________________
સ્વપજ્ઞવૃત્તિસહિત ચાગ
શાસ્ત્રના
॥ ૧૮ ।
Jain Education Inte
webdeepes
પિંડસ્થ, પદ્મસ્થ, રૂપસ્થ, રૂપાતીત આ ચાર ધ્યાનવિષયક શબ્દો ભારત વર્ષમાં ધણા પ્રાચીન સમયથી ચાલ્યા આવે છે, આ ચારે ય યાગપદોનું નિરૂપણુ તથા તેમની પરિભાષા અને શૈલી અનુસારે વિવેચન કાશ્મીર દેશના પ્રાચીન શૈવમાર્ગના માલિની વિજયાત્તરતંત્ર તથા તંત્રાલાક આદિ પ્રાચીન ગ્રંથામાં પણ આવે છે. આ વાતનું સૌથી પહેલું સૂચન ઇટાલી દેશના વિદ્વાન પ્રે, ાનીએરા ગ્નાલી Prof. Dr. RanieroGnoli (Istituto Italiano per if Medioed Estremo Oriente, Via-Merulana N. 248, ROMA, Italy) તરફથી મળ્યું છે, તે માટે તેમને ખાસ અભિનંદન છે.
ગુરુગીતામાં પિંડસ્થ આદિ ધ્યાનાના ઉલ્લેખ આવે છે, આ વાત જૈન સાહિત્ય વિકાસ મંડળમાં કાર્ય કરતા પં. નરોત્તમદાસ નગીનદાસ પાસેથી જાણવા મળી હતી. રાજકોટ (સૌરાષ્ટ્ર) રાજ્યના ાકાર શ્રી મહેરામણજી સાહેબે બદ્ધાના રાકીને હિન્દી ભાષામાં તૈયાર કરાવેલા પ્રવીણસાગર નામના ગ્રંથમાં ૮૨ સી લહેરમાં પૃ૦ ૮૬૩-૮૬૪ માં પણ પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ, રૂપાતીત ધ્યાનની વાત આવે છે, આ પુસ્તક અમદાવાદના પ્રસિદ્ધ બુકસેલર મહાદેવ રામચંદ્ર જાગુષ્ટ તરફથી પ્રકાશિત થયું છે, તેમાં ગુજરાતી ભાષાંતર પણ છાપેલું છે. આ રીતે ખીજા જૈનેતર ગ્રંથોમાં પણ પેંડસ્થ આદિ ધ્યાનની વાત કયાં આવે છે તે તેમના તરફથી જાણવા મળ્યું છે. ઉપરાંત સંસ્થામાં રહીને પ્રૂફરીડીંગ આદિનું કામ પણ તે કરે છે અને અવસરે પાઠો અંગે જરૂરી ધ્યાન પણ ખેંચે છે. આ રીતે સડાયક થવા બદલ તેમને પણ ખાસ ધન્યવાદ ઘટે છે.
બેડા (રાજસ્થાન)ના વતની સુશ્રાવક શાહ ચુન્નીલાલજી હીરાચંદ્રજીએ સાતમા પરિશિષ્ટમાં આવતા આદિપુરાણુ, તત્ત્વાનુ— શાસન, જ્ઞાનાર્ણવ, શિવસંહિતા આદિ ગ્રંથામાંથી ધ્યાનને લગતા અનેક પાડાની મારી સૂચના પ્રમાણે પ્રેસકાપી તૈયાર કરી આપી છે, તે માટે તેમને પણ ઘણા ધન્યવાદ ઘટે છે.
પાંચમા પ્રકાશના મુદ્રણ સમયે, કેટલાક પત્રોમાં રહી ગયેલી અનેક અશુદ્ધિ તરફ મારા ટિબેટન ભાષાના વિદ્યાગુરુ અનેકભાષાજ્ઞ પુનાનિવાસી મહાવિદ્વાન્ ડા વાસુદેવ વિશ્વનાથ ગાખલેએ ધ્યાન ખેચ્યું છે તે માટે તેમના ઋણી છું,
For Private & Personal Use Only
88888888888888888
તૃતીય
વિભાગની
પ્રસ્તાવના
||૧૮ ||
v.jainelibrary.org