Book Title: Vitrag Vigyana Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 31
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તે વખતે રાજા પારાયના ભાઈ, જે પહેલાં મુનિ થઈ ગયા હતા, તે મુનિરાજ વિષ્ણકુમારે તેમનું રક્ષણ કર્યું. વિધાર્થી- આવા દુષ્ટ અને શક્તિશાળી રાજાની સામે નિઃશસ્ત્ર એવા મુનિરાજે કેવી રીતે રક્ષણ કર્યું? શિક્ષક- મુનિરાજને વિકિયા ઋદ્ધિ પ્રાપ્ત થઈ હતી. વિદ્યાર્થી– વિકિયા ઋદ્ધિ શું છે? શિક્ષક- જે શક્તિથી પોતાનું શરીર ઈચ્છા મુજબ મોટું કે નાનું બનાવી શકાય તેને વિકિયા ઋદ્ધિ કહે છે. મુનિરાજે પોતાનું પદ છોડી દઈને વામનનો વેશ લીધો અને બલિના દરબારમાં પહોંચ્યા. બલિએ તેમને ઈચ્છા પ્રમાણે વસ્તુ માગવાની વિનંતી કરી. તેમણે પોતાના ડગલાંના માપથી ત્રણ ડગલાં જમીનની માગણી કરી. જ્યારે બલિએ ત્રણ ડગલાં જમીન આપવાનું સ્વીકાર્યું ત્યારે તેમણે પોતાનું શરીર મોટું કરી નાખ્યું અને બે જ ડગલાંમાં બધી ભૂમિને માપી લીધી. આવી રીતે બલિને હરાવીને મુનિરાજોની રક્ષા કરી. તે શ્રાવણ સુદ ૧૫ નો દિવસ હતો. તેથી તે જ દિવસથી રક્ષાબંધન પર્વની શરૂઆત થઈ. મુનિરાજની રક્ષા થઈ અને બલિને બંધન થયું. વિદ્યાર્થી- શું મુનિની ભૂમિકામાં પણ આવું બધું થઈ શકે? શિક્ષક- ના ભાઈ, તમે ધ્યાનપૂર્વક સાંભળ્યું નહિ. અમે કહ્યું હતું ને કે તેમણે મુનિપદ છોડીને વામનનો વેશ લીધો. આ કામ તેમના પદને માટે યોગ્ય નહોતું. તેથી તો તેમને પ્રાયશ્ચિત્ત લેવું પડ્યું, બીજી વાર દીક્ષા લેવી પડી. વિધાર્થી- તે વિષ્ણુકુમાર મુનિરાજને ધન્ય છે! શિક્ષક- ખરેખર તો તે અકંપનાચાર્ય આદિ મુનિરાજને ધન્ય છે, કે જેમને આટલી વિપત્તિઓ પણ આત્મધ્યાનમાંથી ડગાવી ન શકી. ર૦ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40