________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
એ જ રીતે આત્માનું, અજ્ઞાન, મોહ-રાગ-દ્વેષ, પુણ્ય-પાપ આદિ વિભાવ ભાવોમાં રોકાઈ જવું તે ભાવબંધ છે અને તેના નિમિત્તથી પુદ્દગલનું સ્વયં કર્મરૂપ બંધાવું તે દ્રવ્યબંધ છે. પુણ્ય-પાપને બંધ સાથે કેમ જોડી દીધા ?
શંકાકાર
પ્રવચનકાર- ભાઈ, પુણ્ય અને પાપ આસ્ત્રવ, બંધના જ પેટાભેદ છે. શુભરાગથી પુણ્યનો આસ્રવ અને બંધ થાય છે અને અશુભ રાગ, દ્વેષ અને મોહથી પાપનો આસ્રવ અને બંધ થાય છે. શુભ અને અશુભ બન્નેય પ્રકારનો રાગ અર્થાત્ પુણ્ય અને પાપ બન્નેય છોડવા યોગ્ય છે. કેમકે તે આસ્રવ અને બંધ તત્ત્વ છે.
પુણ્ય-પાપના વિકારી ભાવને ( આસ્ત્રવને ) આત્માના શુદ્ધ (વીતરાગી ) ભાવોથી રોકવા તે ભાવ-સંવર છે અને તદનુસા૨ નવાં કર્મોનું સ્વયં આવતાં અટકી જવું તે દ્રવ્ય-સંવર છે.
એ જ રીતે જ્ઞાનાનંદ-સ્વભાવી આત્માના લક્ષ્યના બળથી સ્વરૂપસ્થિરતાની વૃદ્ધિ દ્વારા આંશિક શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધ (શુભાશુભ ) અવસ્થાનો અંશે નાશ કરવો તે ભાવ-નિર્જરા છે અને તેનું નિમિત્ત પામીને જડ કર્મનું અંશે ખરી જવું તે દ્રવ્ય-નિર્જરા છે.
પ્રશ્નકર્તા- અને મોક્ષ ?
પ્રવચનકાર- અશુદ્ધ દશાનો સર્વથા સમ્પૂર્ણ નાશ થઈને આત્માની પૂર્ણ નિર્મળ પવિત્ર દશાનું પ્રકટ થવું તે ભાવ-મોક્ષ છે અને નિમિત્ત કારણ દ્રવ્યકર્મનો સર્વથા નાશ (અભાવ) થવો તે દ્રવ્ય-મોક્ષ છે.
૧૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com