________________ ( 21 ) : તપસ્યા કરી અને શ્રી નેમિનાથ પરમાત્માની પૂજા કરી. એકદા ત્યાં એક માટે સંઘ યાત્રા કરવા માટે આવ્યો. તે સંઘને અધિપતિ, ભીમનો નાનો ભાઈ જિનવલ્લભ હતો. તે જિનાલયને વિષે યાત્રિક. જનો અને પ્રધાનની સાથે પ્રભુની આરતી. ઉતારતો હતો. તે વખતે ત્યાં રહેલા ભીમસેને પોતાના લઘુબંધુને જોયો. આરતીની ક્રિયા સમાપ્ત થયા . પછી તેણે પણ ભીમને જોયો અને ઓળખ્યો. તરતજ તેણે . મંત્રીઓને કહ્યું કે-“ અહીં જુઓ, આ પુરૂષ કોણ છે ?" તેને જોઈ. મંત્રીઓ હર્ષથી બોલ્યા કે–“હે રાજન ! જેને માટે તમે આખું જગત શેધાવ્યું તે આ તમારા ભાઈ છે.” પછી સર્વ લોકે ઉભા હતા તેમની સમક્ષ તે રાજા મનમાં હર્ષ પામી પોતાના જયેષ્ઠ બંધુને આલિંગન કરી વારંવાર પ્રણામ કરવા લાગ્યું. ભીમસેન પણ સ્નેહરૂપી લતાને વૃદ્ધિ પમાડવા માટે હર્ષથી વારંવાર તેના મસ્તક પર અશ્રુજળને સિચત ચુંબન કરવા લાગ્યો. પછી નાનો ભાઈ ભક્તિથી બોલ્યો કે " હે યેષ્ઠ બંધુ ! જગતમાં એવું કોઈ પણ સ્થળ નથી કે જયાં મેં સેવકને મોકલીને તમારી શેધ ન કરાવી હોય. હે ભાઈ ! અત્યારસુધી થાપણની જેમ તમારા રાજ્યની મેં રક્ષા કરી છે, માટે હવે કૃપા કરીને શીધ્રપણે તેનો સ્વીકાર કરો. હે પ્રિય બંધુ ! દીન એવા મને–લઘુબંધુને તજીને આટલો વખત તમે કયાં રહ્યા? તમે નેહરહિત કેમ થયા?” આ પ્રમાણે તેના વિનયના વચનોવડે ભીમસેન અતિ હર્ષ પામ્યા અને તત્ત્વબુદ્ધિવાળા તેણે મંત્રીઓ સમક્ષ રાજ્યને સ્વીકાર કર્યો. ત્યારપછી ભીમસેને શુદ્ધ જળવડે સ્નાન કરી પ્રભુની સ્નાત્રપૂજા કરી, હર્ષથી આરતી ઉતારી. પછી ત્યાં અષ્ટાલિકા ઉત્સવ કી હમેશાં નાના ભાઈ સહિત ભીમસેને વિધિપૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust