________________ ( 10 ) પિતાના સેવક સહિત તેને અધિષ્ઠાયક દેવ સંગીતમાં મગ્ન થયા ત્યારે ભીમ ત્યાંથી બહાર નીકળીને નાશી ગયા. ત્યાંથી ધીમે ધીમે માર્ગમાં જતો તે ભીમ કેટલેક દિવસે સિંહલદ્વીપમાં જ રહેલા ક્ષિાતમંડન નામના પુરમાં આવ્યો. તે પુરમાં સર્વ શ્રેષ્ઠીઓમાં મુખ્ય લક્ષ્મીપતિ નામનો શ્રેષ્ઠી હતો. તેને ઘેર તે ભીમ વિવિધ પ્રકારના કરીયાણાની વખાર ઉપર કામ કરવા રહ્યો. ભયંકર આકૃતિવાળા અને બીજાને ઠગવામાં પ્રવીણ એવા તે ભીમસેને તે જ વેપારીની દુકાનમાંથી ઘણી વસ્તુઓ ચેરી કેમકે " જેવો જેને સ્વભાવ હોય છે તેવું જ તેનું વર્તન હોય છે. સેંકડે ઉપાય કર્યા છતાં પણ કુતરાનું પૂછડું વાંકું જ રહે છે.” હવે એકદા નગરમાં ચોતરફ તપાસ કરવા માટે ફરતા કેટવાળાએ “આ ચોર છે” એમ જાણ તેને ભિલ્લની જેમ બાંધ્યો. પછી રાજાના હુકમથી રાજદૂતો કેતુક સહિત તે અપરાધીને આખા નગરમાં ફેરવીને વધ કરવાને સ્થાને લઈ ગયા. તેવામાં પેલા ઇશ્વરદત્ત શ્રેછીએ તેને જઈ પોતાને ઉપકારી છે એમ ઓળખી તત્કાળ રાજા પાસે પ્રાર્થના કરી તે ભીમસેનને છોડાવ્યા. ત્યાંથી ભય પામેલ તે ભીમ સાહસકર્મમાં નિપુણ હોવાથી વહાણ ઉપર ચડી કેટલેક દિવસે પૃથ્વીપુર નામના નગરમાં ગયે. વહાણમાંથી ઉતરીને તે ભીમે ત્યાં રહેલા એક પરદેશી પુરૂષને પિતાને વૃત્તાંત જણાવ્યું. તેનો વૃત્તાંત સાંભળીને તે પથિકે તેને કહ્યું કે–“તું શોક ન કર, તું મારી સાથે સુખેથી ચાલ.” પછી તે બને ત્યાંથી શીધ્રપણે રેહણાચળ પર્વત તરફ ચાલ્યા. માર્ગમાં તાપસને એક મનોહર આશ્રમ આવ્યું. તેમાં અલ્પ આહાર કરનાર એક જટિલ નામનો વૃદ્ધ તાપસ હતો. તેને હર્ષથી પ્રણામ કરી તે બને ત્યાં રહ્યા. તેવામાં તેના જાગલ નામના એક શિષ્ય આકાશમાંથી ઉતરી વિનયવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust