Book Title: Vitrag Vigyana Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 39
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બાર ભાવનાઓના અર્થ - વૈરાગ્ય ઉત્પન્ન થવાના સમયે બાર ભાવનાઓનું ચિંતવન કરનાર જ્ઞાની આત્મા આ રીતે વિચાર કરે છે – અનિત્ય દ્રવ્યની દૃષ્ટિથી જોવામાં આવે તો આખું જગત સ્થિર છે પણ પર્યાય દષ્ટિથી કોઇ પણ સ્થિર નથી. તેથી પર્યાયાર્થિક નયને ગૌણ કરીને દ્રવ્યદષ્ટિથી એક આત્માનો અનુભવ જ કરવા યોગ્ય કાર્ય છે. અશરણ આ વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી તો નિજ શુદ્ધાત્મા જ શરણ છે અને વ્યવહારનયથી પંચ પરમેષ્ઠી. પણ મોહને લીધે આ જીવ અન્ય પદાર્થોને શરણ માને છે. સંસાર નિશ્ચયથી પરપદાર્થો પ્રત્યે મોહ–રાગ-દ્વેષ ભાવ જ સંસાર છે. એ જ કારણે જીવ ચારે ગતિઓમાં દુ:ખ ભોગવતો થકો ભ્રમણ કરે છે. એકત્વ નિશ્ચયથી તો આત્મા એક જ્ઞાનસ્વભાવી જ છે. કર્મના નિમિત્તની અપેક્ષાએ કથન કરતાં અનેક વિકલ્પમય પણ તેને કહ્યો છે. આ વિકલ્પોના નાશથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. અન્યત્વ પ્રત્યેક પદાર્થ પોતપોતાની સત્તામાં જ વિકાસ કરી રહ્યો છે, કોઈ કોઈનો કર્તા-હર્તા નથી. જ્યારે જીવ આમ ચિંતવન કરે છે ત્યારે તેને પર પ્રત્યે મમત્વ થતું નથી. અશુચિ આ પોતાનો આત્મા તો નિર્મળ છે પણ આ શરીર મહા અપવિત્ર છે, તેથી હે ભવ્ય જીવો ! પોતાના સ્વભાવને ઓળખીને આ અપવિત્ર શરીર પ્રત્યેનો સ્નેહ છોડો. આસ્રવ નિશ્ચયદષ્ટિથી જોવામાં આવે તો આત્મા માત્ર જ્ઞાનમય છે. વિભાવભાવરૂપ પરિણામ તો આસ્રવભાવ છે, કે જેનો નાશ કરવા યોગ્ય છે. નિશ્ચયથી આત્મસ્વરૂપમાં લીન થઈ જવું તે જ સંવર છે. તેનું કથન સમિતિ, ગુપ્તિ અને સંયમરૂપે કરવામાં આવે છે. જેને ધારણ કરવાથી પાપોનો નાશ થાય છે. સંવર ૩૫ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40