Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ શ્રી ટોડરમલ ગ્રન્થમાળા પુષ્પ નં. ૧૬] વીતરાગ-વિજ્ઞાન પાઠમાળા
ભાગ ૧
Usia
Iકા
પં. હુકમચન્દ ભાટિલ શાસ્ત્રી, ન્યાયતીર્થ, એમ. એ., સાહિત્યરત્ન સંયુક્ત મંત્રી, શ્રી ટોડરમલ સ્મારક ભવન, જયપુર.
ગુજરાતી અનુવાદક :
બ્ર. વ્રજલાલ ગિરધરલાલ શાહ બી. એ. (ઓનર્સ) એસ. ટી. સી., રાષ્ટ્રભાષા રત્ન.
प्रकाशक: पण्डित टोडरमल स्मारक ट्रस्ट ए-४ , बापूनगर, जयपुर - ३०२०१५
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been donated to mark the 15th svargvaas anniversary (28 September 2004) of our mother, Laxmiben Premchand Shah, by Rajesh and Jyoti Shah, London, who have paid for it to be "electronised" and made available on the Internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Vitraag-Vignaan Pathmala, Part 1, is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History
Date
Changes
Version Number
001
23 Sept 2004
First electronic version. Error corrections made:
Errors in Original Physical Electronic Version
Version
Corrections Edition Information &
Translated to Contents pages are Hindi Gujarati Page 26, Line 11: 42412
તલવાર Page 28, Line 5: gold
જગત Page 32, Line 12 Addition
અને Page 36, Line 8: blad
ગર્ભિત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સર્વાધિકાર સુરક્ષિત ગુજરાતી : પ્રથમ સંસ્કરણ : ૫000 દ્વિતીય સંસ્કરણ : ૩૨૦૦ (૨૨ એપ્રિલ ૧૯૮૬ મહાવીર જયન્તી) હિન્દી (પ્રથમ છ સંસ્કરણ) પ૩,૨OO કન્નડું (પ્રથમ બે સંસ્કરણ) ૪,OOO મરાઠી (પ્રથમ બે સંસ્કરણ) ૧૦,OOO અંગ્રેજી (પ્રથમ સંસ્કરણ) ૫,OOO
યોગ ૮૦,૪OO
મુદ્રક : સિટીજન પ્રિટર્સ 1813 ચન્દ્રાવલ રોડ, દિલ્લી 110007
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિષય-સુચી
પૃષ્ઠક
પાઠનું નામ દેવ-સ્તુતિ આત્મા અને પરમાત્મા
સાત તત્ત્વ
છ આવશ્યક કર્મ રક્ષાબંધન જબૂસ્વામી
| | |
બાર ભાવના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ પહેલો
દેવ-સ્તુતિ
પં. દૌલતરામજી દર્શન સ્તુતિ
દોહા
સકળ શેય જ્ઞાયક તદપિ, નિજાનંદ રસ લીન સો જિનેન્દ્ર જયવંત નિત, અરિ રજ'રહસ વિહીન. ૧.
પદ્ધરિ છંદ જય વીતરાગ વિજ્ઞાનપૂર,
જય મોહતિમિરકો હરન સૂર; જય જ્ઞાન અનંતાનંત ધાર,
દિગસુખ વીરજમંડિત અપાર. ૨. જય પરમશાંત મુદ્રા સમેત,
ભવિજનકો નિજ અનુભૂતિ હેત; ભવિ ભાગન વચજોગે વણાય,
તુમ ધુનિ હૈ સુનિ વિભ્રમ નશાય. ૩. તુમ ગુણચિંતત નિપર વિવેક,
પ્રગટે વિઘટે આપદ અનેક; તુમ જગભૂષણ દૂષણવિયુક્ત,
સબ મહિમાયુક્ત વિકલ્પમુક્ત ૪. ૧. મોહનીય, ૨. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જિનેન્દ્રદેવની સ્તુતિ કરતા પં. દોલતરામજી કહે છે કે- હે જિનેન્દ્રદેવ! આપ સમસ્ત જ્ઞયોના (લોકાલોકના) જ્ઞાતા હોવા છતાં પણ પોતાના આત્માના આનંદમાં લીન રહો છો. ચાર ઘાતી કર્મ જેનાં નિમિત્ત છે એવા મોહ-રાગ-દ્વેષ, અજ્ઞાન આદિ વિકારોથી રહિત છો-હે પ્રભુ! આપનો નિરંતર જય હો. ૧.
આપ મોહ-રાગ-દ્વેષરૂપ અંધકારનો નાશ કરનાર વીતરાગી સૂર્ય છો. અનંત જ્ઞાન ધારણ કરનાર છો, તેથી પૂર્ણજ્ઞાની (સર્વજ્ઞ) છો તથા અનંત દર્શન, અને અનંત સુખ અને અનંત વીર્યથી પણ સુશોભિત છો, હે પ્રભુ! આપનો જય હો. ૨.
આપની પરમ શાંત મુદ્રા ભવ્ય જીવોને આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો હેતુ છે. હે પ્રભુ! આપનો જય હો ! ભવ્ય જીવોના ભાગ્યથી અને આપના વચનયોગથી આપની દિવ્યધ્વનિ થાય છે, તેનું શ્રવણ કરીને ભવ્ય જીવોનો ભ્રમ નાશ પામી જાય છે. ૩.
આપના ગુણોનું ચિત્તવન કરવાની સ્વ અને પરનું ભેદવિજ્ઞાન થઈ જાય છે અને મિથ્યાત્વ દશામાં થનારી અનેક આપત્તિઓ ( વિકારો) નાશ પામી જાય છે. આપ સમસ્ત દોષોથી રહિત છો, સર્વ વિકલ્પોથી મુક્ત છો, સર્વ પ્રકારનો મહિમા ધારણ કરનાર જગતના ભૂષણ (જગતને સુશોભિત કરનાર) છો. ૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અવિરુદ્ધ શુદ્ધ ચેતન સ્વરૂપ,
પરમાત્મ પરમ પાવન અનૂપ; શુભ અશુભ વિભાવ અભાવ કિન,
સ્વાભાવિક પરિણતિમય અછીન. ૫. અષ્ટાદશ દોષ વિમુક્ત ધીર,
સચતુષ્ટયમય રાજત ગંભીર; મુનિગણધરાદિ સેવત મહંત,
નવ કેવલ લબ્ધિરમાં ધરત. ૬. તુમ શાસન સેય અમેય જીવ,
શિવ ગયે જાહિં જૈë સદીવ; ભવસાગરમેં દુ:ખ છાર વારિ,
તારનકો ઔર ન આપ ટારિ. ૭. યહ લખિ નિજ દુઃખગદ હરણ કાજ;
તુમ હી નિમિત્ત કારણ ઇલાજ; જાને તાતેં મેં શરણ આય,
ઉચરો નિજ દુઃખ જો ચિર લહાય. ૮. મેં ભ્રમ્પો અપનપો વિસરિ આપ,
અપનાયે વિધિ ફલ પુણ્ય પાપ; નિજકો પરકો કરતા પિછાન,
પરમેં અનિષ્ટતા ઇષ્ટ ઠાન. ૯. આકુલિત ભયો અજ્ઞાન ધારિ,
જ્યાં મૃગ મૃગતૃષ્ણા જાનિ વારિક તન પરિણતિર્મે આપો ચિતાર,
કબહૂ ન અનુભવો સ્વપદસાર. ૧૦. તુમકો બિન જાને જો કલેશ,
પાયે સો તુમ જાનત જિનેશ; પશુ નારક નર સુરગતિ મંઝાર,
ભવ ધર ધર માર્યો અનંત બાર. ૧૧.
૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હે પરમાત્મા, આપ સમસ્ત ઉપમાઓથી રહિત પરમ પવિત્ર શુદ્ધ ચેતન ( જ્ઞાન-દર્શન) મય છો. આપનામાં કોઈ પણ પ્રકારનો વિરોધ ભાવ નથી. આપે શુભ અને અશુભ બન્ને પ્રકારના વિકારી ભાવોનો અભાવ કર્યો છે અને સ્વાભાવિક પરિણતિથી સહિત થઈ ગયા છો તેથી કદી પણ ક્ષીણ દશાને પામવાના નથી. ૫.
આપ અઢાર દોષોથી રહિત છો અને અનંત ચતુષ્ટય યુક્ત બિરાજમાન છો. કેવળજ્ઞાનાદિ નવ પ્રકારના ક્ષાયિકભાવ ધારણ કરનાર હોવાથી મહાન મુનિ અને ગણધર દેવાદિ આપની સેવા કરે છે. ૬.
આપના બતાવેલા માર્ગે ચાલીને અનંત જીવ મુક્ત થઈ ગયા છે, થઈ રહ્યા છે અને હંમેશા થતા રહેશે. આ સંસારરૂપી સમુદ્રમાં દુઃખરૂપી અથાણું ખારું પાણી ભરેલું છે. આપના સિવાય બીજું કોઈપણ એનાથી પાર ઉતારી શકે તેમ નથી. ૭.
આ ભયંકર દુઃખ દૂર કરવામાં નિમિત્ત કારણ આપ જ છો; એમ જાણીને હું આપના શરણે આવ્યો છું અને હું અનંતકાળથી દુઃખ પામ્યો છું તે આપને જણાવી રહ્યો છું. ૮.
મારા જ્ઞાનસ્વભાવી આત્માને ભૂલીને પોતાની જાતે જ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છું અને મેં કર્મોનાં ફળ પુણ્ય-પાપને અપનાવી લીધા છે. પોતાને પરનો કર્તા માની લીધો છે અને પરને પોતાને કર્તા માની લીધો છે. પરપદાર્થોમાંથી કેટલાકને ઈષ્ટ માની લીધા છે અને કેટલાકને અનિષ્ટ માની લીધા છે. પરિણામે અજ્ઞાન ધારણ કરીને પોતે જ આકુળ થયો છે. જેવી રીતે હરણ મૃગજળને વશ થઈને રેતીને પાણી સમજીને પોતાના અજ્ઞાનથી જ દુઃખી થાય છે. શરીરની દશાને જ પોતાની દશા માનીને પોતાના પદ (આત્મસ્વભાવ) નો અનુભવ કદી કર્યો નથી. ૯-૧૦.
હે જિનેશ! આપને ઓળખ્યા વિના હું જે દુ:ખ પામ્યો છું તે આપ જાણો જ છો. તિર્યંચ ગતિ, નરક ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિમાં ઉત્પન્ન થઈને અનંતવાર મરણ કર્યું છે. ૧૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અબ કાલલબ્ધિ બલતેં દયાલ,
તુમ દર્શન પાય ભયો ખુશાલ; મન શાંત ભયો મિટિ સકલ કંદ,
ચાખ્યો સ્વાતમરસ દુઃખ નિકંદ. ૧૨. તાતેં અબ ઐસી કરહુ નાથ;
- બિછુપૈ ન કભી તુવ ચરણ સાથ; તુમ ગુણગણકો નહિ છેવ દેવ,
જગ તારનકો તુવ વિરદ એવ. આતમકે અહિત વિષય કષાય,
ઇનમેં મેરી પરિણતિ ન જાય મેં રહું આપમેં આપ લીન,
સો કરો હોઉ ક્યો નિજાધીન. ૧૪. મેરે ન ચાહું કછુ ઔર ઈશ,
રત્નત્રયનિધિ દીજે મુનીશ; મુઝ કારજકે કારન સુ આપ,
શિવ કરહુ હરહુ મમ મોહ તાપ. ૧૫. શશિ શાંતિકરન તપહરન હેત,
સ્વયમેવ તથા તુમ કુશલ દેત; પીવત પીયૂષ જ્યાં રોગ જાય,
ત્યોં તુમ અનુભવર્તે ભવ નશાય. ૧૬. ત્રિભુવન તિહુંકાલ મંઝાર કોય,
નહિ તુમ બિન નિજ સુખદાય હોય; મો ઉર યહ નિશ્ચય ભયો આન, દુઃખ જલધિ ઉતારન તુમ જહાજ ૧૭.
દોહા તુમ ગુણગણમણિ ગણપતિ, ગણત ન પાવહિં પાર; દીલ” સ્વલ્પમતિ કિમ કહૈ, નમું ત્રિયોગ સંભાર. ૧૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હવે કાળલબ્ધિ આવતાં આપનાં દર્શન પ્રાપ્ત થયાં છે, તેથી મને ઘણી જ પ્રસન્નતા છે. મારું અંતર્હન્દુ સમાપ્ત થઈ ગયું છે અને મારું મન શાન્ત થઈ ગયું છે. મેં દુઃખોનો નાશ કરનાર આત્માના અનુભવરૂપી રસને ચાખી લીધો છે. ૧૨.
તેથી હે નાથ ! હવે એવું કરો કે જેથી આપનાં ચરણોનો વિયોગ ન થાય. તાત્પર્ય એ છે કે જે માર્ગ (આચરણ) દ્વારા આપ પૂર્ણ સુખી થયા છો, હું પણ તે જ પ્રાપ્ત કરું. હે દેવ ! આપના ગુણોનો તો કોઈ અંત નથી અને સંસારથી પાર ઉતારવાનું તો આપનું બિરુદ જ છે. ૧૩.
આત્માનું અહિત કરનાર, પાંચ ઈન્દ્રિયના વિષયોમાં લીનતા અને કષાય છે. હે પ્રભુ! હું ઇચ્છું છું કે એના તરફ મારું વલણ ન જાય. હું તો મારામાં જ લીન રહું , જેથી હું પૂર્ણ સ્વાધીન બની જાઉ. ૧૪.
મારા હૃદયમાં બીજી કોઈ ઇચ્છા નથી, બસ એક રત્નત્રયરૂપ નિધિ જ પ્રાપ્ત કરવા ઈચ્છું છું. મારા હિતરૂપી કાર્યનું નિમિત્ત કારણ આપ જ છો. મારો મોહેંતાપ નષ્ટ થઈને મારું કલ્યાણ થાય એ જ ભાવના છે. ૧૫.
જેવી રીતે ચંદ્ર પોતાથી જ ગરમી ઓછી કરીને શીતળતા આપે છે, તેવી જ રીતે આપની સ્તુતિ કરવાથી સ્વયમેવ આનંદ પ્રાપ્ત થાય છે. જેમ અમૃત પીવાથી રોગ ચાલ્યો જાય છે તેવી જ રીતે આપનો અનુભવ કરવાની સંસારરૂપી રોગ ચાલ્યો જાય છે. ૧૬.
ત્રણ લોકમાં અને ત્રણ કાળમાં આપના સમાન સુખદાયક (સન્માર્ગ-દર્શક) બીજું કોઈ નથી. એવો આજે મને નિશ્ચય થઇ ગયો છે કે આપ જ દુઃખરૂપી સમુદ્રથી પાર ઉતારનાર જહાજ છો. ૧૭.
આપના ગુણોરૂપી મણિઓને ગણવામાં ગણધરદેવ પણ સમર્થ નથી તો પછી હું (દૌલતરામ) અલ્પ બુદ્ધિવાળો તેનું વર્ણન કેવી રીતે કરી શકું? તેથી હું આપને મન, વચન અને કાયાની સંભાળ પૂર્વક વારંવાર નમસ્કાર કરું છું. ૧૮.
પ્રશ્ન૧. ઉપરોક્ત સ્તુતિની કોઈ પણ બે કડી તમને ગમતી હોય તે લખો. તમને તે
શા માટે ગમે છે તેનું કારણ પણ બતાવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ બીજો
આત્મા અને પરમાત્મા
મુનિરાજ યોગીન્દુ
(વ્યક્તિત્વ અને કર્તુત્વ) અપભ્રંશના મહાકવિ અધ્યાત્મવેત્તા યોગીન્દ્રદેવના જીવન વિષયમાં વિશેષ જાણકારી હજી સુધી મળી નથી. તેમના નામનો પણ કેટલાય (જુદા જુદા) પ્રકારે ઉલ્લેખ મળે છે, જેમ કે યોગીન્દુ, યોગીન્દ્ર. પણ અપભ્રંશના ખોફન્દુ નો સંસ્કૃત અનુવાદ યોગીન્દુ વધારે બંધબેસતો છે, યોગીન્દ્ર નહિ.
યોગીન્દુના સમય વિષે પણ જુદા જુદા મત છે. એમનો સમય છઠ્ઠી શતાબ્દીથી માંડીને અગ્યારમી શતાબ્દી સુધી માનવામાં આવે છે.
તેમના દ્વારા બનાવવામાં આવેલા પરમાત્મપ્રકાશ (પરમપૂયાસુ) અને યોગસાર ( જોગસારુ ) જ તેમની કીર્તિના અક્ષય ભંડાર છે.
ઉપરોક્ત ગ્રન્થોમાં તેમણે અધ્યાત્મનાં ગૂઢ તત્ત્વોને સહજ અને સરલ લોકભાષામાં જનતા સમક્ષ મૂક્યાં છે.
તેમના ગ્રન્થો ઉપર શ્રી કુન્દકુન્દનો પ્રભાવ સ્પષ્ટ પણે પડ્યો હોય તેમ) જણાય છે. યોગીન્દુએ શ્રી કુન્દ્રકુન્દ પાસેથી ઘણું લીધું છે. શ્રી પૂજ્યપાદના સમાધિશતક' અને શ્રી યોગીન્દુના “પરમાત્મપ્રકાશ' માં પણ ઘનિષ્ટ સમાનતા દેખાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મા અને પરમાત્મા પ્રભાકર- હે ગુરુદેવ ! આત્મા અને પરમાત્માનું સ્વરૂપ શું છે? તે કૃપા કરીને
સમજાવો. કેમકે કાલે આપે કહ્યું હતું કે આ આત્મા પોતાનું સ્વરૂપ
ભૂલીન દુખી થઇ રહ્યો છે. યોગીન્દુદેવ- હે પ્રભાકર ભટ્ટ ! આત્માને સમજવાની ઇચ્છા તમારા જેવા મુમુક્ષુને
જ થાય છે. જેણે ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પ્રસન્ન ચિત્તથી સાંભળી છે તે અલ્પકાળમાં જ પરમાત્મપદની પ્રાપ્તિ કરશે. આત્મજ્ઞાનના જેવું બીજું કાંઈ સાર (ઉત્કૃષ્ટ) નથી.
જ્ઞાન-સ્વભાવી જીવતત્ત્વને જ આત્મા કહે છે. અવસ્થાની અપેક્ષાએ તે ત્રણ પ્રકારનો છે :૧. બહિરાત્મા ૨. અંતરાત્મા
૩. પરમાત્મા પ્રભાકર- બહિરાત્મા કોને કહે છે? યોગીન્દુદેવ- શરીરને આત્મા માનનાર તથા અન્ય પદાર્થોમાં પોતાપણું અને
રાગાદિમાં હિતકરપણું માનનાર અથવા શરીર અને આત્માને એક માનનાર જીવ જ બહિરાત્મા છે. તે અજ્ઞાની (મિથ્યાષ્ટિ) છે.
આત્મા સિવાયના બીજા બાહ્ય પદાર્થોમાં આત્માપણું (પોતાપણું) માનવાને કારણે જ એ બહિરાત્મા કહેવાય છે. અનાદિકાળથી આ આત્મા શરીરની ઉત્પત્તિમાં જ પોતાની ઉત્પત્તિ અને શરીરના નાશમાં જ પોતાનો નાશ તથા શરીર સાથે સંબંધ રાખનારાઓને પોતાના માની રહ્યો છે. જ્યાં સુધી આ ભૂલ ન નીકળે ત્યાં સુધી જીવ બહિરાત્મા અર્થાત્ મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રભાકર- ‘બહિરાત્માપણું છોડવું જોઈએ ” એ તો ઠીક પણ........ યોગીન્દ્વદેવ- બહિરાત્મપણું છોડીને અંતરાત્મા બનવું જોઈએ.
66
પ્રભાકર
જે જીવ ભેદવિજ્ઞાનના બળથી આત્માને દેહાદિથી ભિન્ન જ્ઞાન અને આનંદસ્વભાવી જાણે છે, માને છે અને અનુભવે છે, તે જ્ઞાની (સમ્યગ્દષ્ટિ ) આત્મા જ અંતરાત્મા છે. આત્મામાં જ આત્માપણું અર્થાત્ પોતાપણું માનવાને લીધે તથા આત્મા સિવાય બીજા કોઈમાં પણ પોતાપણાની માન્યતા છોડી દેવાને લીધે જ તે અંતરાત્મા કહેવાય છે. અંતરાત્મા ત્રણ પ્રકારના છે :
૧. ઉત્તમ અંતરાત્મા
૨. મઘ્યમ અંતરાત્મા
૩. જઘન્ય અંતરાત્મા
અંતરંગ અને બહિરંગ બન્ને પ્રકારના પરિગ્રહથી રહિત ઉત્કૃષ્ટ શુદ્ધોપયોગી ક્ષીણકષાયવાળા મુનિ (બારમા ગુણસ્થાનવર્તી ) ઉત્તમ અંતરાત્મા છે. અવિરત સમ્યગ્દષ્ટિ ( ચોથા ગુણસ્થાનવાળા) જઘન્ય અંતરાત્મા છે. ઉપરોક્ત બન્નેની વચ્ચેની દશાવાળા દેશવ્રતી શ્રાવક અને મુનિરાજ ( પાંચમાથી અગિયારમાં ગુણસ્થાનવર્તી મઘ્યમ અંતરાત્મા છે.
પ્રભાકર
અંતરાત્મા થવાથી શું લાભ છે?
યોગીન્દ્વદેવ- એ જ અંતરાત્મા ગૃહસ્થ અવસ્થાનો ત્યાગ કરીને, શુદ્ધોપયોગરૂપ મુનિ-અવસ્થા ધારણ કરીને, નિજ સ્વભાવ સાધન દ્વારા પરમાત્મપદ પ્રાપ્ત કરે છે અર્થાત્ પરમાત્મા થઈ જાય છે અને એમને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રકટ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે એ જ અંતરાત્મા પોતાના પુરુષાર્થથી આગળ વધીને ૫રમાત્મા બને છે.
પરમાત્મા થવાથી શું લાભ છે?
૧૦
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
યોગીન્દ્દેવ- પ્રત્યેક જીવ સુખી થવા ઈચ્છે છે. ૫૨માત્મા પૂર્ણ નિરાકુળ હોવાથી અનંત સુખી છે.
પરમાત્મા બે પ્રકારના છે- (૧) સકલ પરમાત્મા, (૨) નિકલ
પરમાત્મા.
ચાર ઘાતી કર્મોનો નાશ કરનાર શ્રી અરિહંત ભગવાન શરીર સહિત હોવાથી સકલ પરમાત્મા કહેવાય છે અને કર્મ રહિત સિદ્ધ ભગવાન શરીર રહિત હોવાથી નિકલ પરમાત્મા કહેવાય છે.
બહિરાત્મા સંસારમાર્ગી હોવાથી બહિરાત્મપણું સર્વથા હેય છે. અંતરાત્મા મોક્ષમાર્ગનો પથિક છે તેથી અંતરાત્મપણું કથંચિત્ ઉપાદેય છે અને ૫૨માત્મપણું અતીન્દ્રિય સુખમય હોવાથી સર્વથા ઉપાદેય છે.
તેથી બધાએ પુરુષાર્થપૂર્વક બહિરાત્મપણું છોડીને, અંતરાત્મા થઈને પરમાત્મા બનવાની ભાવના કરવી.
પ્રશ્ન
૧. આત્મા કોને કહે છે? તે કેટલા પ્રકારના છે? બહિરાત્માનું સ્વરૂપ લખો.
૨. અંતરાત્માનું લક્ષણ અને ભેદ સ્પષ્ટ કરો.
૩. પરમાત્મા કોને કહે છે? સકલ અને નિકલ પ૨માત્માની સ્પષ્ટતા કરો. ૪. મુનિરાજ યોગીન્દુના જીવન અને કવન ઉપર સંક્ષિપ્ત પ્રકાશ આપો.
૧૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પાઠ ત્રીજો
સાત તત્ત્વ
આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામી (વ્યક્તિત્વ અને કર્તૃત્વ )
तत्त्वार्थसूत्रकर्त्तारं, गृद्धपिच्छोपलक्षितम्। वन्दे गणीन्द्रसंजातमुमास्वामीमुनीश्वरम् ।।
ઓછામાં ઓછું લખીને વધારેમાં પ્રસિદ્ધિ મેળવનાર આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામીના તત્ત્વાર્થ સૂત્રથી જૈન સમાજ જેટલો વધારે પિરિચિત છે, એમના જીવન પરિચય સંબંધમાં એટલો જ અપરિચિત છે.
એ કુન્દકુન્દાચાર્યના પટ્ટશિષ્ય હતા અને વિક્રમની પ્રથમ શતાબ્દીના અંતિમ કાળમાં તથા બીજી શતાબ્દીના પૂર્વાર્ધમાં ભારત-ભૂમિને પવિત્ર કરી રહ્યા હતા.
આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામી તે ગૌરવશાળી આચાર્યોમાંના એક છે જેમને સમગ્ર આચાર્ય પરંપરામાં પૂર્ણ પ્રામાણિકતા અને સન્માન મળેલું છે. જે મહત્ત્વ વૈદિકોમાં ગીતાને, ઈસાઈઓમાં બાઈબલને અને મુસલમાનોમાં કુરાનને આપવામાં આવે છે તે જ જૈન પરંપરામાં વૃદ્ઘપિચ્છ ઉમાસ્વામીના તત્ત્વાર્થ સૂત્રને મળેલું છે. એનું બીજું નામ મોક્ષશાસ્ત્ર પણ છે. એ સંસ્કૃત ભાષાનો સર્વ પ્રથમ જૈન ગ્રંથ છે.
પ્રસ્તુત ભાગ તત્ત્વાર્થ સૂત્રના આધારે લખવામાં આવ્યો છે.
૧૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાત તત્ત્વ
પ્રવચનકાર- સંસારમાં સમસ્ત પ્રાણીઓ દુ:ખી દેખાય છે અને તેઓ દુ:ખથી બચવાનો ઉપાય પણ કરે છે. પરંતુ પ્રયોજનભૂત તત્ત્વોની સત્ય સમજણ અને શ્રદ્ધા વિના દુઃખ દૂર થતું નથી.
મુમુક્ષુ
આ પ્રયોજનભૂત તત્ત્વો શું છે કે જેના જ્ઞાન અને સાચી શ્રદ્ધા વિના દુઃખ દૂર થઈ શકતું નથી ?
પ્રવચનકાર- દુઃખ દૂર કરવું અને સુખી થવું એ જ સાચું પ્રયોજન છે અને જે તત્ત્વોની સમ્યક્ શ્રદ્ધા અને જ્ઞાન વિના આપણું દુઃખ દૂર ન થઈ શકે અને આપણે સુખી ન થઈ શકીએ, તેને જ પ્રયોજનભૂત તત્ત્વ કહે છે. તત્ત્વ એટલે વસ્તુનું સાચું સ્વરૂપ જે વસ્તુ જેવી છે, તેનો જે ભાવ તે જ તત્ત્વ છે.
તે તત્ત્વ સાત છે, જેમકે તત્ત્વાર્થ સૂત્રમાં આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામીએ કહ્યું છે
‘जीवाजीवास्त्रवबंधसंवरनिर्जरामोक्षास्तत्त्वम्” १।। ।।४।।
જીવ, અજીવ, આસ્ત્રવ, બંધ, સંવર, નિર્જા અને મોક્ષ એ સાત તત્ત્વ છે.
66
પ્રશ્નકર્તા- કૃપા કરીને સંક્ષેપમાં એનું સ્વરૂપ બતાવો.
પ્રવચનકાર- જ્ઞાન-દર્શન સ્વભાવી આત્માને જીવ તત્ત્વ કહે છે. જ્ઞાન-દર્શન સ્વભાવથી રહિત તથા આત્માથી ભિન્ન સમસ્ત દ્રવ્ય ( પદાર્થ ) અજીવ તત્ત્વ કહેવાય છે. પુદ્દગલાદિ સમસ્ત પદાર્થો અજીવ છે. આ શરીરાદિ સર્વ અજીવ પદાર્થોથી ભિન્ન ચેતન તત્ત્વ જ આત્મા છે. હું આત્મા છું, મારાથી ભિન્ન પુદ્દગલાદિ પાંચ દ્રવ્યો અજીવ છે.
૧૩
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સામાન્યપણે તો જીવ અને અજીવ એ જ તત્ત્વો છે આસ્ત્રવાદિ તો
જીવ-અજીવના જ વિશેષ છે. શંકાકાર- જો આસ્ત્રવાદિ જીવ-અજીવના જ વિશેષ હોય તો એમને જુદા કેમ
કહ્યા? પ્રવચનકાર- અહીં તો મોક્ષનું પ્રયોજન છે. તેથી આસ્રવ આદિ પાંચ પર્યાયરૂપ
વિશેષ તત્વ કહ્યા. તે સાતેયના યથાર્થ શ્રદ્ધાન વિના મોક્ષમાર્ગ બની શકતો નથી. કેમકે જીવ અને અજીવને જાણ્યા વિના સ્વ-પરનું ભેદવિજ્ઞાન કેવી રીતે થાય? મોક્ષને ઓળખ્યા વિના અને હિતરૂપ માન્યા વિના તેનો ઉપાય કેવી રીતે કરે? મોક્ષનો ઉપાય સંવરનિર્જરા છે તેથી તેમને જાણવા પણ જરૂરી છે. આસ્ત્રવનો અભાવ તે સંવર છે અને બંધનો એકદેશ અભાવ તે નિર્જરા છે, તેથી એને
જાણ્યા વિના એને છોડીને સંવર-નિર્જરારૂપ કેવી રીતે પ્રવર્તે? શંકાકાર- અમે તો પ્રવચનમાં સાંભળ્યું હતું કે આત્મા તો ત્રિકાળ શુદ્ધ,
શુદ્ધાશુદ્ધ પર્યાયોથી પૃથક છે, તે જ આશ્રય કરવા યોગ્ય છે. પ્રવચનકાર- ભાઈ, તે દ્રવ્ય-દષ્ટિના વિષયની વાત છે. આત્મદ્રવ્ય પ્રમાણદષ્ટિથી
શુદ્ધાશુદ્ધ પર્યાયોથી યુક્ત છે. જિજ્ઞાસુ- આ દ્રવ્ય-દષ્ટિ શું છે? પ્રવચનકાર- સાત તત્ત્વોને યથાર્થ જાણીને, સમસ્ત પરપદાર્થ અને શુભાશુભ
આસ્ત્રવાદિ વિકારી ભાવ તથા સંવરાદિ અવિકારી ભાવોથી પણ પૃથક જ્ઞાનાનંદ સ્વભાવી, ત્રિકાળી ધ્રુવ આત્મતત્ત્વ જ દષ્ટિનો વિષય છે. આ દૃષ્ટિની અપેક્ષાએ કથન કરતાં પર, વિકાર અને ભેદને પણ ગૌણ કરીને માત્ર સૈકાલિક જ્ઞાનસ્વભાવને આત્મા કહેવામાં આવે છે અને તેના આશ્રયથી જ ધર્મ (સંવર, નિર્જરા) પ્રકટે છે.
જે મોહ-રાગ-દ્વેષ ભાવોના નિમિત્તથી જ્ઞાનાવરણાદિ કર્મ આવે છે, તે મોહરાગ-દ્વેષ ભાવોને તો ભાવાસ્ત્રવ કહે છે. તેના નિમિત્તથી જ્ઞાનાવરણાદિ કર્મોનું સ્વયં આવવું તે દ્રવ્યાસ્ત્રવ છે.
૧૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એ જ રીતે આત્માનું, અજ્ઞાન, મોહ-રાગ-દ્વેષ, પુણ્ય-પાપ આદિ વિભાવ ભાવોમાં રોકાઈ જવું તે ભાવબંધ છે અને તેના નિમિત્તથી પુદ્દગલનું સ્વયં કર્મરૂપ બંધાવું તે દ્રવ્યબંધ છે. પુણ્ય-પાપને બંધ સાથે કેમ જોડી દીધા ?
શંકાકાર
પ્રવચનકાર- ભાઈ, પુણ્ય અને પાપ આસ્ત્રવ, બંધના જ પેટાભેદ છે. શુભરાગથી પુણ્યનો આસ્રવ અને બંધ થાય છે અને અશુભ રાગ, દ્વેષ અને મોહથી પાપનો આસ્રવ અને બંધ થાય છે. શુભ અને અશુભ બન્નેય પ્રકારનો રાગ અર્થાત્ પુણ્ય અને પાપ બન્નેય છોડવા યોગ્ય છે. કેમકે તે આસ્રવ અને બંધ તત્ત્વ છે.
પુણ્ય-પાપના વિકારી ભાવને ( આસ્ત્રવને ) આત્માના શુદ્ધ (વીતરાગી ) ભાવોથી રોકવા તે ભાવ-સંવર છે અને તદનુસા૨ નવાં કર્મોનું સ્વયં આવતાં અટકી જવું તે દ્રવ્ય-સંવર છે.
એ જ રીતે જ્ઞાનાનંદ-સ્વભાવી આત્માના લક્ષ્યના બળથી સ્વરૂપસ્થિરતાની વૃદ્ધિ દ્વારા આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ (શુભાશુભ ) અવસ્થાનો અંશે નાશ કરવો તે ભાવ-નિર્જરા છે અને તેનું નિમિત્ત પામીને જડ કર્મનું અંશે ખરી જવું તે દ્રવ્ય-નિર્જરા છે.
પ્રશ્નકર્તા- અને મોક્ષ ?
પ્રવચનકાર- અશુદ્ધ દશાનો સર્વથા સમ્પૂર્ણ નાશ થઈને આત્માની પૂર્ણ નિર્મળ પવિત્ર દશાનું પ્રકટ થવું તે ભાવ-મોક્ષ છે અને નિમિત્ત કારણ દ્રવ્યકર્મનો સર્વથા નાશ (અભાવ) થવો તે દ્રવ્ય-મોક્ષ છે.
૧૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉપરોક્ત સાતે તત્ત્વોને સારી રીતે જાણીને અને સમસ્ત પરતત્ત્વો ઉપરથી દિષ્ટ ખસેડીને પોતાના આત્મતત્ત્વ ઉપર દૃષ્ટિ લઈ જવી તે જ સાચું સુખ પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય છે.
પ્રશ્ન:
૧.
તત્ત્વ કોને કહે છે, તે કેટલા પ્રકારનાં છે?
૨.
“ પ્રયોજનભૂત ” શબ્દનો શું આશય છે?
૩. પુણ્ય અને પાપનો સમાવેશ કયા તત્ત્વોમાં થાય છે? સ્પષ્ટ કરો.
૪. હેય અને ઉપાદેય તત્ત્વો બતાવો.
૫. દ્રવ્ય-સંવર, ભાવ-નિર્જરા, ભાવ-મોક્ષ, દ્રવ્યાસ્ત્રવ અને ભાવબંધ સ્પષ્ટ કરો.
૬. આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામીનાં જીવન અને કવન ઉપર પ્રકાશ ફેંકો.
૧૬
Please inform us of any errors on rajesh@Atma Dharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ચોથો
છ આવશ્યક
(મંદિરજીમાં શાસ્ત્ર-પ્રવચન ચાલી રહ્યું છે. પંડિતજી શાસ્ત્ર-પ્રવચન કરી રહ્યા છે અને બધા શ્રોતાઓ રુચિપૂર્વક શ્રવણ કરી રહ્યા છે. ) પ્રવચનકાર- સંસારનાં બધાં પ્રાણીઓ સુખ ચાહે છે અને દુઃખથી ડરે છે અને તે
દુઃખોથી બચવા માટે ઉપાય પણ કરે છે, પરંતુ તેમનાથી બચવાનો
સાચો ઉપાય જાણતા નથી તેથી દુ:ખી જ રહે છે. એક શ્રોતા- તો પછી દુઃખથી બચવાનો સાચો ઉપાય કયો છે? પ્રવચનકાર- આત્માને સમજીને તેમાં લીન થવું તે જ સાચો ઉપાય છે અને એ જ
નિશ્ચયથી આવશ્યક કર્તવ્ય છે. બીજો શ્રોતા-આપ તો સાધુઓની વાત કરવા લાગ્યા, અમારા જેવા ગૃહસ્થ સાચું
સુખ પ્રાપ્ત કરવા માટે શું કરે? પ્રવચનકાર- દુઃખ મટાડવા અને સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય તો બધાને માટે એક
જ છે.
એ વાત જાદી છે કે મુનિરાજ પોતાના ઉગ્ન પુરુષાર્થથી આત્માનું સુખ વિશેષ પ્રાપ્ત કરી લે છે અને ગૃહસ્થ પોતાની ભૂમિકા પ્રમાણે અંશે સુખ પ્રાપ્ત કરે છે.
ઉક્ત માર્ગે ચાલનાર સમ્યગ્દષ્ટિ શ્રાવકને આંશિક શુદ્ધિરૂપ નિશ્ચય આવશ્યકની સાથોસાથ શુભ વિકલ્પ પણ આવે છે તેને વ્યવહાર આવશ્યક કહે છે. તે જ પ્રકારના હોય છે –
૧૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
देवपूजा गुरुपास्ति, स्वाध्यायः संयमस्तपः। दानञ्चेति गृहस्थानां षट् कर्माणि दिने दिने।। ૧. દેવપૂજા ૨. ગુરુની ઉપાસના ૩. સ્વાધ્યાય ૪. સંયમ ૫. તપ
૬. દાન. શ્રોતા- કૃપા કરીને એ સંક્ષેપમાં સમજાવો. પ્રવચનકાર- જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ નિશ્ચયથી ભાવ-દેવપૂજા છે અને
સાચા દેવનું સ્વરૂપ સમજીને તેમના ગુણોનું સ્તવન તે જ વ્યવહારથી ભાવ-દેવપૂજા છે. જ્ઞાની શ્રાવક વીતરાગતા અને સર્વજ્ઞતા આદિ ગુણોનું સ્તવન કરતાં વિધિપૂર્વક અષ્ટદ્રવ્યથી પૂજન કરે છે તેને દ્રવ્યપૂજા કહે છે.
એવી જ રીતે જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ તે જ નિશ્ચયથી ગુરુ-ઉપાસના છે અને ગુરુનું સાચું સ્વરૂપ સમજીને તેમની ઉપાસના કરવી તે જ વ્યવહાર-ગુરુ ઉપાસના છે.
તમને પહેલાં બતાવી દીધું છે કે અરિહંત અને સિદ્ધ ભગવાન દેવ કહેવાય છે અને આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ ગુરુ કહેવાય છે.
જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ જ નિશ્ચયથી સ્વાધ્યાય છે અને જિનેન્દ્ર ભગવાને કહેલા તત્ત્વનું નિરૂપણ કરનાર શાસ્ત્રોનું
અધ્યયન, મનન કરવું તે વ્યવહાર-સ્વાધ્યાય છે. શ્રોતા- એ તો ત્રણ થયા. પ્રવચનકાર- સાંભળો, જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ જ નિશ્ચયથી સંયમ છે.
અને તેની સાથે હોવાવાળા ભૂમિકા અનુસાર હિંસાદિથી વિરતિ અને ઈન્દ્રિય-નિગ્રહ એ વ્યવહાર-સંયમ છે.
જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ અર્થાત્ શુભાશુભ ઈચ્છાઓનો નિરોધ (ઉત્પન્ન ન થવું) તે નિશ્ચય-તપ છે તથા તેની સાથે હોવાવાળા અનશનાદિ સંબંધી શુભ ભાવ તે વ્યવહાર-તપ છે.
૧૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ તે નિશ્ચયથી પોતાને શુદ્ધતાનું દાન છે અને સ્વ અને પરના અનુગ્રહ માટે ધનાદિનું દેવું તે વ્યવહાર-દાન છે. તે (વ્યવહાર-દાન) ચાર પ્રકારનું હોય છે૧. આહારદાન ૩. ઔષધદાન
૨. જ્ઞાનદાન ૪. અભયદાન શ્રોતા- નિશ્ચય અને વ્યવહાર આવશ્યકમાં શું તફાવત છે? પ્રવચનકાર- નિશ્ચય આવશ્યક તો શુદ્ધ ધર્મ-પરિણતિ છે તેથી બંધના અભાવનું
કારણ છે અને વ્યવહાર આવશ્યક પુણ્યબંધનું કારણ છે. સાચા આવશ્યક જ્ઞાની જીવને જ હોય છે. પણ દેવ-પૂજનાદિ કરવાના ભાવ અજ્ઞાનીને પણ હોય છે તથા મંદકષાય અને શુભભાવ પ્રમાણે
પુણ્યબંધ પણ થાય છે, પણ તે સાચા ધર્મ કહેવાતા નથી. શ્રોતા- જો આપ એમ કહેશો તો અજ્ઞાની જીવ દેવપૂજનાદિ આવશ્યક કાર્ય
છોડી દેશે. પ્રવચનકાર- ભાઈ, ઉપદેશ તો ઊંચે ચડવાને માટે આપવામાં આવે છે, તેથી
દેવપૂજનાદિના શુભભાવ છોડીને જ અશુભ-ભાવમાં જશે તો પાપબંધ કરશે. માટે દેવપૂજનાદિ છોડવા યોગ્ય નથી.
પ્રશ્ન
૧. સંસારનાં દુઃખોથી બચવાનો સાચો ઉપાય કયો છે? ૨. આવશ્યક કોને કહે છે? ગૃહસ્થના આવશ્યક કાર્ય ક્યા કયા છે. ૩. નિશ્ચયથી આવશ્યક શું છે? ૪. છ આવશ્યકોનાં નામ લખી તેમની વ્યાખ્યા લખો.
૧૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ પાંચમો
કર્મ
સિદ્ધાંતચક્રવર્તી નેમિચન્દ્રાચાર્ય
(વ્યક્તિત્વ અને કર્તુત્વ) जह चक्केण य चक्की, छक्खंडं साहियं अविऽघेण।
तह मइ चक्केण मया, छक्खंडं साहियं सम्म।। જેવી રીતે સુદર્શન ચક્ર વડે ચક્રવર્તી છ ખંડ સાધી (જીતી) લે છે, તેવી જ રીતે મેં (નેમિચન્દ્ર) મારી બુદ્ધિરૂપી ચકથી પખંડાગમરૂપી મહા સિદ્ધાંતને સાધ્યા છે,” તેથી તેઓ “સિદ્ધાંત-ચક્રવર્તી' કહેવાયા. તેઓ પ્રસિદ્ધ જૈન રાજા ચામુંડરાયના સમકાલીન હતા અને ચામુંડરાયનો સમય અગિયારમી સદીના પૂર્વાર્ધ છે. તેથી આચાર્ય નેમિચંદ્ર પણ એ જ સમયે ભારત-ભૂમિને શોભાવી રહ્યા હતા.
એ કોઈ સામાન્ય વિદ્વાન નહોતા. એમણે રચેલા ગોમટસાર જીવકાંડ, ગોમ્મસાર કર્મકાંડ, ત્રિલોકસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર વગેરે ઉપલબ્ધ ગ્રંથ તેમની અસાધારણ વિદ્વત્તા અને “સિદ્ધાન્ત-ચક્રવર્તી”ની પદવીને સાર્થક સિદ્ધ કરી રહ્યા છે.
તેમણે ચામુંડરાયના આગ્રહથી સિદ્ધાંતગ્રંથોનો સાર લઈને ગોમ્મદસાર, ગ્રંથની રચના કરી છે, તેના જીવકાંડ અને કર્મકાંડ નામના બે મહા અધિકાર છે. એનું બીજું નામ પંચસંગ્રહ પણ છે.
આ ગ્રંથ ઉપર કેટલીયે ટીકાઓ લખવામાં આવી છે. એમાં ચામુંડરાયે પોતે કર્ણાટકવૃત્તિ નામની ટીકા લખી છે. તે ઉપરાંત કેશવ વર્ણીની સંસ્કૃત ટીકા છે. એની સંસ્કૃત ટીકા અભયચંદ્ર સિદ્ધાંત-ચક્રવર્તીએ બનાવી છે જેનું નામ મંદપ્રબોધિની છે. આ જ ટીકાઓના આધારે ૫. ટોડરમલજીએ સમ્યજ્ઞાનચન્દ્રિકા નામની હિન્દી ટીકા બનાવી છે.
આ પાઠ ગોમ્મસાર કર્મકાંડના આધારે લખવામાં આવ્યો છે.
૨) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કર્મ
ચામુંડરાય- મહારાજ, આ આત્મા દુ:ખી કેમ છે? આત્માનું હિત શું છે? કૃપા કરીને બતાવો.
આચાર્ય નૈમિચંદ્ર- આત્માનું હિત નિરાકુળ સુખ છે, તે આત્માના આશ્રયથી જ પ્રાપ્ત કરી શકાય છે. પણ આ જીવ પોતાના જ્ઞાનસ્વભાવી આત્માને ભૂલીને મોહ–રાગ-દ્વેષરૂપ વિકારીભાવ કરે છે, તેથી દુ:ખી છે.
ચામુંડરાય– અમે તો સાંભળ્યું છે કે દુઃખનું કારણ કર્મ છે.
આચાર્ય નૈમિચંદ્ર- ના ભાઈ, જ્યારે આ આત્મા પોતાને ભૂલીને સ્વયં મોહ-રાગદ્વેષ ભાવરૂપ વિકારી પરિણમન કરે છે, ત્યારે કર્મનો ઉદય તેમાં નિમિત્ત કહેવાય છે. કર્મ થોડા જ જબરદસ્તીથી આત્માને વિકાર કરાવે છે!
ચામુંડરાય- એ નિમિત્ત શું છે?
આચાર્ય નેમિચંદ્ર- જ્યારે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે, ત્યારે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના ઉપર આવી શકે તેને નિમિત્તકારણ કહે છે. જ્યારે આત્મા પોતે પોતાની ભૂલથી વિકારાદિરૂપ (દુઃખાદિરૂપ ) પરિણમે, ત્યારે તેમાં કર્મને નિમિત્ત કહેવામાં આવે છે.
ચામુંડરાય- એ તો બરાબર છે કે આ આત્મા પોતાની ભૂલથી સ્વયં દુઃખી છે, જ્ઞાનાવરણાદિ કર્મોને કા૨ણે નહિ. પણ તે ભૂલ શું છે?
આચાર્ય નેમિચંદ્ર- પોતાને ભૂલીને પરમાં ઈષ્ટ અને અનિષ્ટ કલ્પના કરીને મોહરાગ-દ્વેષરૂપ ભાવકર્મ (વિભાવભાવરૂપ પરિણમન ) કરવા તે જ આત્માની ભૂલ છે.
૨૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચામુંડરાય- ભાવકર્મ શું છે? આચાર્ય નેમિચંદ્ર- કર્મના ઉદયમાં આ જીવ મોહ-રાગ-દ્વેષરૂપી વિકારી ભાવરૂપી
થાય છે, તેને ભાવકર્મ કહે છે. અને તે મોહ–રાગ-દ્વેષભાવોનું નિમિત્ત પામીને કાર્માણ વર્ગણા (કર્મરજ) કર્મરૂપે પરિણમીને આત્મા
સાથે જોડાઈ જાય છે, તેને દ્રવ્યકર્મ કહે છે. ચામુંડરાય- તો કર્મબંધના નિમિત્તે આત્મામાં ઉત્પન્ન થતા મોહ-રાગ-દ્વેષભાવ તો
ભાવકર્મ છે અને કાર્માણ વણાનો કર્મ રૂપે પરિણમેલ રજપિંડ તે
દ્રવ્યકર્મ ? આચાર્ય નેમિચંદ્ર- હા, મૂળરૂપે આ કર્મ આઠ પ્રકારનાં છે. આ આઠ પ્રકારનાં
કર્મોમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય તો ઘાતી કર્મ કહેવાય છે અને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર
અઘાતી કર્મ કહેવાય છે. ચામુંડરાય- ઘાતી અને અઘાતીનું તાત્પર્ય શું છે? આચાર્ય નેમિચંદ્ર- જીવના અનુજીવી ગુણોનો ઘાત કરવામાં જે કર્મ નિમિત્ત હોય
તે ઘાતી કર્મ છે અને આત્માના અનુજીવી ગુણોના ઘાતમાં નિમિત્ત
ન હોય તેને અઘાતી કર્મ કહે છે. ચામુંડરાય- જ્ઞાનનું આવરણ કરનાર કર્મને જ્ઞાનાવરણ અને દર્શનનું આવરણ
કરનાર કર્મને દર્શનાવરણ કહેતા હશે ? આચાર્ય નેમિચંદ્ર- સાંભળો, જ્યારે-આત્મા પોતે જ પોતાના જ્ઞાનભાવનો ઘાત કરે
છે અર્થાત જ્ઞાનશક્તિને વ્યક્ત કરતો નથી ત્યારે આત્માના જ્ઞાનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને જ્ઞાનાવરણ કર્યું
અને જ્યારે આત્મા પોતે જ પોતાના દર્શન-ગુણ (ભાવ) નો ઘાત કરે છે ત્યારે દર્શન-ગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય
૨૨૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેને દર્શનાવરણ કહે છે. જ્ઞાનાવરણ પાંચ પ્રકારનું અને દર્શનાવરણ
નવ પ્રકારનું છે. ચામુંડરાય- અને મોહનીય................? આચાર્ય નેમિચંદ્ર- જીવ પોતાનું સ્વરૂપ ભૂલીને અન્યને પોતાનું માને અથવા
સ્વરૂપાચરણમાં અસાવધાની કરે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને મોહનીય કર્મ કહે છે. એ બે પ્રકારનું છે : ૧. દર્શન મોહનીય, ૨. ચારિત્ર મોહનીય. મિથ્યાત્વ આદિ ત્રણ ભેદ દર્શન મોહનીયના છે,
૨૫ કષાયો તે ચારિત્ર મોહનીયના ભેદ છે. ચામુંડરાય – હવે ઘાતી કર્મોમાં એક અંતરાય બાકી રહી ગયું? આચાર્ય નેમિચંદ્ર- જીવનાં દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિપ્નમાં જે
કર્મનો ઉદય નિમિત્ત હોય તેને અંતરાય કર્મ કહે છે. એ પાંચ પ્રકારનું
છે.
ચામુંડરાય- હવે કૃપા કરીને અઘાતી કર્મો વિષે પણ ? આચાર્ય નેમિચંદ્ર- હા, હા, સાંભળો.
જ્યારે આત્મા પોતે મોહભાવ વડે આકુળતા કરે છે ત્યારે અનુકૂળતા-પ્રતિકૂળતારૂપ સંયોગ પ્રાપ્ત થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને વેદનીય કર્મ કહે છે. એ શાતા વેદનીય અને અશાતા વેદનીયના ભેદથી બે પ્રકારે છે.
જીવ પોતાની યોગ્યતાથી જ્યારે નારકી, તિર્યચ, મનુષ્ય અથવા દેવના શરીરમાં રોકાઈ રહે ત્યારે જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને આયુષ્ય કર્મ કહે છે. એ પણ નરકાયુ, તિર્યંચાયુ, મનુષ્યાય અને દેવાયુના ભેદથી ચાર પ્રકારે છે.
તથા જે શરીરમાં જીવ હોય તે શરીરાદિની રચનામાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને નામ કર્મ કહે છે. એ શુભ નામકર્મ અને અશુભ નામ-કર્મના ભેદથી બે પ્રકારનું છે. આમ તો તેની પ્રકૃતિ (ભેદ) ૯૩ છે.
૨૩ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અને જીવને ઊંચ અથવા નીચ આચરણવાળા કુળમાં જન્મ થવામાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને ગોત્રકર્મ કહે છે. એ પણ ઊંચ ગોત્ર અને નીચ ગોત્ર એ રીતે બે ભેદવાળું છે.
ચામુંડરાય– તો બસ, કર્મોના આઠ જ પ્રકાર છે?
આચાર્ય નૈમિચંદ્ર- આ આઠ ભેદમાં પણ પેટાભેદ છે, જેને પ્રકૃતિ કહે છે અને તે ૧૪૮ છે. બીજા પણ અનેક ભેદો દ્વારા તેને સમજી શકાય છે, (પણ ) અત્યારે આટલું જ પૂરતું છે. જો વિસ્તારથી જાણવાની ઈચ્છા હોય તો ગોમ્મટસાર કર્મકાંડ વગેરે ગ્રંથોનું અઘ્યયન કરવું જોઈએ.
પ્રશ્ન
૧. કર્મ કોને કહે છે? તે કેટલા પ્રકારનાં છે? નામ સહિત ગણાવો.
૨. શું કર્મ આત્માને બળજોરીથી વિકાર કરાવે છે?
૩. જ્ઞાનાવરણીય, મોહનીય અને આયુષ્ય કર્મની વ્યાખ્યા લખો. ૪. સિદ્ધાંતચક્રવર્તી આચાર્ય નૈમિચંદ્રનો સંક્ષિપ્ત પરિચય આપો.
૨૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ છઠ્ઠો
રક્ષાબંધન
શિક્ષક- બધા વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે કાલે રક્ષાબંધનનું મહાન પર્વ
છે. એ દિવસે અકંપનાચાર્ય આદિ સાતસો મુનિઓનો ઉપસર્ગ દૂર થયો હતો. તેથી એ દિવસ આપણા આનંદનો દિવસ છે. તેના નિમિત્તે કાલે
શાળામાં રજા રહેશે. વિધાર્થી– ગુરુદેવ! અકંપનાચાર્ય કોણ હતા? તેમના ઉપર કેવી જાતનો ઉપસર્ગ
આવ્યો હતો અને એ કેવી રીતે દૂર થયો? તે કૃપા કરીને સંક્ષેપમાં
સમજાવો. શિક્ષક- સાંભળો!
અકંપનાચાર્ય એક દિગંબર સંત હતા. તેમની સાથે સાતસો મુનિઓનો સંઘ હતો અને તેઓ તેમના આચાર્ય હતા. એક વખત તેઓ સંઘ સહિત વિહાર કરતા ઉજ્જૈન પહોંચ્યા. તે વખતે ઉજ્જૈનના રાજા શ્રીવર્મા હતા. તેમને ત્યાં ચાર મંત્રી હતા. જેમનાં નામ હતા- બલિ, નમુચિ, બૃહસ્પતિ અને પ્રલાદ.
જ્યારે રાજાએ મુનિઓના આગમનના સમાચાર સાંભળ્યા ત્યારે તે લાવ-લશ્કર સાથે તેમનાં દર્શન કરવા ગયો. ચારેય મંત્રી પણ સાથે હતા. બધા મુનિરાજ આત્મધ્યાનમાં મગ્ન હતા, તેથી પ્રવચન-ચર્ચાનો કાંઈ પ્રસંગ બન્યો નહિ.
મંત્રીઓ મુનિઓ પ્રત્યે શ્રદ્ધાળુ નહોતા. તેથી તેમણે રાજાને ઉશ્કેરવાની ઈચ્છા કરી અને કહ્યું, “મૌન મૂરર્વસ્ય ભૂષણમ” મૌન એ મૂર્ખતા છુપાવવાનો સારો ઉપાય છે. એમ વિચારીને જ સાધુઓ મૂંગા રહ્યા છે.
૨૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રુતસાગર મુનિરાજ આહાર કરીને આવી રહ્યા હતા. તેમને જોઈને એક મંત્રીએ કહ્યું, “એક બળદ (મૂર્ખ) આ આવી રહ્યો છે અને તે મંત્રીઓ મુનિરાજ સાથે વાદ-વિવાદમાં ઊતરી પડયા. પછી શું? મુનિરાજે પોતાની પ્રબળ યુક્તિઓ વડે તરત જ તેમના મદનું ખંડન કર્યું.
રાજાની સામે તે ચારેયના અભિમાનના ભૂકાં થઈ ગયા. તે વખતે તો તેઓ મૂંગા મૂંગા ચાલ્યા ગયા પણ રાત્રે ચારેય જણાએ ત્યાં આવીને મુનિરાજ ઉપર પ્રહાર કરવા માટે એક સાથે તલવાર ઉગામી પરંતુ તેમના હાથ જડાઈ જઈને ઊંચા જ રહી ગયા. સવારમાં જ્યારે રાજાએ અને લોકોએ આ સમાચાર સાંભળ્યા એટલે બધા ત્યાં આવી પહોંચ્યા. બધાએ મુનિરાજની સ્તુતિ કરી અને રાજાએ ચારેય મંત્રીઓને
દેશનિકાલ કર્યા. વિદ્યાર્થી- તે મુનિરાજ રાત્રે ત્યાં કેમ રહ્યા? તેમણે તો જ્યા સંઘ રોકાયો હતો ત્યાં
જ ધ્યાનસ્થ રહેવું જોઈતું હતું. શિક્ષક- જ્યારે તેમણે ઉપરોક્ત વાદ-વિવાદની વાત આચાર્યશ્રીને જણાવી ત્યારે
તેમણે કહ્યું કે તમારે તેમની સાથે ચર્ચા જ કરવી જોઈતી નહોતી, કેમકે જેવી રીતે સાપને દૂધ પાવાથી વિષ જ બને છે તેવી જ રીતે તીવ્ર કષાયવાળા અજ્ઞાની જીવોની સાથે કરવામાં આવતી તત્વચર્ચા તેમનો કોઈ જ વધારે છે. સંભવ છે કે તેઓ કષાયની તીવ્રતામાં કોઈ ઉપસર્ગ
કરે. માટે તમે તે જ સ્થળે જઈને આજે રાત્રે ધ્યાનસ્થ રહો. વિધાર્થી- પછી. ? શિક્ષક- તે ચારેય મંત્રી હસ્તિનાપુરના રાજા પદ્મરાયને ત્યાં જઈને કામ કરવા
લાગ્યા. કોઈક બાબતમાં પ્રસન્ન થઈને પમરાયે તેમને ઈચ્છા મુજબ વરદાન માગવાનું કહ્યું. તેમણે તે યોગ્ય સમયે માગવાની અનુમતિ લઈ લીધી.
એક વખત તે જ અકંપનાચાર્ય આદિ સાતસો મુનિરાજ વિહાર કરતા કરતા હસ્તિનાપુર પહોંચ્યા. તેમને આવેલા જોઈને બલિએ રાજા પમરાય પાસેથી સાત દિવસ માટે રાજ્ય માગી લીધું. રાજ્ય મેળવીને તે મુનિરાજ ઉપર ઘોર ઉપસર્ગ કરવા લાગ્યો.
૨૬ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તે વખતે રાજા પારાયના ભાઈ, જે પહેલાં મુનિ થઈ ગયા હતા, તે
મુનિરાજ વિષ્ણકુમારે તેમનું રક્ષણ કર્યું. વિધાર્થી- આવા દુષ્ટ અને શક્તિશાળી રાજાની સામે નિઃશસ્ત્ર એવા મુનિરાજે કેવી
રીતે રક્ષણ કર્યું? શિક્ષક- મુનિરાજને વિકિયા ઋદ્ધિ પ્રાપ્ત થઈ હતી. વિદ્યાર્થી– વિકિયા ઋદ્ધિ શું છે? શિક્ષક- જે શક્તિથી પોતાનું શરીર ઈચ્છા મુજબ મોટું કે નાનું બનાવી શકાય
તેને વિકિયા ઋદ્ધિ કહે છે.
મુનિરાજે પોતાનું પદ છોડી દઈને વામનનો વેશ લીધો અને બલિના દરબારમાં પહોંચ્યા. બલિએ તેમને ઈચ્છા પ્રમાણે વસ્તુ માગવાની વિનંતી કરી. તેમણે પોતાના ડગલાંના માપથી ત્રણ ડગલાં જમીનની માગણી કરી. જ્યારે બલિએ ત્રણ ડગલાં જમીન આપવાનું સ્વીકાર્યું ત્યારે તેમણે પોતાનું શરીર મોટું કરી નાખ્યું અને બે જ ડગલાંમાં બધી ભૂમિને માપી લીધી. આવી રીતે બલિને હરાવીને મુનિરાજોની રક્ષા કરી. તે શ્રાવણ સુદ ૧૫ નો દિવસ હતો. તેથી તે જ દિવસથી રક્ષાબંધન
પર્વની શરૂઆત થઈ. મુનિરાજની રક્ષા થઈ અને બલિને બંધન થયું. વિદ્યાર્થી- શું મુનિની ભૂમિકામાં પણ આવું બધું થઈ શકે? શિક્ષક- ના ભાઈ, તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું નહિ. અમે કહ્યું હતું ને કે તેમણે
મુનિપદ છોડીને વામનનો વેશ લીધો. આ કામ તેમના પદને માટે યોગ્ય નહોતું. તેથી તો તેમને પ્રાયશ્ચિત્ત લેવું પડ્યું, બીજી વાર દીક્ષા લેવી
પડી. વિધાર્થી- તે વિષ્ણુકુમાર મુનિરાજને ધન્ય છે! શિક્ષક- ખરેખર તો તે અકંપનાચાર્ય આદિ મુનિરાજને ધન્ય છે, કે જેમને
આટલી વિપત્તિઓ પણ આત્મધ્યાનમાંથી ડગાવી ન શકી.
ર૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિદ્યાર્થી- હા, અને તે શ્રુતસાગર મુનિને પણ ધન્ય છે કે જેમણે બલિ વગેરે સાથે વિવાદ કરીને તેમનો મદ ખંડિત કર્યો.
શિક્ષક– તેમની વિદ્વત્તા તો વખાણવા યોગ્ય છે પણ તેમણે દુષ્ટો સાથે ચર્ચા કરવી જોઈતી નહોતી. આત્માની સાધના કરનારે દુષ્ટો સાથે ઝઘડવું યોગ્ય નથી.
વિધાર્થી- કેમ ?
શિક્ષક જીઓને, તેના પરિણામે તો આટલો ઝઘડો થયો. તેથી પ્રત્યેક આત્માર્થી એ જગતના પ્રપંચોથી દૂર રહીને તત્ત્વના અભ્યાસમાં પ્રયત્નશીલ રહેવું. એ જ સંસાર-બંધનમાંથી રક્ષણ પામવાનો સાચો ઉપાય છે.
પ્રશ્ન
૧. રક્ષાબંધનની કથા તમારા શબ્દોમાં લખો.
૨. મુનિ વિષ્ણુકુમારને ઉપસર્ગ મટાડવા માટે મુનિપદ કેમ છોડવું પડયું?
૩. અકંપનાચાર્યે શ્રુતસાગર મુનિરાજને વાદ-વિવાદના સ્થળ ઉ૫૨ જઈને રાત્રે ધ્યાનસ્થ રહેવાનો આદેશ શા માટે આપ્યો ?
૪. ઉપરોક્ત કથા વાંચીને, જે ભાવ જાગ્યા હોય તે વ્યક્ત કરો.
૨૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ સાતમો
જબૂસ્વામી
કવિવર પં. રાજમલજી પાંડે
(વ્યક્તિત્વ અને કર્તુત્વ) “પાંડે રાજમલ જિનધર્મી, નાટક સમયસારકે મર્મી ”
- બનારસીદાસ રાજસ્થાનના જે મુખ્ય વિદ્વાનોએ આત્મસાધનાને અનુરૂપ સાહિત્ય આરાધનાને પોતાનું જીવન અર્પણ કર્યું છે, તેમાં પં. રાજમલજીનું નામ વિશેષપણે ઉલ્લેખનીય છે. એમનું મુખ્ય નિવાસ-સ્થાન ટૂંઢાઢ પ્રદેશનું વૈરાટનગર અને માતૃભાષા ટૂંઢારી હતી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પણ તેઓ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા.
તેઓ ૧૭મી સદીના મુખ્ય વિદ્વાન બનારસીદાસના પૂર્વકાલીન હતા. એમનો પહેલો ગ્રંથ જબૂસ્વામી ચરિત્ર સં. ૧૬૩૩ માં પૂર્ણ થયો હતો. તેથી એમનો જન્મ ચોક્કસપણે ૧૭મી સદીના પ્રારંભમાં જ થયો હશે.
એમની પ્રતિભા બહુમુખી હતી. તેઓ કવિ, ટીકાકાર, વિદ્વાન અને વક્તા બધું એક સાથે હતા. એમની કવિતામાં કાવ્યત્વની સાથોસાથ અધ્યાત્મ અને ગંભીર તત્ત્વોનું ગૂઢ વિવેચન છે. એમણે રચેલી નીચેની રચનાઓ ઉપલબ્ધ છે:
૧. જબૂસ્વામી ચરિત્ર ૪. તત્ત્વાર્થસૂત્ર ટીકા ૨. છંદોવિધા
૫. સમયસાર કલશ બાલબોધ ટીકા ૩. અધ્યાત્મકમલમાર્તણ્ડ ૬. પંચાધ્યાયી. પ્રસ્તુત પાઠ તેમણે રચેલા જબૂસ્વામી ચરિત્રના આધારે લખવામાં આવ્યો
છે.
૨૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જબૂસ્વામી બહેન- અંતિમ તીર્થકર મહાવીર ભગવાન પૂર્ણ વીતરાગ અને સર્વજ્ઞ હતા. તેમના
પછી પણ કોઈ પૂર્ણ વીતરાગ અને સર્વજ્ઞ થયા? ભાઈ- હા, હા, કેમ નહિ થયા? તેમના પછી ગૌતમ સ્વામી, સુધર્માચાર્ય અને
જબૂસ્વામી પૂર્ણ વીતરાગ અને કેવળજ્ઞાની થયા. આ યુગના અંતિમ
કેવળી જબૂસ્વામી જ છે. બહેન- તો મહાવીર સ્વામીની જેમ જબૂસ્વામી પણ રાજકુમાર હશે? ભાઈ- ના બેન, તે તો રાજગૃહી નગરીના એક રાજમાન્ય શેઠના પુત્ર હતા.
તેમના પિતાનું નામ અર્હદાસ અને માતાનું નામ જિનમતી હતું. જમ્મુકુમારનો જન્મ ફાગણ સુદ પૂનમ થયો હતો.
શ્રેષ્ઠિપુત્ર જનૂકુમારનું રાજા શ્રેણિકના દરબારમાં અને તે વખતના સમાજમાં મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. નગરના અનેક શ્રીમંતો પોતાની ગુણવાન કન્યાઓનાં લગ્ન જખૂકુમાર સાથે કરવા ઈચ્છતા હતા અને ચાર
કન્યાઓની સગાઈ પણ તેમની સાથે નક્કી થઈ હતી પણ... બહેન- પણ શું? ભાઈ- પણ તેઓ તો બાળપણથી જ વૈરાગ્ય-રસમાં ડૂબેલા હતા. તેમનું મન તો
આત્માના અનંત અતીન્દ્રિય આનંદ માટે તરફડતું હતું તેથી તેમણે લગ્ન
કરવાની ચોખ્ખી ના પાડી દીધી. બહેન- ના પાડી દીધી? નક્કી કરેલું સગપણ તોડી નાખ્યું? લગ્ન ન કર્યા? ભાઈ- તેઓ તો લગ્ન ન કરવાનું જ ઈચ્છતા હતા પણ જ્યારે કન્યાઓએ આ
સમાચાર સાંભળ્યા ત્યારે તેઓએ પણ કહ્યું કે જો લગ્ન કરીશું તો જબૂકુમારની સાથે જ, બીજી રીતે નહીં જ.
૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેન- પછી..? ભાઈ- પછી શું? ચારે કન્યાઓનાં માતા-પિતા અને જખૂકુમારનાં માતા-પિતાએ
અત્યંત આગ્રહ કર્યો કે ભલે તમે પાછળથી દીક્ષા લઈ લેજો પણ લગ્નની ના ન પાડો. કેમકે તેઓ જાણતા હતા કે સર્વાગ સુન્દર કન્યાઓ પોતાનાં રૂપ અને ગુણોથી જખૂકુમારનું મન પ્રસન્ન કરી દેશે અને પછી જબ્બકુમાર
વૈરાગ્યની વાતો ભૂલી જશે, પણબહેન- પણ શું? ભાઈ- પણ બૂકુમારે લગ્ન કરવાનું તો કબૂલ્યું પણ તેમના મનને સાંસારિક
વિષયવાસનાઓ પોતાની તરફ ખેંચી ન શકી. બહેન- તો શું લગ્ન ન થયાં? ભાઈ- લગ્ન તો થયાં પણ બીજે જ દિવસે જનૂકુમાર ઘર-બાર, કુટુંબ-કબીલો,
ધન-ધાન્ય અને દેવાંગના જેવી ચારેય સ્ત્રીઓને ત્યાગીને નગ્ન દિગંબર
સાધુ બની ગયા. બહેન- તેમની પત્નીઓનાં નામ શું હતાં? શું તેમણે તેમને દીક્ષા લેતાં રોક્યા
નહિ? ભાઈ- તેમનાં નામ પદ્મશ્રી, કનકશ્રી, વિનયશ્રી અને રૂપશ્રી હતાં. તેમણે પોતાના
હાવભાવ, રૂપ-લાવણ્ય, સેવાભાવ અને બુદ્ધિચાતુર્યથી પૂરેપૂરો પ્રયત્ન કર્યો, પણ આત્માનંદમાં મગ્ન રહેવાના અભિલાષી જબ્બેકુમારનું મન તેઓ
ચલાયમાન ન કરી શકી. બહેન- બરાબર જ છે. રાગી મનુષ્યોનો રાગ જ્ઞાનીઓને શું પ્રભાવિત કરી શકે?
જ્ઞાન અને વૈરાગ્યનાં કિરણો તો અજ્ઞાન અને રાગનો નાશ કરવામાં
સમર્થ હોય છે. ભાઈ- બરાબર કહો છો બેન, તેમનાં જ્ઞાન અને વૈરાગ્યનો પ્રભાવ તો તે
વિધુચર નામના ચોર ઉપર પણ પડયો કે જે તે રાત્રે જમ્બુકુમારના મકાનમાં ચોરી કરવા આવ્યો હતો. પણ જબ્બકુમાર તથા તેમની નવ-વિવાહિતા
૩૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સ્ત્રીઓની ચર્ચા સાંભળીને તેમ જ તે કુમારની વૈરાગ્ય-પરિણત જોઈને તેમની સાથે જ મુનિ થઈ ગયો.
બહેન- અને તે કન્યાઓનું શું થયું?
ભાઈ- તેમણે પણ પોતાની રુચિ વિષય-કષાયમાંથી ખસેડીને વૈરાગ્ય તરફ વાળી અને તેઓ પણ દીક્ષા લઈને અર્જિકા થઈ ગઈ. જંબૂકુમારનાં માતાપિતાએ પણ અજિંકા અને મુનિવ્રત અંગીકાર કર્યુ.
–
આ રીતે આખુંય વાતાવરણ વૈરાગ્યમય બની ગયું. જમ્બુકુમાર મુનિ નિરંતર આત્મ-સાધનામાં મગ્ન રહેવા લાગ્યા અને માહ સુદ સાતમને દિવસે જે દિવસે તેમના ગુરુ સુધર્માચાર્યને નિર્વાણ પ્રાપ્તિ થઈ અને જંબુસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી.
બહેન- જેમ મહાવીર ભગવાનનો નિર્વાણદિન અને ગૌતમસ્વામીનો કેવળજ્ઞાન પ્રાપ્તિનો દિવસ એક છે તેમ સુધર્માચાર્યનો નિર્વાણદિન અને જંબૂસ્વામીનો કેવળજ્ઞાન પ્રાપ્તિનો દિવસ એક જ થયો.
ભાઈ- હા, ત્યાર પછી જંબૂસ્વામીના દિવ્યધ્વનિ દ્વારા ૧૮ વર્ષ સુધી મગધથી લઈને મથુરા સુધીના પ્રદેશોમાં તત્ત્વનો ઉપદેશ ચાલુ રહ્યો અને અંતમાં તેઓ ચોરાસી (મથુરા) થી* મોક્ષ પધાર્યા.
પ્રશ્ન
૧. જંબુસ્વામીનો સંક્ષિપ્ત પરિચય તમારી ભાષામાં આપો.
૨. મહાવિ પં. રાજમલજી પાંડેના જીવન અને કવન ઉપર પ્રકાર પાડો.
* પં. રાજમલજી તેમનો વિપુલાચલથી મોક્ષ થવાનું માને છે.
૩૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ આઠમો
| બા૨ ભાવના
૫. જયચંદજી છાબડા
વ્યક્તિત્વ અને કર્તુત્વ
(સંવત ૧૭૯૫-૧૮૮૧) જયપુરના પ્રતિભાશાળી આત્માર્થી વિદ્વાનોમાં છે. જયચંદજી છાબડાનું એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેમનો જન્મ જયપુરથી ૩૦ માઈલ દૂર ડિગ્રી-માલપુરા રોડ ઉપર આવેલા ફાગઈ (ફાગી) નામના ગામમાં થયો હતો. તેમના પિતાજીનું નામ મોતીરામજી છાબડા હતું.
અગિયાર વર્ષની નાની ઉમરમાં તેમની રુચિ તત્ત્વજ્ઞાન તરફ થઈ ગઈ હતી. કેટલાક સમય પછી તેઓ ફાગઈથી જયપુર આવી ગયા, જ્યાં તેમને મહાપંડિત ટોડરમલજી વગેરેનો સત્સમાગમ પ્રાપ્ત થયો હતો, તેમના સુપુત્ર પં. નંદલાલજી પણ મહાન વિદ્વાન હતા. પં. જયચંદજીએ પોતે તેમનાં વખાણ કર્યા છે.
તેમની રચનાઓમાં મુખ્યપણે ટીકા-ગ્રંથો છે, જેને વચનિકા નામથી ઓળખવામાં આવે છે. આમ તો તેમની કેટલીક મૌલિક કૃતિઓ પણ છે. તેમના કેટલાક મહત્ત્વપૂર્ણ ગ્રંથો નીચે લખ્યા મુજબ છે :
૧. તત્ત્વાર્થસૂત્ર વચનિકા ૨. સર્વાર્થસિદ્ધિ વિચનિકા ૩. પ્રમેયરત્નમાળા વચનિકા ૪. દ્રવ્યસંગ્રહ વચનિકા ૫. સમયસાર વચનિકા ૬. અષ્ટપાહુડ વચનિકા ૭. જ્ઞાનાર્ણવ વચનિકા ૮. ધન્યકુમાર ચરિત્ર વચનિકા ૯. કાર્તિકેયાનુપ્રેક્ષા વચનિકા ૧૦. પદ-સંગ્રહું પ્રસ્તુત બાર ભાવનાઓ તેમણે જ બનાવેલી છે.
૩૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનિત્ય
બાર ભાવના દ્રવ્ય રૂપ કરિ સર્વ થિર, પરજય થિર હૈ કૌન; દ્રવ્ય દષ્ટિ આપા લખો, પરજય નય કરિ ગૌન.
અશરણ
સંસાર
શુદ્ધાતમ અરુ પંચ ગુરુ, જગમેં સરની દોય; મોહ ઉદય જિયક વૃથા, આન કલ્પના હોય. પર દ્રવ્યનતેં પ્રીતિ જો, હું સંસાર અબોધ; તાકો ફલ ગતિ ચારમેં, ભ્રમણ કહ્યો શ્રુત શોધ. પરમારથ તેં આતમા, એક રૂપ હી જોય; કર્મ નિમિત્ત વિકલપ ઘન, તિન નાસે શિવ હોય.
એકત્વ
અન્યત્વ
અપને અપને સત્ત્વકું, સર્વ વસ્તુ વિલસાય; ઐસે ચિતવે જીવ તબ, પરૌં મમત ન થાય.
અશુચિ
નિર્મલ અપની આતમા, દેહ અપાવન ગેહ, જાનિ ભવ્ય નિજ ભાવકો, યાસોં તો સનેહ.
આત્સવ
આતમ કેવલ જ્ઞાનમય, નિશ્ચય-દષ્ટિ નિહાર સબ વિભાવ પરિણામમય, આસ્રવભાવ વિડાર.
સંવર
નિજસ્વરૂપમેં લીનતા, નિશ્ચય સંવર જાનિ; સમિતિ ગુપ્તિ સંજમ ધરમ, ધરે પાપકી હાનિ.
३४
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બાર ભાવનાઓના અર્થ - વૈરાગ્ય ઉત્પન્ન થવાના સમયે બાર ભાવનાઓનું ચિંતવન કરનાર જ્ઞાની
આત્મા આ રીતે વિચાર કરે છે – અનિત્ય દ્રવ્યની દૃષ્ટિથી જોવામાં આવે તો આખું જગત સ્થિર છે પણ પર્યાય
દષ્ટિથી કોઇ પણ સ્થિર નથી. તેથી પર્યાયાર્થિક નયને ગૌણ કરીને
દ્રવ્યદષ્ટિથી એક આત્માનો અનુભવ જ કરવા યોગ્ય કાર્ય છે. અશરણ આ વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી તો નિજ શુદ્ધાત્મા જ શરણ છે
અને વ્યવહારનયથી પંચ પરમેષ્ઠી. પણ મોહને લીધે આ જીવ અન્ય
પદાર્થોને શરણ માને છે. સંસાર નિશ્ચયથી પરપદાર્થો પ્રત્યે મોહ–રાગ-દ્વેષ ભાવ જ સંસાર છે. એ જ
કારણે જીવ ચારે ગતિઓમાં દુ:ખ ભોગવતો થકો ભ્રમણ કરે છે. એકત્વ નિશ્ચયથી તો આત્મા એક જ્ઞાનસ્વભાવી જ છે. કર્મના નિમિત્તની
અપેક્ષાએ કથન કરતાં અનેક વિકલ્પમય પણ તેને કહ્યો છે. આ
વિકલ્પોના નાશથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. અન્યત્વ પ્રત્યેક પદાર્થ પોતપોતાની સત્તામાં જ વિકાસ કરી રહ્યો છે, કોઈ કોઈનો
કર્તા-હર્તા નથી. જ્યારે જીવ આમ ચિંતવન કરે છે ત્યારે તેને પર પ્રત્યે
મમત્વ થતું નથી. અશુચિ આ પોતાનો આત્મા તો નિર્મળ છે પણ આ શરીર મહા અપવિત્ર છે,
તેથી હે ભવ્ય જીવો ! પોતાના સ્વભાવને ઓળખીને આ અપવિત્ર શરીર
પ્રત્યેનો સ્નેહ છોડો. આસ્રવ નિશ્ચયદષ્ટિથી જોવામાં આવે તો આત્મા માત્ર જ્ઞાનમય છે.
વિભાવભાવરૂપ પરિણામ તો આસ્રવભાવ છે, કે જેનો નાશ કરવા યોગ્ય છે. નિશ્ચયથી આત્મસ્વરૂપમાં લીન થઈ જવું તે જ સંવર છે. તેનું કથન સમિતિ, ગુપ્તિ અને સંયમરૂપે કરવામાં આવે છે. જેને ધારણ કરવાથી પાપોનો નાશ થાય છે.
સંવર
૩૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નિર્જરા સંવરમય હૈ આત્મા, પૂર્વ કર્મ ઝડ જાય; નિજ સ્વરૂપકો પાયકર, લોક શિખર જબ થાય. લોક લોક સ્વરૂપ વિચારિકે, આતમ રૂપ નિહાર; પરમારથ વ્યવહાર ગુણિ, મિથ્યાભાવ નિવારિ. બોધિદુર્લભ બોધિ આપકા ભાવ હૈ, નિશ્ચય દુર્લભ નાહિ; ભવમેં પ્રાપતિ કઠિન હૈ, યહ વ્યવહાર કહાહિ. ધર્મ દર્શજ્ઞાનમય ચેતના, આતમધર્મ બખાનિક દયાક્ષમાદિક રતનત્રય, યામેં ગર્ભિત જાનિ. નિર્જરા જ્ઞાનસ્વભાવી આત્મા જ સંવર (ધર્મ) મય છે. તેના આશ્રયથી જ પૂર્વોપાર્જિત કર્મોનો નાશ થાય છે અને આ આત્મા પોતાના સ્વભાવને પ્રાપ્ત કરે છે. લોક લોક (છ દ્રવ્ય) ના સ્વરૂપનો વિચાર કરીને પોતાના આત્મામાં લીન થવું જોઈએ. નિશ્ચય અને વ્યવહારને સારી રીતે જાણીને મિથ્યાત્વભાવોને દૂર કરવા જોઈએ. બોધિદુર્લભ જ્ઞાન આત્માનો સ્વભાવ છે, તેથી તે નિશ્ચયથી દુર્લભ નથી. સંસારમાં આત્મજ્ઞાનને દુર્લભ તો વ્યવહાર નથી કહેવામાં આવ્યું છે. ધર્મ આત્માનો સ્વભાવ જ્ઞાન-દર્શનમય છે. દયા, ક્ષમા આદિ દસ ધર્મ અને રત્નત્રય બધા એમાં જ સમાઈ જાય છે. પ્રશ્ન૧. નીચે લખેલી ભાવનાઓનાં પધ તેના અર્થ સાથે લખો : અનિત્ય, એકત્વ, સંવર, બોધિદુર્લભ. 2. 5. જયચંદજી છાબડાના જીવન અને કવન ઉપર પ્રકાશ ફેંકો. 36 Please inform us of any errors on rajesh@AtmaDharma.com