મુક્તિનિકેતન, 89 કેવળદાયક, 90 ચર્ચગિરિ, 91 અષ્ટોતરશતકૂટ, 2 સૌંદર્ય, 93 યશોધરા, 94 પ્રીતિમંડન, 5 કામુકકામ અથવા " કામદાયી , 6 સહજાનંદ, 97 મહેન્દ્રધ્વજ, 98 સર્વાર્થસિદ્ધ, 9 પ્રિયંકર. . . આ નામ સિવાય શ્રી શત્રુંજયમાહાઓમાં બ્રહ્મગિરિ, નાન્દિગિરિ, શ્રેય:પદ, પ્રભ:પદ, સર્વકામદ, ક્ષિતિમંડળમંડન, સહસાખ્ય, તાપસગિરિ, સ્વર્ગગિરિ, ઉમાશંભુગિરિ, સ્વર્ણગિરિ, ઉદયગિરિ અને અબુંદગિરિ વિગેરે નામે પણ આપેલાં જણાય છે. વળી ઉપલાં 99 નામ ઉપરાંત બીજાં 9 નામ સહિત તેનાં 108 નામ પણ અન્યત્ર કહ્યાં છે. યાત્રા કરનારાઓ તેમાંના પ્રત્યેક નામની પ્રતિદિન એક એક નવકારવાળી ગણે અથવા ઉક્ત 108 નામનું એક સાથે સ્મરણ કરે. - સમાસ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉક્ત તીર્થમાં આવેલ રાયણું વૃક્ષ અને શત્રુયા | નદીનો મહિમા. રાજદની (રાયણ વૃક્ષ) અને તેની નીચે રહેલાં પ્રભુનાં ચરણું. - આ રાયણનું વૃક્ષ શ્રી ઋષભદેવ ભગવાનની પાદુકાવડે પવિત્ર ગણાય છે. શ્રી ઋષભદેવ ભગવાન અનેક વખત આવી એ રાયણ નીચે સમવસર્યા છે, તેથી તે પવિત્ર તીર્થની પેરે વંદનિક છે. તેનાં પત્ર, ફળ તથા શાખા ઉપર દેવતાઓના વાસ હોવાથી પ્રમાદવડે તે તોડવાં કે છેદવાં નહિં. જ્યારે કોઈ સંઘપતિ પૂર્ણ ભક્તિભાવથી તેની પ્રદક્ષિણા દે છે ત્યારે જે તે રાયણ તેના ઉપર હર્ષથી દુધ વર્ષાવે છે તો તે ઉભય લોકમાં સુખી થાય છે. જો તેની શુદ્ધ દ્રવ્યથી આદર સહિત પૂજા કરવામાં આવે છે તો તેના અધિષ્ઠાયક સ્વપ્રમાં આવી સર્વ શુભાશુભ કહી દે છે. વળી તેની આદરસહિત પૂજા કરવાથી ભૂત, વેતાળ, શાકિની, રાસ પ્રમુખનો વળગાડ હોય તે પણ જતો રહે છે અને બીજા વિકાર પણ થઈ શક્તા નથી. એ ઉત્તમ વૃક્ષના પત્ર, પુષ્પ કે શાખાદિક સહેજે પડેલાં હોય તો તેને આદર સહિત લઈ આવી જીવની જેમ સાચવવાં. એનાં બ્લવણ જળનું સિંચન કરવાથી સર્વ વિઘની શાંતિ થાય છે. એ પવિત્ર વૃક્ષને સાક્ષી રાખી જે પ્રભુ સાથે દોસ્તી બાંધે છે તે આ ભવમાં અત્યંત સુખ અનુભવી છેવટે પરમપદ પ્રાપ્ત કરે છે. એ રાયણવૃક્ષથી પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસકુંપિકા છે. જે આસ્થા સહિત અઠ્ઠમ તપનું આરાધન કરે છે તેમાંના કોઈક ભાગ્યવાન પુરુષ તેના પ્રભાવથી તે રસકુંપિકાને રસ મેળવી શકે છે. તે રસના સ્પર્શમાત્રથી લેતું સુવર્ણ થઈ જાય છે. એક રાયણજ જે પ્રસન્ન હોય તે બીજી શાની જરુર છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #38 -------------------------------------------------------------------------- ________________ પર શત્રુંજયા નદી. " સૌરાષ્ટ્ર (સોરઠ) દેશમાં અનંત મહિમાથી પૂર્ણ અને અનંત સુકૃતનું સ્થાન એવું શકય નામે મહાતીર્થ છે. તેનાં દર્શન, સ્પર્શન, શ્રવણ અને સ્તવનથી પણ પાપને લેપ થઈ જાય છે. તે ક્ષણવારમાં પ્રાણીઓને સ્વર્ગનાં અને મેક્ષનાં સુખ આપે છે. તેના જેવું ત્રણ લેકને પાવન કરનારું કોઈ પણ બીજું તીર્થ નથી. તે શત્રુંજય મહાતીર્થની દક્ષિણ બાજુએ પ્રભાવિક જળથી પૂર્ણ એક શત્રુંજયા નામની નદી છે. શત્રુંજય મહાતીર્થને સ્પશી રહેલી હોવાથી તે નદી મહા પવિત્ર છે અને ગંગા સિંધુના દિવ્ય જળથી પણ અધિક ફળદાતા છે તેના જળવડે (વિવેકથી) સ્નાન કરનારનું સકળ પાપ ધોવાઈ જાય છે. શત્રુંજય મહાતીર્થની તે જાણે વેણી હોય તેવી શેલે છે. વળી તે ગંગા નદીની પેઠે પૂર્વ દિશા તરફ વહેનારી, અપૂર્વ સુકૃતનાં સ્થાનરૂપ, અનેક ઉત્તમ કહેવડે પ્રભાવવાળી અને અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન કરતી છતી શત્રુંજયા, જાન્હવી, પુંડરીકિણ, પાપંકષા, તીર્થભૂમિ અને હંસા એવાં અનેક નામથી પ્રખ્યાત છે. તેમાં કદંબગિરિ અને પુંડરિકગિરિ નામના શિખરની મધ્યમાં “કમળ’ નામનો એક મહા પ્રભાવિક કહે છે. તો વાંની મત્તિકા (માટી) નો પિંડ કરી જે "Insiasm વે તે રતાંધળાપણું” વિગેરે રે નાશ પામી જાય છે. વળી છે પણ ભૂત-વેતા- * 030864 gyanmandir@kobatirth.org |ળાદિક સંબંધી દવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust