Book Title: Vitrag Vigyana Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 33
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ સાતમો જબૂસ્વામી કવિવર પં. રાજમલજી પાંડે (વ્યક્તિત્વ અને કર્તુત્વ) “પાંડે રાજમલ જિનધર્મી, નાટક સમયસારકે મર્મી ” - બનારસીદાસ રાજસ્થાનના જે મુખ્ય વિદ્વાનોએ આત્મસાધનાને અનુરૂપ સાહિત્ય આરાધનાને પોતાનું જીવન અર્પણ કર્યું છે, તેમાં પં. રાજમલજીનું નામ વિશેષપણે ઉલ્લેખનીય છે. એમનું મુખ્ય નિવાસ-સ્થાન ટૂંઢાઢ પ્રદેશનું વૈરાટનગર અને માતૃભાષા ટૂંઢારી હતી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પણ તેઓ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. તેઓ ૧૭મી સદીના મુખ્ય વિદ્વાન બનારસીદાસના પૂર્વકાલીન હતા. એમનો પહેલો ગ્રંથ જબૂસ્વામી ચરિત્ર સં. ૧૬૩૩ માં પૂર્ણ થયો હતો. તેથી એમનો જન્મ ચોક્કસપણે ૧૭મી સદીના પ્રારંભમાં જ થયો હશે. એમની પ્રતિભા બહુમુખી હતી. તેઓ કવિ, ટીકાકાર, વિદ્વાન અને વક્તા બધું એક સાથે હતા. એમની કવિતામાં કાવ્યત્વની સાથોસાથ અધ્યાત્મ અને ગંભીર તત્ત્વોનું ગૂઢ વિવેચન છે. એમણે રચેલી નીચેની રચનાઓ ઉપલબ્ધ છે: ૧. જબૂસ્વામી ચરિત્ર ૪. તત્ત્વાર્થસૂત્ર ટીકા ૨. છંદોવિધા ૫. સમયસાર કલશ બાલબોધ ટીકા ૩. અધ્યાત્મકમલમાર્તણ્ડ ૬. પંચાધ્યાયી. પ્રસ્તુત પાઠ તેમણે રચેલા જબૂસ્વામી ચરિત્રના આધારે લખવામાં આવ્યો છે. ૨૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40