________________
યોગ પ્રદીપ
सत्त्वं सर्वगुणाधारं सत्त्वं धर्मधुरंधरं । संसारनाशनं सत्त्वं सत्त्वं स्वर्गापवर्गं ॥ ९९ ॥ '
અનુવાદ : (કારણકે) સત્ત્વ (ગુણુ) સર્વ ગુણનો આધાર છે, સત્ત્વ ધર્મધુરંધર છે, સત્ત્વ સંસારનો નાશ કરનાર છે અને સત્ત્વ સ્વર્ગ તથા મોક્ષને આપનાર છે. || ૯૯ ॥
निरालंबे निराकारे सदानंदास्पदे शुभे ।
२
सतां ध्यानमये सौधे सत्त्वं स्तंभो दृढो मतः ॥ १०० ॥
અનુવાદ : નિરાલંબ, નિરાકાર, સદાને માટે આનંદના શુભ સ્થાનરૂપ અને સજ્જનોના ધ્યાનરૂપ મહેલને (ટકાવી રાખવામાં) સત્ત્વને મજબૂત સ્તંભરૂપ માનવામાં આવ્યું છે. || ૧૦૦ ||
यथा वह्निलवेनापि दांते दारुसंचयाः । कर्मेधनानि दांते तथा ध्यानलवेन तु ॥ १०१ ॥
અનુવાદ : જેવી રીતે લાકડાના (ગંજેગંજ) ખડયા હોય (અને) અગ્નિનો એકમાત્ર તણખો (તે સમસ્ત ગંજને એક ક્ષણવારમાં) ભસ્મીભૂત કરી નાખે છે તેવી રીતે કમ્મરૂપ ઇંધનના (ઢગોને) ધ્યાનનો એક અંશમાત્ર (ક્ષણવારમાં) ખાળી નાખે છે. || ૧૦૧ ||
१ આ શ્લોક કે તેનો અર્થ V માં નથી અને S માં તથા A માં તેનો નંબર || ૯૭ || છે.
२ આ શ્લોક કે તેનો અથૅ V માં નથી. આ શ્લોકનો S માં તથા A માં ॥ ૯૮ || નંબર છે.
३ આ શ્લોક કે તેનો અર્થ V માં નથી. Sમાં તથા A માં તેનો નખર || ૯૯ ॥ છે.
Jain Education International
૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org