Book Title: Vyutpattivada Author(s): Bhavyasundarvijay Publisher: Divya Darshan Trust View full book textPage 5
________________ પ્રકાશકીય પરમ ગુરુદેવ પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની જન્મશતાબ્દી પ્રસંગે તેઓશ્રીને યથાશક્તિ ભેંટણું ધરવાની પ્રેરણા સમુદાયના વડીલ પૂજયો તરફથી સમુદાયના મહાત્માઓને થઈ. પૂજ્ય ગુરુદેવ, નવ્યન્યાયના પ્રખરજ્ઞાતા હતા. તેમણે ઉચ્ચકોટિના ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો, અને અનેક મહાત્માઓને કરાવ્યો હતો. અધ્યેતાઓની સરળતા માટે તેઓએ “ન્યાયભૂમિકા”નું સર્જન કર્યું હતું અને અનેક અનુવાદગ્રંથોના તેઓ પ્રણેતા હતા. એટલે, વડીલોની પ્રેરણા ઝીલીને પૂ. મુનિરાજશ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજ સાહેબે વ્યુત્પત્તિવાદનો અનુવાદ કરવાનો પ્રારંભ કર્યો અને એના ફળસ્વરૂપે આ ગ્રંથ પ્રકાશિત થઈ રહ્યો છે. આના અભ્યાસ દ્વારા પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવંતો, નવ્ય ન્યાયની શૈલી ઉપર પકડ મેળવીને મહોયાધ્યાય યશોવિજયજી મ.સા. આદિ વિદ્વાનોના ગ્રંથોને વાંચી શકે અને જિનશાસનના શ્રુતજ્ઞાનના ઊંડા રહસ્યોને પામી શકે, એ જ આ પ્રકાશનનો ઉદેશ છે. કુમારપાળ વિ. શાહ દિવ્યદર્શન ટ્રસ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 186