________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
પાઠ ત્રીજો
સાત તત્ત્વ
આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામી (વ્યક્તિત્વ અને કર્તૃત્વ )
तत्त्वार्थसूत्रकर्त्तारं, गृद्धपिच्छोपलक्षितम्। वन्दे गणीन्द्रसंजातमुमास्वामीमुनीश्वरम् ।।
ઓછામાં ઓછું લખીને વધારેમાં પ્રસિદ્ધિ મેળવનાર આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામીના તત્ત્વાર્થ સૂત્રથી જૈન સમાજ જેટલો વધારે પિરિચિત છે, એમના જીવન પરિચય સંબંધમાં એટલો જ અપરિચિત છે.
એ કુન્દકુન્દાચાર્યના પટ્ટશિષ્ય હતા અને વિક્રમની પ્રથમ શતાબ્દીના અંતિમ કાળમાં તથા બીજી શતાબ્દીના પૂર્વાર્ધમાં ભારત-ભૂમિને પવિત્ર કરી રહ્યા હતા.
આચાર્ય ગૃદ્ધપિચ્છ ઉમાસ્વામી તે ગૌરવશાળી આચાર્યોમાંના એક છે જેમને સમગ્ર આચાર્ય પરંપરામાં પૂર્ણ પ્રામાણિકતા અને સન્માન મળેલું છે. જે મહત્ત્વ વૈદિકોમાં ગીતાને, ઈસાઈઓમાં બાઈબલને અને મુસલમાનોમાં કુરાનને આપવામાં આવે છે તે જ જૈન પરંપરામાં વૃદ્ઘપિચ્છ ઉમાસ્વામીના તત્ત્વાર્થ સૂત્રને મળેલું છે. એનું બીજું નામ મોક્ષશાસ્ત્ર પણ છે. એ સંસ્કૃત ભાષાનો સર્વ પ્રથમ જૈન ગ્રંથ છે.
પ્રસ્તુત ભાગ તત્ત્વાર્થ સૂત્રના આધારે લખવામાં આવ્યો છે.
૧૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com