________________ ( 13 ). પછી બુદ્ધિમાન તે રાજા ચિત્તમાં વૈરાગ્ય પામી વિચારવા લાગ્યું કે-“ મેં ત્રણ સો વર્ષ સુધી મનહર રાજ્ય ભગવ્યું છે, તે સર્વ શ્રી નેમિનાથ ભગવાનને અને અંબિકા દેવીને પ્રભાવ છે; કેમકે. દેવની અનુકૂળતા વિના સુખ કયાંથી હોય? માટે હવે મારે પુત્ર રાજ્યાસન ઉપર આરૂઢ થાઓ અને હું જેનદીક્ષા ગ્રહણ કરી શ્રોનેમિનાથની ભકિત કરૂં. " આ પ્રમાણે વિચાર કરી પિતાના પુત્રને નગર તરફ મોકલી તત્કાળ રાજાએ તેને રાજ્યના સિંહાસન પર સ્થાપિત કર્યો. પછી પોતે સગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. છેવટે શુભ ધ્યાનના વશથી તે અશચંદ્ર રાજર્ષિ મોક્ષપદ પામ્યા. " - આ પ્રમાણે કહીને તે જાંગલ ફરીથી બે કે-“હે પૂજ્ય ગુરૂ ! મેં આ તીર્થનું સર્વ માહાસ્ય સાક્ષાત્ જોયું છે. જગતમાં ઉજયંતગિરિતુલ્ય બીજું કઈ તીર્થ નથી, કેમકે તેનું સેવન કરવાથી મનુષ્ય આ ભવમાં ઉત્તમ સુખ જોગવીને અંતે મેક્ષપદને પામે છે. કહ્યું છે કે-જે તીર્થનું સેવન કરવાથી પાપી મનુષ્યો પણ દુષ્કર્મરૂપી શત્રુના સમૂહનો ક્ષય કરી ક્ષણવારમાં અક્ષય એવા શ્રેષ્ઠ સ્થાનને (મોક્ષને) પામે છે. આકાશમાં વિચરતા કોઈ પ્રાણીની છાયા પણ હજયંત ગિરિનો સ્પર્શ કરે તો તેઓ પણ દુર્ગતિને પામતા નથી તે પછી તેને સેવનારની તો શી વાત કરવી ? " આ પ્રમાણે જાંગલે કહેલો શ્રી રૈવતાચળને ઉત્તમ પ્રભાવ સાંભળીને સર્વે તાપસ અતિ હર્ષ પામ્યા. ' આ સર્વ વૃત્તાંત સાંભળીને " પ્રથમ તે રેહણાચળ પર્વત ઉપર જવું અને પછીથી યાત્રા થશે. " એમ નિશ્ચય કરીને ભીમસેન તે પરદેશીની સાથે રેહણાચળ પર્વત તરફ ચાલ્યો. માર્ગને ઉલ્લંઘન કરતા તે બને રેહણાચળ પર્વ તની નજીક પહોંચ્યા. ત્યાં તીર્થંકરની પૂજા કરી હર્ષથી રાત્રિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust