Book Title: Yashovijay Smruti Granth
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 497
________________ ૧૮૮ (૩૩) એ પ્રમાણે તાર્કિકશિરામણ ન્યાયાચાય ન્યાવિશારદ ઉપાધ્યાય શ્રીયશાવિજયજી મહારાજનું આ જીવનચરિત્ર–ઉપાધ્યાયજી મહારાજના સદ્ગુણ્ણાના અનુરાગથી અને તેમના અપાર જ્ઞાનાદિ ગુણ્ણાનું અનુકરણ કરવાની ઈચ્છાથી અતિક્ષેપમાં કહ્યું છે. વમાન સમયમાં ઉપાધ્યાયજીનું અથથી ઇતિ સુધીનું સવિસ્તર યથાર્થ જીવનચરિત્ર મળતું નથી, જેથી જેટલું મળી શકે છે તેટલામાંથી ઉદ્ધરીને સારભૂત આ જીવનચરિત્ર બહુ ટૂંકમાં કહ્યું છે. આ સંક્ષિપ્ત જીવનચરિત્ર વાંચીને અથવા સાંભળીને અને તેવા ગુણ્ણાની સેવના કરીને, હે ભવ્ય જીવો ! તમે પરમ ઉન્નતિ એટલે પરમ કલ્યાણને પામે ! (૩૪-૩૫) વિ. સ. ૧૯૯૩માં જે દિવસે શ્રીગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રગટ થયું તે પવિત્ર દિવસે અતિઉત્તમ શ્રીજૈનશાસનની આરાધના કરવામાં રસિક એવા ઘણા શ્રાવક સમુદાય જેમાં વસે છે તે જૈનપુરી સરખા રાજનગર-અમદાવાદમાં પરમપૂજ્ય ગુરુવયં આચાય શ્રીવિજયનેમિસૂરીશ્વરના શિષ્ય આચાય વિજયપદ્મસૂરિએ પ્રિય કરવિજયજી નામના સાધુને ભણવા માટે આ ઉપાધ્યાયજી શ્રીયશેાવિજયજી મહારાજના જીવનચરિત્રની રચના કરી. મહાપાધ્યાય શ્રીયોવિજયજી મહારાજે ખનાવેલા ગ્રંથેાની હકીકત એક સ્વતંત્ર નિષધમાં જ આવી શકે એમ હાવાથી અહીં ન આપતાં તેમની સાહિત્ય રચના સમધી હકીકત આ ગ્રંથમાં જ મારા ખીજા લેખ (પૃષ્ઠ; ૧૮૯) માં આપવામાં આવી છે. आत्मायमर्हतो ध्यानात् परमात्मत्वमनुते । रसविद्धं यथा ताम्र, स्वर्णत्वमधिगच्छति ||३०|| જેમ રસથી વેધાયેલું તાંબુ સુત્ર બને છે તેમ અરિહંતના ધ્યાનથી આ આત્મા પરમાત્મપણાને પામે છે. દ્વાત્રિંશિકા ] [ શ્રીમદ્ યો.વિજયજી

Loading...

Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505