________________ બે કે-“હે જ્ઞાનવાન શ્રેણી ! આવું બાળમરણ તમે ન કરે, અને સાવધાન થઈને સર્વને જીવવાને ઉપાય હું કહું છું તે સાંભળે. હે ઉત્તમ પુરૂષ ! હું સ્નિગ્ધ કાંતિવાળો માત્ર પક્ષી જ છું એમ તમે જાણશે નહિં. હું આ પર્વતને અધિષ્ઠાયક દેવ છું. મરવાને તૈયાર થયેલા તમને નિષેધ કરવા અને જીવવાનો ઉપાય કહેવા માટે જ હું અહી આવ્યા છું, તેથી મારું વચન સાંભળો. તમારા સર્વની મધ્યે જે કોઈ દયાળુ અને સાહસિક હોય, તે મરણની સન્મુખ થઈનેમરણને અંગીકાર કરીને આ સમુદ્રની મધ્યે રહેલા પર્વત ઉપર જઈ ત્યાં રહેલા ભારંડ પક્ષીઓને ઉડાડે તે તેની પાંખોના વાયુથી આ તમારું વહાણ ચાલશે. આ પ્રમાણે કરવાથી તમે બધા જીવશે તેમાં કાંઈ પણ સંશય નથી, કારણ કે ઉપાયથી જે કાર્ય સિદ્ધ થાય તે પરાક્રમથી સિદ્ધ થતું નથી.” આ પ્રમાણે પોપટનું કહેલું હિતવચન સાંભળીને શ્રેષ્ઠીએ વહાણમાં રહેલા સર્વ જનને તે પર્વત પર જવા માટે આદરપૂર્વક પૂછયું, પરંતુ મૃત્યુના ભયને લીધે કોઈએ તેનું વચન માન્યું નહીં. ત્યારે તે બુદ્ધિમાન શ્રેષ્ઠીએ જે જાય તેને પુષ્કળ ધન આપવાનું કબૂલ કર્યું. તે સાંભળી ધનના લોભથી ખેંચાયેલા ભીમસેને હિંમત ધારણ કરીને તેનું વચન અંગીકાર કર્યું અને તે સમુદ્ર મધ્યે રહેલા પર્વત પર ગયે. ત્યાં તેણે મેટેથી હકારાવ કર્યો તેથી ભારંડ પક્ષીઓ ઉડયા. તેમની પાંખોના વાયુથી તત્કાળ વહાણ તે અંકુરામાંથી બહાર નીકળી ચાલતું થયું. પર્વત પર રહેલો ભીમસેન મનમાં આકુળવ્યાકુળ થયે અને માર્ગમાં ભૂલા પડેલા માણસની જેમ તે જીવવાનો ઉપાય ચિંતવતો આમતેમ ભમવા લાગ્યું, પરંતુ કાંઈ પણ ઉપાય નહીં પામવાથી તે મનમાં વિલખે થ અને દુ:ખી થયેલે, P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust