________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ તે નિશ્ચયથી પોતાને શુદ્ધતાનું દાન છે અને સ્વ અને પરના અનુગ્રહ માટે ધનાદિનું દેવું તે વ્યવહાર-દાન છે. તે (વ્યવહાર-દાન) ચાર પ્રકારનું હોય છે૧. આહારદાન ૩. ઔષધદાન
૨. જ્ઞાનદાન ૪. અભયદાન શ્રોતા- નિશ્ચય અને વ્યવહાર આવશ્યકમાં શું તફાવત છે? પ્રવચનકાર- નિશ્ચય આવશ્યક તો શુદ્ધ ધર્મ-પરિણતિ છે તેથી બંધના અભાવનું
કારણ છે અને વ્યવહાર આવશ્યક પુણ્યબંધનું કારણ છે. સાચા આવશ્યક જ્ઞાની જીવને જ હોય છે. પણ દેવ-પૂજનાદિ કરવાના ભાવ અજ્ઞાનીને પણ હોય છે તથા મંદકષાય અને શુભભાવ પ્રમાણે
પુણ્યબંધ પણ થાય છે, પણ તે સાચા ધર્મ કહેવાતા નથી. શ્રોતા- જો આપ એમ કહેશો તો અજ્ઞાની જીવ દેવપૂજનાદિ આવશ્યક કાર્ય
છોડી દેશે. પ્રવચનકાર- ભાઈ, ઉપદેશ તો ઊંચે ચડવાને માટે આપવામાં આવે છે, તેથી
દેવપૂજનાદિના શુભભાવ છોડીને જ અશુભ-ભાવમાં જશે તો પાપબંધ કરશે. માટે દેવપૂજનાદિ છોડવા યોગ્ય નથી.
પ્રશ્ન
૧. સંસારનાં દુઃખોથી બચવાનો સાચો ઉપાય કયો છે? ૨. આવશ્યક કોને કહે છે? ગૃહસ્થના આવશ્યક કાર્ય ક્યા કયા છે. ૩. નિશ્ચયથી આવશ્યક શું છે? ૪. છ આવશ્યકોનાં નામ લખી તેમની વ્યાખ્યા લખો.
૧૯
Please inform us of any errors on rajesh@AtmaDharma.com