________________ ( 14 ) નિર્ગમન કરી. પ્રાત:કાળે તે બનેએ રતનની ખાણ પાસે જઈ મણિની ઈચ્છાથી " હા દેવ ! " એમ બેલી ખાણમાં પ્રહાર કર્યો. તે વખતે ભીમને અમૂલ્ય ઉત્તમ બે રત્ન પ્રાપ્ત થયાં. તેમાંથી એક રત્ન રાજકુળમાં આપી તે ત્યાંથી નીકળી ગયો. તે વહાણમાં બેસીને સમુદ્રમાર્ગે જતો હતો તેવામાં પૂર્ણિમાની રાત્રિએ પૂર્ણ ચંદ્રને જોઈ તેની સાથે પોતાના રત્નની તુલના (સરખામણી) કરવા લાગ્યા. વહાણને છેડે બેસીને તે ચંદ્રની અને રત્નની બનેની કાંતિને વારંવાર જોવા લાગ્યા. તેવામાં તે રત્ન તેના હાથમાંથી સમુદ્રમાં પડી ગયું. તે વખતે મહાકષ્ટથી પ્રાપ્ત કરેલું રત્ન મેં મૂખે સમુદ્રમાં પાડી નાખ્યું” એમ વિચાર કરતો તે તત્કાળ મેટી મૂછાને પામ્યો. ત્યારપછી શુદ્ધિને પામીને તે અત્યંત પિકાર કરવા લાગ્યો કે-“ અરે દુષ્ટ દેવ ! મારા જીવિતનો નાશ થાય એવું તે આ શું કર્યું ? દેવને ધિક્કાર હો ! મારા જીવનને ધિક્કાર હો ! અને મારા જન્મને ધિક્કાર હો ! આ જગતમાં કષ્ટ અને વ્યાધિમય જીવિત કરતાં મરવું વધારે સારું છે. " આ પ્રમાણે વિલાપ કરતો તે ભીમ ફરીથી મૂચ્છા પાપે. તેને કોલાહલ શબ્દ સાંભળીને ખલાસીઓ વિગેરે સવે તેની પાસે એકઠા થયા. નાવિકોએ શીતાદિક ઉપચાર કરીને ક્ષણ વારમાં તે ભીમને સચેતન કર્યો, ત્યારે તે ઉંચે સ્વરે તેમને કહેવા લાગ્યો કે " હે નાવિકો ! મારું રત્ન અહીં સમુદ્રમાં પડી ગયું છે, તેથી તમે વહાણને ઑભિત કરે અને અહીં મારા રત્નની શોધ કરે.” આવું તેનું વિચિત્ર વચન સાંભળી તે પરદેશીએ તેને કહ્યું—“ હે મિત્ર! આજે તને શું થયું છે? અલ્પ એવું રત્ન કયાં અને આટલું બધું જળ કયાં ? વળી આ વહાણું કયાં ? તારૂં રત્ન જ્યાં પડયું હશે તે સ્થાન તો અહીંથી ઘણું દૂર રહ્યું, હમણાં તો ઘણે માર્ગ ઉલ્લંઘન થઈ P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust