Book Title: Vitrag Vigyana Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates હવે કાળલબ્ધિ આવતાં આપનાં દર્શન પ્રાપ્ત થયાં છે, તેથી મને ઘણી જ પ્રસન્નતા છે. મારું અંતર્હન્દુ સમાપ્ત થઈ ગયું છે અને મારું મન શાન્ત થઈ ગયું છે. મેં દુઃખોનો નાશ કરનાર આત્માના અનુભવરૂપી રસને ચાખી લીધો છે. ૧૨. તેથી હે નાથ ! હવે એવું કરો કે જેથી આપનાં ચરણોનો વિયોગ ન થાય. તાત્પર્ય એ છે કે જે માર્ગ (આચરણ) દ્વારા આપ પૂર્ણ સુખી થયા છો, હું પણ તે જ પ્રાપ્ત કરું. હે દેવ ! આપના ગુણોનો તો કોઈ અંત નથી અને સંસારથી પાર ઉતારવાનું તો આપનું બિરુદ જ છે. ૧૩. આત્માનું અહિત કરનાર, પાંચ ઈન્દ્રિયના વિષયોમાં લીનતા અને કષાય છે. હે પ્રભુ! હું ઇચ્છું છું કે એના તરફ મારું વલણ ન જાય. હું તો મારામાં જ લીન રહું , જેથી હું પૂર્ણ સ્વાધીન બની જાઉ. ૧૪. મારા હૃદયમાં બીજી કોઈ ઇચ્છા નથી, બસ એક રત્નત્રયરૂપ નિધિ જ પ્રાપ્ત કરવા ઈચ્છું છું. મારા હિતરૂપી કાર્યનું નિમિત્ત કારણ આપ જ છો. મારો મોહેંતાપ નષ્ટ થઈને મારું કલ્યાણ થાય એ જ ભાવના છે. ૧૫. જેવી રીતે ચંદ્ર પોતાથી જ ગરમી ઓછી કરીને શીતળતા આપે છે, તેવી જ રીતે આપની સ્તુતિ કરવાથી સ્વયમેવ આનંદ પ્રાપ્ત થાય છે. જેમ અમૃત પીવાથી રોગ ચાલ્યો જાય છે તેવી જ રીતે આપનો અનુભવ કરવાની સંસારરૂપી રોગ ચાલ્યો જાય છે. ૧૬. ત્રણ લોકમાં અને ત્રણ કાળમાં આપના સમાન સુખદાયક (સન્માર્ગ-દર્શક) બીજું કોઈ નથી. એવો આજે મને નિશ્ચય થઇ ગયો છે કે આપ જ દુઃખરૂપી સમુદ્રથી પાર ઉતારનાર જહાજ છો. ૧૭. આપના ગુણોરૂપી મણિઓને ગણવામાં ગણધરદેવ પણ સમર્થ નથી તો પછી હું (દૌલતરામ) અલ્પ બુદ્ધિવાળો તેનું વર્ણન કેવી રીતે કરી શકું? તેથી હું આપને મન, વચન અને કાયાની સંભાળ પૂર્વક વારંવાર નમસ્કાર કરું છું. ૧૮. પ્રશ્ન૧. ઉપરોક્ત સ્તુતિની કોઈ પણ બે કડી તમને ગમતી હોય તે લખો. તમને તે શા માટે ગમે છે તેનું કારણ પણ બતાવો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40