________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સ્ત્રીઓની ચર્ચા સાંભળીને તેમ જ તે કુમારની વૈરાગ્ય-પરિણત જોઈને તેમની સાથે જ મુનિ થઈ ગયો.
બહેન- અને તે કન્યાઓનું શું થયું?
ભાઈ- તેમણે પણ પોતાની રુચિ વિષય-કષાયમાંથી ખસેડીને વૈરાગ્ય તરફ વાળી અને તેઓ પણ દીક્ષા લઈને અર્જિકા થઈ ગઈ. જંબૂકુમારનાં માતાપિતાએ પણ અજિંકા અને મુનિવ્રત અંગીકાર કર્યુ.
–
આ રીતે આખુંય વાતાવરણ વૈરાગ્યમય બની ગયું. જમ્બુકુમાર મુનિ નિરંતર આત્મ-સાધનામાં મગ્ન રહેવા લાગ્યા અને માહ સુદ સાતમને દિવસે જે દિવસે તેમના ગુરુ સુધર્માચાર્યને નિર્વાણ પ્રાપ્તિ થઈ અને જંબુસ્વામીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી.
બહેન- જેમ મહાવીર ભગવાનનો નિર્વાણદિન અને ગૌતમસ્વામીનો કેવળજ્ઞાન પ્રાપ્તિનો દિવસ એક છે તેમ સુધર્માચાર્યનો નિર્વાણદિન અને જંબૂસ્વામીનો કેવળજ્ઞાન પ્રાપ્તિનો દિવસ એક જ થયો.
ભાઈ- હા, ત્યાર પછી જંબૂસ્વામીના દિવ્યધ્વનિ દ્વારા ૧૮ વર્ષ સુધી મગધથી લઈને મથુરા સુધીના પ્રદેશોમાં તત્ત્વનો ઉપદેશ ચાલુ રહ્યો અને અંતમાં તેઓ ચોરાસી (મથુરા) થી* મોક્ષ પધાર્યા.
પ્રશ્ન
૧. જંબુસ્વામીનો સંક્ષિપ્ત પરિચય તમારી ભાષામાં આપો.
૨. મહાવિ પં. રાજમલજી પાંડેના જીવન અને કવન ઉપર પ્રકાર પાડો.
* પં. રાજમલજી તેમનો વિપુલાચલથી મોક્ષ થવાનું માને છે.
૩૨
Please inform us of any errors on rajesh@AtmaDharma.com