Book Title: Yashovijay Smruti Granth
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 492
________________ શ્રીયશોવિજયસારસ્વતસત્રનાં સંસ્મરણે 1 લેખ–શ્રીયુત નાગકુમાર મકાતી વકીલ, વડેદર.] (૨) શ્રીયશવિજય સારસ્વતસત્રનાં બીજ મુંબઈમાં રોપાયેલાં. ડભોઈમાં ઉપાધ્યાયજીએ વિ. સં. ૧૭૪૩માં પિતાનું અંતિમ ચાતુર્માસ કરેલું અને ત્યાં જ તેમણે પિતાને નશ્વર દેહ છોડેલ ગામથી થોડે દૂર સીત ‘તલાઈના કઠેિ આવેલા નાનકડા ઉદ્યાનમાં તેમના પર આજે પણ વિદ્યમાન છે. શ્રીઉપાધ્યાયજી ન્યાયશાસ્ત્રમાં એટલા પારંગત હતા કે તેમના સ્તૂપમાંથી તેમના સ્વર્ગવાસના દિવસે આજે પણ બન્યાયને ધ્વનિ નીકળે છે એમ કવિ કહે છે. સીતાલાઈ પાખતી તિહાં થુભ અષે સસરે, તે મહિથી ધ્વનિ ન્યાયની, પ્રગટે નિજ દિવસિં પરે. (સુજસેવેલીભાસ) ન્યાયને ધ્વનિ ખરેખર જ નીકળે છે કે તેમના સ્વર્ગવાસ દિને નૈયાયિકે તેમના સ્વપ પાસે ભેગા થઈ ન્યાયચર્ચા કરતા હશે એને માટે પ્રમાણભૂત માહિતી એકત્ર કરવી રહે છે. છતાં આ ઉપરથી એટલું તે ચાસ થાય છે કે તેઓ અદિતીય નૈયાયિક હતા. તેઓશ્રીને લગતા કોઈ પણ સમારોહ તેમના અંતિમ શ્વાસશ્વાસથી પાવન થયેલી ભૂમિમાં ઉજવાય એ સર્વ રીતે યોગ્ય હતું. ત્યનિ ધર્મપ્રેમી સમાજ પણ પિતાના આંગણે આ પ્રસંગ ઉજવાય તે માટે ઉત્સુક હતા. ઉપાધ્યાયજીની અંતિમ રાખ ત્યાં પડેલી તે ઘટના ઉપરાંત પણ ડભોઈની આ મહોત્સવની ઉજવણીની, અનેક રીતે યોગ્યતા હતી. ડભાઈ પ્રાચીન ગુજરાતનું એક ઐતિહાસિક શહેર હોઈ ' લાટ દેશના મુખ્ય નગરામાં તેની ગણના થતી હતી. દક્ષિણ ગુજરાતમથિી ઉત્તર તરફ જવાને ધોરી માર્ગ ત્યાંથી પસાર થતા હતે હેઈ, વેપાર વણજ માટેની તેની ખ્યાતિ અને આબાદી સારી હતી. ગુજરાતના જાણીતા શરીર મંત્રીશ્વર તેજપાલે આ નગરને પ્રખ્યાત કીલે બંધાવેલ જે હજુ પણ તેમની કીર્તિકથા ગાતે બીસ્માર હાલતમાં ઊભો છે. કલાની કોતરણી અને સ્થાપત્ય બેનમૂન છે. તેની હીરાભાગળને તેતીગ કલામય દરવાજે, અને તેની આજુબાજુની કીલેબંધી કલાકાર હીરાકડીયાની રોમાંચક પ્રણય કથાની હજી યાદ આપે છે. જગતભરમાં પ્રણય ખાતર જાનફેસાની કરી અમરત્વ પામેલા ઘણાખરા ઉપલા થરમાંથી આવેલા છે. કવિઓ અને લોકકથાકારો પણ આવાને જ પિતાના કાવ્યોમાં સ્થાન આપે છે. પત કડીયા જેવા શ્રમજીવી વર્ગમાંથી આવેલાની પ્રણયકથાને અમર કરનાર ગુજરાતનું ડભોઈ એક અને અનેખું છે. જે આમવર્ગના એક પ્રણયનું સ્મારક ચિરંજીવ કરવાનું માત્ર ખાટી જાય છે. શ્રીલોઢણ પાશ્વનાથનું મંદિર, શ્રીઘનાથનું મંદિર, તેનું સુંદર સરોવર જેવું વિશાળ તલાવ વગેરે ભાઈના અતિ પ્રાચીનતાને ખ્યાલ આપે છે. અહીં ગુજરાતના લાડીલા ભક્ત કવિ દયારામ જન્મ્યા હતા જેમની પ્રેમલક્ષણાયુક્ત ગરબીઓ ગરવી ગુજરાત આજેય ઘેરઘેર ગાય છે. આ પવિત્ર ભૂમિમાંથી સા' યા નરનારીઓએ ત્યાગ, વૈરાગ્ય અને સંયમનો માર્ગ સ્વીકારે છે. આમ લાક્ષણિક રીતે જ ડભાઈ ઉપાધ્યાયજી અંગેના સમારોહ માટે સર્વ રીતે થયું હતું.

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505