________________ સ્ત્રીના આભૂષણરૂપ હતી અને તેનું મુખ કમળની જેવું વિકસ્વર હતું. તે દંપતીને વિષયસુખ ભેગવતાં ભીમસેન નામને માટે પુત્ર થયે, પરંતુ તે ગુણવડે નાનો હત; કેમકે તે અન્યાયના એક ઘરરૂપ હતો, દુરાચારને સેવનાર હત, પૂજ્ય જનોને પીડા ઉત્પન્ન કરવામાં નિપુણ હતો અને પ્રજાઓનું મર્દન કરવામાં તત્પર હતો. તેનો નાનો ભાઈ જિનવલ્લભ નામે હતો. તે સઘુવડે યુક્ત, જગતના લેકના મનનું હરણ કરનાર અને રાજનીતિમાં વિચક્ષણ હતો. હવે તે રાજા મોટા પુત્ર ભીમસેનને અધમ ગુણવાળે માનતો હતો, તો પણ તે દુષ્ટ બુદ્ધિવાળાને તેણે યુવરાજપદ આપ્યું. મન્મત્ત બુદ્ધિવાળો તે રાજ્યલક્ષ્મીને પામીને સર્વદા પરસ્ત્રી અને પરધનમાં આસક્ત થઈ સમગ્ર પ્રજાને પડવા લાગ્યા. કહ્યું છે કે - “ચૌવન ધનસંપત્તિ, દાવમવિતિ | एकैकमप्यनर्थाय, किमु यत्र चतुष्टयम् ? " // 1 // વન, ધનની પ્રાપ્તિ, સ્વામીપણું અને અવિવેકીપણું આ ચારમાંથી એક એક પણ અનર્થ કરનાર છે તો પછી જે પુરૂષમાં તે ચારે હોય તેનું તો શું કહેવું? તે તો ઘણો જ અનર્થ કરનાર થાય છે.” . હવે ભીમસેન કુમારે સર્વ પ્રજાઓને અત્યંત પીડા કરેલી હોવાથી તેઓએ અતિ દુઃખને લીધે એક વખત વાસેન રાજાની સભામાં જઈને પોકાર કર્યો કે--“હે રાજન ! ભીમસેનકુમાર નિરંતર અમને એટલી બધી પીડા કરે છે કે જે આપની પાસે નિવેદન કરવાને અમે શક્તિમાન નથી. હે બુદ્ધિમાન પૃથ્વી પતિ! નિગ્રહ (દંડ) અને અનુગ્રહ. (કૃપા) કરવામાં સમર્થ એવા આપ જ દુખસાગરમાં ડૂબતા . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust