________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
देवपूजा गुरुपास्ति, स्वाध्यायः संयमस्तपः। दानञ्चेति गृहस्थानां षट् कर्माणि दिने दिने।। ૧. દેવપૂજા ૨. ગુરુની ઉપાસના ૩. સ્વાધ્યાય ૪. સંયમ ૫. તપ
૬. દાન. શ્રોતા- કૃપા કરીને એ સંક્ષેપમાં સમજાવો. પ્રવચનકાર- જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ નિશ્ચયથી ભાવ-દેવપૂજા છે અને
સાચા દેવનું સ્વરૂપ સમજીને તેમના ગુણોનું સ્તવન તે જ વ્યવહારથી ભાવ-દેવપૂજા છે. જ્ઞાની શ્રાવક વીતરાગતા અને સર્વજ્ઞતા આદિ ગુણોનું સ્તવન કરતાં વિધિપૂર્વક અષ્ટદ્રવ્યથી પૂજન કરે છે તેને દ્રવ્યપૂજા કહે છે.
એવી જ રીતે જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ તે જ નિશ્ચયથી ગુરુ-ઉપાસના છે અને ગુરુનું સાચું સ્વરૂપ સમજીને તેમની ઉપાસના કરવી તે જ વ્યવહાર-ગુરુ ઉપાસના છે.
તમને પહેલાં બતાવી દીધું છે કે અરિહંત અને સિદ્ધ ભગવાન દેવ કહેવાય છે અને આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ ગુરુ કહેવાય છે.
જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ જ નિશ્ચયથી સ્વાધ્યાય છે અને જિનેન્દ્ર ભગવાને કહેલા તત્ત્વનું નિરૂપણ કરનાર શાસ્ત્રોનું
અધ્યયન, મનન કરવું તે વ્યવહાર-સ્વાધ્યાય છે. શ્રોતા- એ તો ત્રણ થયા. પ્રવચનકાર- સાંભળો, જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ જ નિશ્ચયથી સંયમ છે.
અને તેની સાથે હોવાવાળા ભૂમિકા અનુસાર હિંસાદિથી વિરતિ અને ઈન્દ્રિય-નિગ્રહ એ વ્યવહાર-સંયમ છે.
જ્ઞાની શ્રાવકને યોગ્ય આંશિક શુદ્ધિ અર્થાત્ શુભાશુભ ઈચ્છાઓનો નિરોધ (ઉત્પન્ન ન થવું) તે નિશ્ચય-તપ છે તથા તેની સાથે હોવાવાળા અનશનાદિ સંબંધી શુભ ભાવ તે વ્યવહાર-તપ છે.
૧૮
Please inform us of any errors on rajesh@AtmaDharma.com