SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (25) = મહાપાપી, દુષ્ટ અને કુષ્ટાદિક વ્યાધિથી પીડાયેલા હોય, તેઓ પણ રેવતાચલને સેવવાથી સર્વ પ્રકારના સુખને પામે છે. જે આ તીર્થ ઉપર થોડું પણ દાન આપ્યું હોય તો તે અનુક્રમે વૃદ્ધિ પામીને મોક્ષસુખને આપનાર થાય છે. આ ગિરિ ઉપર દ્રવ્યને અથી દ્રવ્યને પામે છે, સુખનો અથી સુખને પામે છે, રાજ્યનો અથી રાજ્યને પામે છે અને સ્વર્ગન અથી સ્વર્ગને પામે છે. શ્રી નેમિનાથ જિનેશ્વર પોતે જ જે તીર્થનો આશ્રય કરીને રહ્યા છે, તે પાપને હરણ કરનાર તીર્થને કયે પુરૂષ ન સેવે ?" આ પ્રમાણે કહીને ઈદ્ર સ્વર્ગ : લેમાં સીધાવ્યા. ભીમસેન રાજર્ષિ અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળી સર્વ કર્મ ખપાવી મોક્ષપદને પામ્યા. ઈતિ. જ્યાંસુધી સૂર્યચંદ્ર આ ભૂતલને તેજસ્વી કરે છે, જ્યાં સુધી આ પૃથ્વી મનુષ્યોના હર્ષ માટે નિરંતર સ્થિરતાને ધારણ કરે છે અને જ્યાં સુધી સમુદ્ર પોતાની મર્યાદામાં રહે છે, ત્યાંસુધી ભીમરાજાનું આ મનોહર ચરિત્ર ભવ્ય પ્રાણીએને બોધ આપનાર થાઓ. વિદ્વાનોના સમૂહના મુગટ સમાન શ્રીધનેશ્વરસૂરિએ ઘણું રસને આપનારૂં શ્રી શત્રુંજયમાહાસ્ય રચ્યું છે, તેમાં ભીમસેન રાજાની કથા કહેલી છે. તેના અનુસારે શ્રી અજિતસાગરસૂરિએ શ્રેષ્ઠ એવા મહાનસપુર (મહેસાણા) માં રહીને વિકમ સંવત ૧૯૮૫ના વર્ષને : પહેલે દિવસે આ ચરિત્ર રચ્યું છે. ઇતિ શ્રી અજિતસાગરસૂરિએ રચેલી શ્રી ભીમસેન રાજાની કથા સમાપ્ત, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036421
Book TitleBhimsen Nrup Katha Tatha Kandu Raja Katha
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1933
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy