Book Title: Vitrag Vigyana Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 25
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કર્મ ચામુંડરાય- મહારાજ, આ આત્મા દુ:ખી કેમ છે? આત્માનું હિત શું છે? કૃપા કરીને બતાવો. આચાર્ય નૈમિચંદ્ર- આત્માનું હિત નિરાકુળ સુખ છે, તે આત્માના આશ્રયથી જ પ્રાપ્ત કરી શકાય છે. પણ આ જીવ પોતાના જ્ઞાનસ્વભાવી આત્માને ભૂલીને મોહ–રાગ-દ્વેષરૂપ વિકારીભાવ કરે છે, તેથી દુ:ખી છે. ચામુંડરાય– અમે તો સાંભળ્યું છે કે દુઃખનું કારણ કર્મ છે. આચાર્ય નૈમિચંદ્ર- ના ભાઈ, જ્યારે આ આત્મા પોતાને ભૂલીને સ્વયં મોહ-રાગદ્વેષ ભાવરૂપ વિકારી પરિણમન કરે છે, ત્યારે કર્મનો ઉદય તેમાં નિમિત્ત કહેવાય છે. કર્મ થોડા જ જબરદસ્તીથી આત્માને વિકાર કરાવે છે! ચામુંડરાય- એ નિમિત્ત શું છે? આચાર્ય નેમિચંદ્ર- જ્યારે પદાર્થ સ્વયં કાર્યરૂપ પરિણમે, ત્યારે કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો આરોપ જેના ઉપર આવી શકે તેને નિમિત્તકારણ કહે છે. જ્યારે આત્મા પોતે પોતાની ભૂલથી વિકારાદિરૂપ (દુઃખાદિરૂપ ) પરિણમે, ત્યારે તેમાં કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. ચામુંડરાય- એ તો બરાબર છે કે આ આત્મા પોતાની ભૂલથી સ્વયં દુઃખી છે, જ્ઞાનાવરણાદિ કર્મોને કા૨ણે નહિ. પણ તે ભૂલ શું છે? આચાર્ય નેમિચંદ્ર- પોતાને ભૂલીને પરમાં ઈષ્ટ અને અનિષ્ટ કલ્પના કરીને મોહરાગ-દ્વેષરૂપ ભાવકર્મ (વિભાવભાવરૂપ પરિણમન ) કરવા તે જ આત્માની ભૂલ છે. ૨૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40