________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ આઠમો
| બા૨ ભાવના
૫. જયચંદજી છાબડા
વ્યક્તિત્વ અને કર્તુત્વ
(સંવત ૧૭૯૫-૧૮૮૧) જયપુરના પ્રતિભાશાળી આત્માર્થી વિદ્વાનોમાં છે. જયચંદજી છાબડાનું એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેમનો જન્મ જયપુરથી ૩૦ માઈલ દૂર ડિગ્રી-માલપુરા રોડ ઉપર આવેલા ફાગઈ (ફાગી) નામના ગામમાં થયો હતો. તેમના પિતાજીનું નામ મોતીરામજી છાબડા હતું.
અગિયાર વર્ષની નાની ઉમરમાં તેમની રુચિ તત્ત્વજ્ઞાન તરફ થઈ ગઈ હતી. કેટલાક સમય પછી તેઓ ફાગઈથી જયપુર આવી ગયા, જ્યાં તેમને મહાપંડિત ટોડરમલજી વગેરેનો સત્સમાગમ પ્રાપ્ત થયો હતો, તેમના સુપુત્ર પં. નંદલાલજી પણ મહાન વિદ્વાન હતા. પં. જયચંદજીએ પોતે તેમનાં વખાણ કર્યા છે.
તેમની રચનાઓમાં મુખ્યપણે ટીકા-ગ્રંથો છે, જેને વચનિકા નામથી ઓળખવામાં આવે છે. આમ તો તેમની કેટલીક મૌલિક કૃતિઓ પણ છે. તેમના કેટલાક મહત્ત્વપૂર્ણ ગ્રંથો નીચે લખ્યા મુજબ છે :
૧. તત્ત્વાર્થસૂત્ર વચનિકા ૨. સર્વાર્થસિદ્ધિ વિચનિકા ૩. પ્રમેયરત્નમાળા વચનિકા ૪. દ્રવ્યસંગ્રહ વચનિકા ૫. સમયસાર વચનિકા ૬. અષ્ટપાહુડ વચનિકા ૭. જ્ઞાનાર્ણવ વચનિકા ૮. ધન્યકુમાર ચરિત્ર વચનિકા ૯. કાર્તિકેયાનુપ્રેક્ષા વચનિકા ૧૦. પદ-સંગ્રહું પ્રસ્તુત બાર ભાવનાઓ તેમણે જ બનાવેલી છે.
૩૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com