Book Title: Yashovijay Smruti Granth
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 484
________________ તાર દ્વારા મળેલા સંદેશા અને અભિનંદન નધિ-તાર દ્વારા આવેલા સરશાઓમાંથી જે તારે પૂ૦ ઉપાધ્યાયજી મહારાજ તથા ઉત્સવ આયેાજના અગે કંઈક વિશિષ્ટ સૂચન કરતા હતા તેને અહીં અનુવાદિત કરી ભચા છે. પાણીના સકળતા હતા અને અનન આપતા તારા ઉલેખ, નાના નામ-ઠામ દ્વારા -પાટ સારસ્વતસત્રના આ પ્રસંગ અમારા હાર્દિક અભિનંદન. જૈન સાહિત્ય અને શાસ્ત્રોમાં મહારાજ શ્રીની સેવાઓ અમૂલ્ય હિસ્સો આપણી સરકૃતિ વારસામાં એક ઉજજવળ પ્રકરણને ઉમેરે કરે છે. જ્ઞાનની જ્યોત પ્રગટે અને આવા મહાન તર્કશાસ્ત્રીના પ્રયાસને કારણે તે પ્રકાશિત રહે, આપણામાં ઉત્સાહ અને પ્રેરણા આપે અને આ મહાન સેવક પ્રત્યેની આપણી ફરજો અદા કરવામાં સહાયરૂપ નીવડે એમ ઇચ્છીએ છીએ. મહોત્સવ નિમિતે એકત્રિત થયેલા મહાન વિદ્વાનોની ચર્ચા-વિચારણા, આ દિશામાં શરૂઆત કરે એવી આશા રાખીએ છીએ. –શ્રીજૈનતામ્બર કૉન્ફરન્સ, મુંબઈ યશવિજયજી સારવતસત્ર મહોત્સવ ઉજવવા માટે હું હૃદયાનંદપૂર્વક અભિનંદન પાઠવું છું. ગણિવર મહોપાધ્યાય શ્રીયશોવિજયજીના નીડર અને સચોટ જેન તત્વજ્ઞાનના નિદેશ (ખરેખર) દુનિયાભરના રોલમાં સ્થાન પ્રાપ્ત કરે છે. તેઓ શ્રી જેલોમાં પણ ઍલરરૂપ (સર્વશ્રેષ્ઠ) હતા અને તેઓશ્રીની ભવ્ય સિદ્ધિ ગતના સર્વ ધર્મનું સાર્વભૌમ સત્ય સમજવામાં હતી. તેમની કૃતિઓ આપણને જૈન તત્વજ્ઞાન અને સાહિત્યમાં મુખ્ય તકશાસ્ત્રની ધરીને સરળ અને સચોટ ખ્યાલ આપે છે. આધુનિક જમાનામાં, આજની રીત, અદ્યતન ભાષામાં પૌરાણિક જૈન તત્વજ્ઞાનને સમજાવવા માટે આજે તેમની ખાસ જરૂર છે. આપણા બહુ જ વિશાળ અને રહસ્યભર્યા સાહિત્યને જીવતું જાગતું બનાવવા માટે કોઈ એક બંધારણીય યોજના સિદ્ધ કરવામાં ઉજવાએ સારસ્વત મહત્સવ સફળ થાવ. પૂ. મહાત્મા પુરુષની પુણ્યભરી યાદમાં યોજવામાં અને ઉજવવામાં આવેલા આ મહોત્સવ ખરેખર બધી જ રીતે ઉચિત છે. –ચંદુલાલ વર્ધમાન શાહ, મુંબઈ ઉપાધ્યાયજી શ્રીયશવિજ્યજી મહારાજશ્રીને સ્મારક મહોત્સવ સાંભળી અત્યંત આનંદ થયે. આમંત્રણ માટે આભારી છીએ. પૂજ્ય મહારાજશ્રીના કાર્યોને દેશપરદેશમાં પ્રચાર થાય અને જગતનું કલ્યાણ થાય તેમ ઈચ્છીએ છીએ. આચાર્ય મહારાજશ્રી અને અન્ય મુનિમહારાજશ્રીને વંદન –ગિરધરલાલ છોટાલાલ, અમૃતલાલ જેસિંગભાઈ ––મેહનલાલ છોટાલાલ, શાન્તિકુમાર જગાભાઈ, અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505