Book Title: Vyutpattivada Author(s): Bhavyasundarvijay Publisher: Divya Darshan Trust View full book textPage 7
________________ પ્રસ્તાવના नमोऽस्तु तस्मै जिनशासनाय સામાન્યથી નવ્યન્યાયનો અભ્યાસ મુક્તાવલિ, વ્યાપ્તિપંચક, સિદ્ધાંતલક્ષણ, સામાન્ય નિરુકિત, અવચ્છેદકત્વ નિરુકિત અને વ્યુત્પત્તિવાદ આ ક્રમે કરાવાય છે. કઠિન ગણાતાં ન્યાયના વિષયમાં સામાન્ય ક્ષયોપશમવાળા તો પ્રવેશ જ કરતા નથી. મધ્યમ ક્ષયોપશમવાળા પણ મોટે ભાગે મુકતાવલિ કે વધુમાં વધુ સિદ્ધાંતલક્ષણ સુધીના અભ્યાસમાં થાકી જાય છે. એટલે વ્યુત્પત્તિવાદ સુધી પહોંચનારા તો બહુ થોડા- વિશિષ્ટ ક્ષયોપશમવાળા જ હોય છે. મને અભ્યાસ દરમિયાન એવું લાગ્યું છે કે સિદ્ધાંતલક્ષણાદિ ગ્રંથો મોટેભાગે શુષ્ક તર્ક-ચર્ચાથી ભરપૂર છે. તેનાથી બુદ્ધિ ધારદાર બને છે, પણ વિશેષ પદાર્થ જ્ઞાન થતું નથી. તેથી અધ્યેતાને કંઈક પ્રાપ્ત થયાનો આનંદ થતો નથી અને એટલે અધ્યેતાને થાક લાગે છે. જ્યારે વ્યુત્પત્તિવાદ પ્રમાણમાં સરળ ગ્રંથ છે. તેમાં ભરપૂર પદાર્થો છે, જે અધ્યયનને રસાળ બનાવે છે. અધ્યેતાને પ્રાપ્તિની લાગણી થાય છે. આનંદપ્રદ બને છે. શાસ્ત્રવચનોના અર્થઘટનમાં પણ આ અધ્યયન ઘણું ઉપયોગી છે. મહોપાધ્યાય યશોવિજયજી મ.ના કેટલાક ગ્રંથોને સમજવા માટે અનિવાર્ય છે. એટલે મારું એવું માનવું છે કે મુકતાવલિ (અને કદાચ વ્યાપ્તિ-પંચક)નો અભ્યાસ જેમણે સારી રીતે કર્યો છે, તે વ્યુત્પત્તિવાદ કરી શકે અને તેમણે કરવો જોઈએ. કદાચ સિદ્ધાંતલક્ષણ ન થઈ શકે તો પણ વ્યુત્પત્તિવાદ કરવા જેવો ગ્રંથ છે. વ્યુત્પત્તિવાદ પર અનેક ટીકાઓ ઉપલબ્ધ છે જ. છતાં ગુજરાતી ભાષાનું વિવેચન ઘણું વધારે સહાયક બને, એ અભિપ્રાયથી આ અનુવાદ કર્યો છે. દ્વિતીયા કા૨ક પ્રમાણમાં સરળ છે અને પ્રથમા કારકના કેટલાક અંશનું વિવેચન તર્કસમ્રાટ પ. પૂ. આ. ભ. જયસુંદરસૂરીશ્વરજી મ. સા.નું પ્રકાશિત થયુ છે, એટલે મેં દ્વિતીયા કારકની પસંદગી કરી છે. Jain Education International ६ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 186