Book Title: Yogapradip
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 66
________________ યોગ પ્રદીપ तथा कुरु यथा शुक्लध्यानवृक्षसमाश्रितः । चिन्वानो ज्ञानपुष्पाणि लभेन्मोक्षफलं बुधः ॥ १११ ॥ ' અનુવાદ : જેવી રીતે ડાહ્યો માણસ શુક્લધ્યાનરૂપી વૃક્ષનો આશ્રય લઈ જ્ઞાનરૂપી પુષ્પો વીણતો વીણતો મોક્ષરૂપી ફળને પ્રાપ્ત કરે તેવું (હે ભવ્યાત્મા !) તું (પણ આચરણ) કર. || ૧૧૧ || अस्मिन्नेव भवे सौम्य व्योमरूपः सनातनः । ધ્યાનાત્તવાનો એની મુપિત્ થખેત ॥ ૨ ॥ ૩ અનુવાદ : હે સૌમ્ય ! ગગનસ્વરૂપ, સનાતન અને સદા આનંદસભર એવો યોગી શુકલધ્યાન વડે આ જ ભવમાં મુક્તિપદ પામે છે. || ૧૧૨ || ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयात्मकः । योगो मुक्तिपदप्राप्तावुपायः परिकीर्त्तितः ॥ ११३ ॥ * અનુવાદ : જ્ઞાન, દર્શન અને ચારિત્ર—એ રત્નત્રયીરૂપ ( અર્થાત્ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નોથી યુક્ત એવો) યોગ મુક્તિપદની પ્રાપ્તિમાં (એક સૌથી મહત્ત્વના) ઉપાય (તરીકે) વર્ણવવામાં આવ્યો છે. ।। ૧૧૩ | १ આ શ્લોક કે તેનો અર્થ V માં નથી અને S માં તથા A માં તેનો નંબર || ૧૦૯ | છે, ૨ અશ્મિજૈવ B. ३ આ શ્લોક કે તેનો અર્થ V માં નથી અને S માં તથા A માં તેનો નંબર || ૧૧૦ || છે, આ શ્લોક કે તેનો અર્થ V માં નથી અને S માં તથા A માં તેનો નંબર }} ૧૧૧ ॥ છે. Jain Education International ૫૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90