Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 17
________________ દોષ ઘટે છે, જીવના ગુણ વધે છે, જીવનો બોધ વિકસે છે. આઠ દૃષ્ટિઓના ક્રમિક ઉત્થાન દરમ્યાન ક્રમશ: આ ત્રણેય વાતનો સુમેળ જોવા મળે છે. દરેક દૃષ્ટિમાં વિવલિતદોષરકાસ, ગુણપ્રકાશ અને બોધવિકાસની વાત છે. આ જોતા હૈયું આદર, બહુમાન અને અહોઅહોના ભાવ સાથે ઝુમી ઊઠે છે. શાસ્ત્રકાર પરમર્ષિઓ માટે સુપર સાયકોલોજિસ્ટ જેવા શબ્દો પણ વામણા લાગે છે. આવા ગ્રન્થો એ કોઈ માત્ર શબ્દોનો સરવાળો નથી. પણ, જ જીવને ભૂલી જડમાં ભળી નીચે ઉતરી જતા આતમને કંઈક ઉધ્વરોહણ કરવા પ્રેરતી સોપાનપંક્તિ છે. પ્રમાદની પથારીમાં પોઢી ગયેલી ચેતનાને ઢંઢોળતો અનાહતનાદ છે. ગાય ભવજંગલમાં અટવાતા પથિકને નિર્ભય બનાવતી સમજણનું સાંનિધ્ય અર્પતો ભોમિયો છે. અલગ શબ્દોમાં કહું તો કોઈ સાધક આત્માની ઉત્થાનયાત્રાના ક્રમિક પડાવોનું જેમાં હુબહુ બયાન અપાયું છે એ જ “યોગદૃષ્ટિ સમુચ્ચય' છે. - જેના પદ-પદમાંથી યોગની સૌરભ પ્રસરતી હોય, જેની પંક્તિ - પંક્તિમાંથી કંઈક નવા જ પદાર્થનું અમૃતબિંદુ ટપકતું હોય, - જેના શ્લોક-શ્લોકમાંથી પદ લાલિત્ય અને અર્થશાશ્મીર્યનો નુપૂરઝણકાર રણકતો હોય એવા આ ગ્રન્થરાજને મનના હસ્તિરાજ પર બેસાડીને સતત તેનું સામૈયું કરતા રહેવાનું મન થાય. યોગનિષ્ઠ પૂ. મુનિરાજ (હવે પંન્યાસજી) શ્રી મુક્તિદર્શનવિજયજી મ. એ વિ.સં. ૨૦૫રના ચાતુર્માસ દરમ્યાન રાજનગરના જૈનનગરમાં યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રન્થ ઉપર તાત્ત્વિક પ્રવચનો કરીને ત્યાંના શ્રોતાવર્ગને યોગસરોવરના હંસલા બનાવી દીધા હતા. (તે પ્રવચનોની પ્રશસ્તિની પરિમલ છેક સાબરમતીમાં રહેલા મેં તે વેળાએ માણી હતી પણ તે વેળાએ એવો કોઈ વિકલ્પ પણ ઉઠયો નહોતો કે તે પ્રવચનોના પ્રમેયરત્નો પુસ્તકસ્થ થશે અને તેની પ્રસ્તાવના લખવાનું સૌભાગ્ય મને સાંપડશે) અંતર્મુખ અને આત્માનંદી અવધૂતની યાદ અપાવે તેવા આ મહાત્મા પ્રસ્તુત વિષયના ઠોસ અભ્યાસી હોવાથી વિષયવિવેચનામાં સારું ખેડાણ અને ઊંડાણ લાવવા સમર્થ છે. તે વાત પુસ્તકના વાંચનથી સ્પષ્ટ થાય છે. પુસ્તકના પાને પાને આત્મલક્ષિતાની સાયરન વાગે છે સાથે ખૂબી તો એ છે કે યોગ, અધ્યાત્મ અને નિશ્ચયની વાતો કરતા ગ્રન્થ ઉપર વિવેચન કરતી વેળાએ વ્યવહારમાર્ગનું પણ સુંદર સંતુલન જળવાયેલું જોવા મળે છે. બાકી આજકાલ એક દુ:ખદ અચરજ ઘણું જોવા મળે છે. લોકો દેરાસર અને ઉપાશ્રયોથી દૂર જઈને ઈશ્વરની નિકટ આવવા મથે છે. આ વાત બહુ કઠે છે કારણ કે શાસનનો અવિરત Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 398