________________ ચતુર્દશીને દિવસે કપટના ઘરરૂપ તે તાપસે તે ખાણમાં ભીમને ઉતારીને પોતે રતને ગ્રહણું કર્યા. પછી તે દુષ્ટ કપટથી તેનું દોરડું કાપી ભીમસેનને તે ખાણના અધિષ્ઠાયક દેવના બલિને માટે નાખી દીધો. આ પ્રમાણે દેવતાના બલિદાન માટે ભીમને ત્યાં મૂકીને તે તાપસ મનમાં ખુશી થતો બીજે રસ્તે ચાલ્યો ગયો. અહીં ખાણમાં રહેલો ભીમ મનમાં ખેદ પામીને આમતેમ ફરવા લાગ્યા. તેવામાં તેણે અત્યંત પીડા પામતા એક કૃશ થયેલા પુરૂષને જોયે. તે પણ ભીમસેનને જોઈ દયા ઉત્પન્ન થવાથી બેલ્યો કે-“હે વત્સ! આ મૃત્યુના મુખમાં તું કેમ આવ્યો છે ? હે પ્રિય! મારી જ જેમ તે જ દુષ્ટ તાપસે રત્ન આપવાનો લાભ બતાવીને શું તને છેતર્યો છે?” ત્યારે ભીમસેને હા-કહીને તે પુરૂષને પૂછયું કે “અહીંથી બહાર નીકળવાનો જે કાંઈ પણ ઉપાય હોય તો મને કહો.” ત્યારે તે પુરૂષ બોલ્યા કે “હે વત્સ ! મારું વચન સાંભળ. આવતી કાલે સ્વર્ગમાંથી કેટલીક દેવીઓ અહીં પોતે અધિષ્ઠિત કરેલા રનોનો ઉત્સવ કરવા માટે આવશે. મનહર દિવ્ય વેષથી ભૂષિત થયેલી તેઓ હર્ષપૂર્વક આ ખાણના અધિષ્ઠાયક રત્નચંદ્ર નામના દેવની ગીત, નૃત્ય વિગેરે વિવિધ પ્રકારના ઊપચારથી પૂજા કરશે. તે વખતે સેવક સહિત તે રત્નચંદ્ર દેવનું મન સંગીતમાં લીન થશે. તે અવસરે લાગ જોઈને તારે જલદીથી બહાર નીકળી જવું. તે સમયે દિવ્ય શક્તિને ધારણ કરનારા બીજા દેવો પણ ક્ષેભ રહિતપણે જતા તને કાંઈ પણ કરી શકશે નહીં. આ પ્રમાણે તારો જીવવાને ઉપાય છે; બીજે કઈ નથી.” આ પ્રમાણે ભીમને આશ્વાસન આપી તેણે તે દિવસ વાતાલાપવડે નિર્ગમન કર્યો. બીજે દિવસે પ્રાત:કાળે વિમાનમાં રહેલી કેટલીક દેવીએ મહત્સવપૂર્વક ત્યાં આવી. જ્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust