________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેન- પછી..? ભાઈ- પછી શું? ચારે કન્યાઓનાં માતા-પિતા અને જખૂકુમારનાં માતા-પિતાએ
અત્યંત આગ્રહ કર્યો કે ભલે તમે પાછળથી દીક્ષા લઈ લેજો પણ લગ્નની ના ન પાડો. કેમકે તેઓ જાણતા હતા કે સર્વાગ સુન્દર કન્યાઓ પોતાનાં રૂપ અને ગુણોથી જખૂકુમારનું મન પ્રસન્ન કરી દેશે અને પછી જબ્બકુમાર
વૈરાગ્યની વાતો ભૂલી જશે, પણબહેન- પણ શું? ભાઈ- પણ બૂકુમારે લગ્ન કરવાનું તો કબૂલ્યું પણ તેમના મનને સાંસારિક
વિષયવાસનાઓ પોતાની તરફ ખેંચી ન શકી. બહેન- તો શું લગ્ન ન થયાં? ભાઈ- લગ્ન તો થયાં પણ બીજે જ દિવસે જનૂકુમાર ઘર-બાર, કુટુંબ-કબીલો,
ધન-ધાન્ય અને દેવાંગના જેવી ચારેય સ્ત્રીઓને ત્યાગીને નગ્ન દિગંબર
સાધુ બની ગયા. બહેન- તેમની પત્નીઓનાં નામ શું હતાં? શું તેમણે તેમને દીક્ષા લેતાં રોક્યા
નહિ? ભાઈ- તેમનાં નામ પદ્મશ્રી, કનકશ્રી, વિનયશ્રી અને રૂપશ્રી હતાં. તેમણે પોતાના
હાવભાવ, રૂપ-લાવણ્ય, સેવાભાવ અને બુદ્ધિચાતુર્યથી પૂરેપૂરો પ્રયત્ન કર્યો, પણ આત્માનંદમાં મગ્ન રહેવાના અભિલાષી જબ્બેકુમારનું મન તેઓ
ચલાયમાન ન કરી શકી. બહેન- બરાબર જ છે. રાગી મનુષ્યોનો રાગ જ્ઞાનીઓને શું પ્રભાવિત કરી શકે?
જ્ઞાન અને વૈરાગ્યનાં કિરણો તો અજ્ઞાન અને રાગનો નાશ કરવામાં
સમર્થ હોય છે. ભાઈ- બરાબર કહો છો બેન, તેમનાં જ્ઞાન અને વૈરાગ્યનો પ્રભાવ તો તે
વિધુચર નામના ચોર ઉપર પણ પડયો કે જે તે રાત્રે જમ્બુકુમારના મકાનમાં ચોરી કરવા આવ્યો હતો. પણ જબ્બકુમાર તથા તેમની નવ-વિવાહિતા
૩૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com