________________ (22) ! શ્રી નેમિનાથની પૂજા કરી. ત્યારપછી જિનેશ્વરને નમસ્કાર કરી પોતાના પરિવાર સહિત બુદ્ધિમાન ભીમસેન પોતાના દેશ તરફ ચાલ્યો. માર્ગમાં અનેક રાજાઓથી પૂજાતો લીમસેન રાજા મહોત્સવપૂર્વક પોતાના નગરમાં આવ્યો. તે વખતે શુભ લક્ષણવાળા તે રાજાને જોઈને પાર લોકોએ હર્ષ પામી મહોત્સવપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યો. નગરની સ્ત્રીઓએ વધાવવા માટે ઉછાળેલ લાજ ( ધાણ )ને ગ્રહણ કરતા તે રાજા લેકોને દષ્ટિવડે આનંદ પમાડતો પિતાના રાજમહેલમાં આવ્યો. ત્યાં ધન, વસ્ત્ર, અશ્વ, તાંબુલ, મિષ્ટ વચન અને પ્રસન્ન દષ્ટિવડે સર્વ જનોને સત્કાર કરી રાજાએ પોતાના મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યારપછી પોતાના બંધુ સહિત ભીમસેને કુળદેવતાને નમસ્કાર કરી તથા ભજન કરી ક્ષણવાર વિશ્રાંતિ લીધી. ત્યારપછી પ્રતિહારીએ સભાનો સમય જણાવ્યો ત્યારે સભાસદાવડે શોભતા સભામંડપમાં ભીમરાજા આવ્યો. આ રીતે લોકોને પ્રસન્ન કરતો, આરતા રહિતપણે ધર્મને કરતો અને ભરહિતપણે ધનને ગ્રહણ કરતો તે રાજા શાંતિપૂર્વક પૃથ્વીનું પાલન કરવા લાગ્યો. તે રાજા રાજ્ય કરતો હતો ત્યારે ચારી એવો શબ્દ જ માત્ર સાંભળવામાં આવતો હતો, નગરના લોકે જરા પણ દુઃખી નહોતા અને કોઈ ધર્મભ્રષ્ટ પણ નહોતા પિતે ક્રોધથી માતપિતાનો વધ કર્યો હતો તે વાત સ્મૃતિમ આવવાથી અત્યંત શોક કરતા તે ભીમરાજાએ પૃથ્વીને જિને શ્વના ચેત્યોથી સુશોભિત કરી. સંસારસંબંધી વિકારોને ત્રાસ પમાડતો, દીનજનોની દીનતાને દળી નાખતો અને પૂજ્યની ભક્તિ કરે તો તે રાજા રાજ્યનું પાલન કરવ લાગ્યો. સર્વ શત્રુઓનો પરાજય કરી અને લઘુબંધુર યુવરાજપદ પર સ્થાપન કરી પેલા પરદેશી મિત્રને તેણે કેશન અધિપતિ બનાવ્યો - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust