Book Title: Yashovijay Smruti Granth
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 496
________________ ૧૮૭ પ્રસન્મુખ સુરચંદ્ર બદામી બી.એ.બી.એસ.સી. માર અટલાના હસ્તે થયું તે પણ યાગ્ય હતું. સમાજસેવા અને વિદ્વત્તા તેમને તેમના પિતાશ્રી તરફથી વારસામાં મળેલ છે. આ વારસાનું જતન કરવા તેમણે મુબઇથી વડાદરાના પ્રવાસ પ્રસન્નમુખે ખેડયા હતા. નન્યન્યાયના મહાન રધર પતિના સત્ર સમાર ́ભનું ઉદ્ઘાટન એક ન્યાયાધીશના હસ્તે થાય એમાં પણ કાઈ સંકેત હશે? * આજીમાજીના ગામામાંથી આવેલા સેકડા નિમંત્રિત—અનિયત્રિત સ્ત્રી પુરુષા ઉપરાંત જૈન સમાજની અનેક નામાંકિત વ્યક્તિએની આ સમારાહમાં સારી હાજરી હતી, શિલ્પ–સાહિત્યનું પ્રશ્ન જેમના હાથે ખુલ્લું મૂકાયું તે ધાંગધ્રા નિવાસી શેઠે પુરૂષાત્તમદાસ સુરચંદ, જૈન સમાજના જાણીતા અગ્રણી અને વિશિષ્ટ વ્યક્તિત્વવાળા શેઠ જીવતલાલ પ્રતાપસી, સખી શ્રીમંત શેઠ વાડીલાલ ચત્રભુજ, સમાજ કલ્યાણુની નિરંતર ધગશવાળા શ્રીપ્રાળુજીવનદાસ ગાંધી, જૈન સમાજની અનેક સંસ્થાઓના પ્રાણુરૂપ જૈન શ્વેતાંબરકૅન્ફરન્સ અને સ્વયંસેવક પષિદના માવડી શ્રીમાહનલાલ દીપચંદ ચાસી, પીઢ સાહિત્યકાર Àા. હીરાલાલ ૨. કાપડીયા, આપણા ગણ્યા ગાંઠયા પાિ પૈકીના એક પ્રખર પતિ શ્રીલાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, પંડિત શ્રીમફતલાલ સંધવી વગેરેની હાજરીથી ઉત્સવમાં જોમ અને જોશ આવ્યું હતું. જૈન જૈનેતર સમાજમાંથી બીજી પણ ઘણી નામાંકિત વ્યક્તિની હાજરી આગળ તરી આવતી હતી. જાણીતા ગુજરાતી સાક્ષર પ્રાધ્યાપક ડૉ. ભાગીલાલ જે. સાંડેસરા, શિલ્પ અને મૂર્તિશાસ્ત્રના પ્રખર અભ્યાસી અને સશાધક ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ, ઈતિહાસ અને અર્થશાસ્ત્રના નિષ્ણાત પ્રા. કેશવલાલ હિંમતલાલ કામદાર, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રતિનિધિ Àા. દીનુભાઈ, આરીએન્ટલ ઈન્સ્ટીટયુટવાળા શ્રીજયંત ઠક્કર, રાજકીય સંસ્કૃત પાઠશાળાના પ્રિન્સિપાલ શ્રીહરિપ્રસાદ મહેતા વગેરેની હાજરી ખાસ પ્રેરણાદાયી બની હતી. ભાઈની જૈનેતર પ્રજામાંથી વીલા, ડૉકટરી, વેપારીઓ વગેરેના ઉષ્માભર્યું સાથ પણ અમને મલ્યા હતા. * * * તા. ૭–૩–૧૩ ના રોજ પારના સત્રના પ્રારંભ થયેા. સ્વાગત પ્રમુખે ભાષણમાં ડભાઈના ટૂંકા ઇતિહાસ આપી સૌને સત્કાર્યાં. બહારગામથી આવેલી જાણીતી વ્યક્તિ સંસ્થા, આચાર્યો, મુનિવા વગેરેના સદેશા વંચાયા. સત્રસમિતિના મંત્રી તરીકે સત્રની ઉત્પત્તિને ટૂંકા ઇતિહાસ મેં પણ રજૂ કર્યાં અનેક વિદ્વાન લેખકાના નિધા આવેલા, તેના સવિસ્તૃત પરિચય પતિ લાાલચદ્રજીએ આપ્યું. શેઠા નિષેધ વંચાયા. મા. દિનુભાઈ, શ્રીજયત ઠક્કર, પ્રા. હીરાલાલ ૨. કાપડીયા અને શ્રીહંસરાજજી શાસ્રીએ પ્રસંગાનુરૂપ પ્રવચન કર્યાં અને ઉપાધ્યાયજીને માનભરી અંજલિ આપી. * * * * આ સત્રની કાર્યવાહી વિવિધ ગામાં વહેંચાયેલી હતી. શિલ્પ સાહિત્યનું પ્રદર્શન, ઉપાધ્યાયજીના જીવન પ્રસ ંગાનું પ્રČન, ઉપાધ્યાયજીની મૂર્તિ પ્રતિષ્ઠા, સત્ર સમારોહ, સંસ્કૃત વિદ્વતપરિષદ, ઉપરાંત ધાર્મિક પૂજાઓ, પ્રભાવનાઓ, વધેડા, જમણુવારા વગેરે પરંતુ આ સૌમાં સંસ્કૃતવિદ્વાનેાની પરિષદે ખાસ આાણ જમાવ્યું હતું. આ પરિષદ્ એટલે શ્રમણુ સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંસ્કૃતિના સુભગ સમન્વય. જૈન સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ વચ્ચે ાઈ અભેદ્ય દિવાલ નથી. બન્ને એક બીજા તરફ પૂઠ ફેરવીને બેઠેલાં નથી, બન્નેને ખાપે માર્યા વેર નથી, પરંતુ બન્ને વચ્ચે કેટલુંક સામ્ય છે. અમુક બાબતમાં તા અદ્ભુત સામ્ય છે અને બન્ને અરસ પરસ સખી ભાવે સાથે બેસી શકે છે, એનું ખાસું ઉદાહરણ આ પરિષદ્ હતી, સ્યાાદ દષ્ટિવાળાને ક્રાઈની સાથે મમત, દ્વેષ કે કામત હેાઈ શકે નહિ. તે હંમેશા સામાનું દૃષ્ટિબિન્દુ સમજવા અને પેાતાનું દૃષ્ટિબિન્દુ પ્રેમપૂર્વક સમજાવવા તૈયાર હૈાવા જોઈએ. આવા સ્વાદાદી હમેશા

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505