________________ છે શ્રી મનપસ્થા (ાવાદ ) IIM || - Serving JinShasan (માતર) | 030864 mocno gyanmandir@kobatirth.org સત્યસ્વરૂપ ચૈતન્યમય જે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સૌભાગ્યની શ્રેણીને વિસ્તારે છે, નિર્મળ જ્ઞાનને આપે છે, અકસ્માત્ આવી પડેલા વિદનના સમૂહને દળી નાખે છે, આપદાને નિવારે છે તથા પ્રમાદથી ઉત્પન્ન થયેલા દુષ્ટ દોષોને દૂર કરે છે, તે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથસ્વામીને હું હમેશાં નમું છું. - નિરંતર દિવ્ય કાંતિવડે દેદીપ્યમાન, અનુપમ બળવાળા, સુર અને અસુરોએ નમસ્કાર કરાયેલા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વર્ધમાન જિનેશ્વરને નમસ્કાર કરી ને હું મુનિને ધર્મકાર્યમાં અંતરાય કરવા ઉપર શ્રી ભીમસેન રાજાનું આત્માની ઉન્નતિને કરનારું વિચિત્ર ચરિત્ર ભવ્ય પ્રાણુઓની તુષ્ટિ માટે સંક્ષેપથી કહીશ (કહું છું). - આ જમ્બુદ્વીપ નામના દ્વીપમાં ભરત નામનું ઉત્તમ ક્ષેત્ર છે. તેમાં સર્વદા શુભકારક શ્રાવતિ નામની નગરી છે. તેમાં મહા બળવાન વજસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજા સજજનોનું પાલન કરનાર અને શત્રુઓના માનનું મર્દન (નાશ) કરનાર હતો. તેને શુભ ગુણોએ કરીને ઉત્તમ સુભદ્રા નામની રાણી હતી. તે પૃથ્વીરૂપી બી. શ્રી : રસિ વિલિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust