Book Title: Yashovijay Smruti Granth
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 446
________________ ૪૧ તદ્ભવિષયક સાંહિત્ય સર્જન કરવાના ભગીરથ પ્રયાસ તા નહીં કર્યાં હાય! અસ્તુ. આથી વર્દનીય જૈન શ્રમણા અને શ્રમણીને આ સત્રમંડપમાંથી વિનતિ કરૂં છું, કે જો જૈન પ્રજાને શ્રદ્ધામાં ટકાવી રાખવી હોય તેા ત પ્રમાણુ ને ન્યાયથી ભરપૂર એવાં ઉપાધ્યાયજીનાં બહુમૂલ્ય ગ્રન્થાનું અધ્યયન કરવાના અચૂક નિર્ણય કરે. શ્રદ્ધાવાદના જમાના ખતમ થતા આવે છે સાચા શ્રદ્ધાવાદ કે આત્મવાદ ટકાવવા બુદ્ધિગમ્ય ઉપદેશ અને સમજાવટની અનિવાય જરૂર ઊભી થઈ છે, મા ઉઘાડું નગ્ન સત્ય છે. તે માપણે સહુ તેમના ગ્રન્થાનું અધ્યયન અને પારાયણ કરવામાં લાગી જઈએ અને, તેથી આપણાં પાતાનાં જ્ઞાન, દર્શન ને ચારિત્રની ખૂબ જ પુષ્ટિ કરી શકીશું. શાકપુત્ર યુદ્ધનાં યન્નુનન હિતાય થતુલનનુલાય સૂત્રને નહીં પણુ ભગવાન મહાવીદેવનાં “ “ સવૅનનનિતાયસર્વજ્ઞનપુલાય ” આ ત્રિકાલાબાધિત પૂર્ણસૂત્રને જીવનમાં ઉતારી સર્વોદયની સાધનાનેા ખરેખર સાચા મગળ આદશ ખડા કરી શકીશું, અને એમાં જ આપણું અને પરનું કલ્યાણ સમાએલું છે. મને અથાગ અને અગાધ શ્રદ્ધા છે કે ઉપાધ્યાયજી ભગવાનની નિમલ રચનાના એક એક અક્ષર અમૃતબિન્દુ જેવા શીતળ અને મધુર લાગશે. એક એક શબ્દ ઝગમગતા અધ્યાત્મના તેજસ્વી દીવડાઓનું ભાન કરાવશે. તેમની એક એક પ ́ક્તિ આત્મિક દીવાળી માટે દીપમાળાઓની યાદ આપશે, તે તેઓશ્રીનેા એક એક ગ્રન્થ, અણુમાલ રત્નમંજૂષાનું ભાન કરાવશે. યાદ રાખેા કે જડવાદના ખળાએ પૂરેપૂર' માથું ઊંચકયું છે. ભારતની આય સ ંસ્કૃતિના પાયામાં સુગ ચાંપનારા જુદાં જુદાં અનેક અનિષ્ટવાદોનાં વિવિધ ઝેશ પ્રજાના વિચારદેહમાં પ્રસરવા લાગ્યાં છે. અશ્રદ્ધા, અજ્ઞાન, અનીતિ, અન્યાય અને અસદ્ આચારના સૂર્ય સાથેકલાએ ખીલી ઊઠયો છે. સત્ર દુઃખ, અશાંતિ અને ત્રાસનુ ભયંકર સામ્રાજ્ય જામ્યું છે. . જડવાદનાં એ ખળાને ઝેર કરવા, અનિવાદનું દફ્ન કરવા અને પ્રજાદેહમાં વ્યાપેલા ઝેરને નીચાવી નાંખવા, આજથી મહાન પ્રયાસ કરવાના નિરધાર; કરીએ ને અજ્ઞાનનાં ધાર તિમિરાને મિટાવવા સત્ય અને જ્ઞાનના મહાદ્વીપ પેટાવીએ. . આટલું કહીને, હવે હું જૈન સંઘને ઉદ્દેશીને કેટલાંક ટૂંકા સૂચના કરૂ છું. તે એ કે—પ્રથમ તા (૧) ઉપાધ્યાયજીનું જીવન અને કવન પ્રગટ કરવું. (૨) તેઓશ્રીના ઊપલબ્ધ તમામ ગ્રન્થાનું સમાન ધેારણે, સમાન પદ્ધતિએ વ્યવસ્થિત રીતે સંપૂર્ણ શુદ્ધ પ્રકાશન કરવું. એ પ્રકાશનાને મૂળ ગ્રન્થકારના, આશયને વધુ સ્પષ્ટ કરતા ટીકા, ટિપ્પણા અને નિધાથી સુવાચ્ય અને સરળ બનાવવા, જેથી અભ્યાસી સુલભતાથી રસપૂર્વક અધ્યયન કરવા પ્રેરાય. (૩) તેઓશ્રીના સમગ્ર ગ્રન્થાની વિશદ સમીક્ષા કરતું એક પુસ્તક પ્રગટ કરવું, જેથી અનેક વિદ્વાને તેમના ગ્રન્થાનું અધ્યયન કરવા પ્રેરાય.

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505