SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ( 28 ) : અંતર્ધાન થઈ ગઈ. કંડૂરાજા વિચારે છે કે– હજુ મારૂ ભાગ્ય જગતું છે કે મારી શેત્રદેવીએ હિતબુદ્ધિથી મને દર્શન દીધું. હવે હું પ્રમાદરહિત થઈ એવો ઉદ્યમ કરું કે જેથી થોડા જ વખતમાં ધર્મને યોગ્ય થઈ આત્મહિત સાધી શકું.” એમ વિચારી પ્રભાતે તે ત્યાંથી કઈ દિશા તરફ ચાલી નીકળ્યો. પ્રસન્ન ચિત્ત થવાથી તે દુ:ખ ભૂલી ગયો. પછી તે કેલ્લાકગિરિ ઉપર આવી રાત્રિ વાસ રહ્યો. પાછલે પ્રહરે કઈક વેરી યક્ષે પ્રગટ થઈ ક્રોધયુક્ત વચનથી કહ્યું કે-“હે દુષ્ટ ! તેં પૂર્વે મને મારી હારી સ્ત્રીનું હરણ કર્યું હતું તે તને સાંભરે. છે ? હવે તારૂં મરણ નજદીક આવ્યું છે, માટે તારા ઈષ્ટનું સ્મરણ કર.” એમ કહી તેણે તેની બહુ રીતે દર્થના કરી. છેવટે તેને કોઈ એક ગુફામાં જીવતો મૂકીને યક્ષ અંતાન થઈ ગયો. આ વખતે તે રાજા પોતે પૂર્વે કરેલાં અન્યાયાચરણને સંભારી સંભારી મનમાં ચિંતવે છે કે-“આ દુ:ખ તો દુષ્કૃત્યનાં પ્રત્યક્ષ ફળરૂપ છે, પણ હું શું જાણું કે તેના કેવાં કટુ ફળ આગળ ભેગવવાં પડશે ? " એવી રીતે પિતાનાં દુષ્કૃત્યોની નિંદા કરતો તે પાપના ક્ષય માટે અહીંતહીં ભમવા લાગ્યો. એવામાં તેની માત્રદેવી અ બિકો પ્રગટ થઈ બોલી કે-“હે વત્સ ! હવે જ્યાં ત્યાં ફરવાની તારે જરૂર નથી. ફક્ત શત્રુંજયગિરિનું જ તું સેવન કર. તેં પૂવે એવાં દુષ્કૃત્યો કર્યાં છે કે તે ગિરિરાજનું સેવન કરવાથી જ સર્વ પાપો ક્ષય થઈ શકશે, તે વગર તેને ક્ષય થઈ. શકશે નહિ.” એવી રીતે ત્રદેવીએ કહેલાં હિતકારી વચનો સાંભળી અને તેનાં જ મુખે તે ગિરિરાજનો પ્રઢ મહિમા શ્રવણ કરી, અતિ ઉત્સાહપૂર્વક તે તીર્થરાજ તરફ ચાલી નીકળ્યો અને તેના દર્શન થાય ત્યાંસુધી તેણે ખાનપાનનો ત્યાગ કર્યો. અનુક્રમે ગિરિરાજનાં અને એક શાંત મુનિના તેને દર્શન થયાં. P.P. Ac. Gunratnasuri M.S.
SR No.036421
Book TitleBhimsen Nrup Katha Tatha Kandu Raja Katha
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1933
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy