________________
તૃતીય
પણવૃત્તિ સહિત યેગશાસ્ત્રના
ય તન્નાલોક આ બંને
y૦ ૧૮૧ તથા પિંડસ્થ આદિ નામ
નામથી ઓળખાય છે. વિક્રમની છઠ્ઠી શતાબ્દી પૂર્વે રચાયેલા જૈન ગ્રંથમાં આ ચાર નામે અમારા જેવામાં આવ્યાં નથી. છઠ્ઠી શતાબ્દીથી દિગંબર-તાંબર ગ્રંથોમાં આ ચાર નામે જોવા મળે છે. કાશ્મીર સંસ્કૃત-ગ્રંથાવલીમાં પ્રકાશિત થયેલા માલિનીવિજયેત્તરતન્ત તથા તન્નાલેકમાં આ નામો નજરે પડે છે. માલિની વિજયેત્તરતંત્ર તથા તન્નાલેક આ બંને
વિભાગની કાશ્મીરી શિવમાર્ગના થાનમાર્ગના પ્રાચીન ગ્રંથ છે. આ બંને ગ્રંથોમાં પિંડસ્થ આદિ નામે કેવી રીતે છે અને ત્યાં એને શે પ્રસ્તાવના અર્થ અભિપ્રેત છે, એ અમે યોગશાસ્ત્ર પૃ૦ ૧૦૮૧ તથા ૧૦૮૨ માં ટિપ્પણમાં તે તે ગ્રંથના પાઠ સાથે જણાવ્યું છે. સ્કંદપુરાણમાં ઉત્તરખંડમાં ઉમામહેશ્વર સંવાદમાં ગુરૂગીતામાં કલેક ૧૪૯–-૧૫ર માં પણ આ ચાર નામ અને તેનું વર્ણન આવે છે. જુઓ સાતમું પરિશિષ્ટ. આ ર૭૪ કલેકનું અતિસુંદર ગુરૂગીતા નામનું પુસ્તક વિક્રમ સંવત્ ૧૯૬૦ માં ગુજરાતી ભાષાંતર સાથે સુરતથી પ્રકાશિત થયું છે.
સાતમાં પ્રકાશમાં પિંડસ્થ ધ્યાનનું સ્વરૂપ જણાવવા માટે તેની અંગભૂત પાંચ ધારણાઓનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવેલું છે. કિ આડમા પ્રકાશમાં પદસ્થ ધ્યાનના ઘણા ઘણા પ્રકારોનું વર્ણન છે. ઘણા ઘણા મંત્રના જપનું તથા યંત્રનું આમાં વર્ણન છે.
નવમા પ્રકાશમાં રૂપસ્થ યાનનું તથા દશમાં પ્રકાશના પ્રારંભમાં રૂપાતીત ધ્યાનનું વર્ણન છે. રૂપાતીત માટે રૂપવજિત એ શબ્દ પ્રયોગ પણ વેગશાસ્ત્રમાં છે. દિગંબરાચાર્ય અમિતગતિવિરચિત શ્રાવકાચારમાં અરૂપ શબ્દને પ્રગટ કરે છે.
ધર્યથાનના ૧ આજ્ઞાવિય, ૨ અપાયવિચય ૩ વિપાકવિચય તથા ૪ સંસ્થાનવિચય આ ચાર ભેદો આગમમાં વર્ણવેલા છે. દશમા પ્રકાશમાં સાતમાં કલેકથી આ ચાર ભેદનું વર્ણન શરૂ થાય છે.
અગિયારમાં પ્રકાશમાં શુકલધ્યાનનું વિસ્તારથી વર્ણન છે. અહીં સુધી શાસ્ત્રાનુસારે તથા ગુરુપરંપરાનુસારે યોગનું વર્ણન છે. હવે પછી બારેમાં પ્રકાશમાં સ્વાનુભવને આધારે જે
I ૩ રોગનું વિશિષ્ણુસ્વરૂપ આભ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજને જણાયું તેનું વિસ્તારથી સુંદર વર્ણન છે. આમાં પ્રસિદ્ધ ચોગી
Jain Education Intel
For Private & Personal use only
jainelibrary.org