________________
विवेकविलासे प्रथमः सर्गः। जीवितव्ये जये लाभे, सस्योत्पत्तौ च वर्षणे॥ पुत्रार्थे युद्धपृच्छायां, गमनागमने तथा ॥४२॥ पृथ्व्यप्तत्त्वे शुभे स्यातां, वह्निवातौ च नो शुभौ॥ अर्थसिद्धिःस्थिरोयाँ तु, शीघ्रमम्भसि निर्दिशेत् ॥४३॥
અર્થ–આજીવિકા, જય, લાભ, ધાન્યની ઉત્પત્તિ, વૃષ્ટિ (વરસાદ), પુત્રની પ્રાપ્તિ, સંગ્રામની પૃચ્છા, ગમન (જવું) તથા આગમન (આવવું) એટલા કાર્યોમાં પૃથ્વી તત્વ અને જળ તત્વ શુભ જાણવાં, પણ અગ્નિતત્ત્વ અને વાયુતત્ત્વ ઉપર કહેલા કાર્યોમાં શુભ ફલ દેનારાં નથી. પૃથ્વી તત્ત્વ ધીરે ધીરે શુભ ફળ આપે છે, અને જલતત્વ તુરત આપે છે. (૪૨) (૪૩).
(ઈતિ સ્વરવિચાર) निष्ठीवनेन दद्वादे-स्ततः कुर्यानिघर्षणम् ॥
अङ्गदााय पाणिभ्यां, वजीकरणमाचरेत् ॥४४॥ અર્થ–પછી દાદર, ખસ વિગેરે થઈ હોય તો તે ઉપર થુંક ઘસવું, અને શરીરની દૃઢતાને અર્થે બે હાથે શરીર મસળવું. (૪૪)
वज्रनामकमाकण्ठं, पातव्यमथवा पयः॥
अम्भसः प्रसृतीरष्टौ, पेयाः केचिद्वदन्यपि ॥४५॥ અર્થ -પ્રાતઃકાળમાં જલ બહુ બલ દેનારૂં છે તેથી તે વજ નામથી કહેવાય છે. માટે “વ' એ નામે ઓળખાતું જલ કંઠ સુધી એટલે ખુબ ધરાઈને પીવું. કેટલાક તો આઠ પસલી પાણી પીવું એમ પણ કહે છે. (૪૫)
न स्वप्यान्नान्यमायासं, कुर्यात्पीत्वा जलं सुधीः॥
आसीनो हृदि शास्त्रार्थान्, दिनकृत्यानि च स्मरेत् ॥ ४६॥
અર્થ –જલપાન કરીને પાછું સુવું નહીં, તથા આયાસ ઉપજાવે એવું કંઈ કામ પણ કરવું નહીં. તો સ્વસ્થ બેસી શાસ્ત્રમાં કહેલી વાતોનો મનમાં વિચાર કરો, અથવા દિવસે જે શુભ કૃત્ય કરવા ધાર્યું હોય તે ચિંતવવું. (૪૬)
"Aho Shrutgyanam