________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સામાન્યપણે તો જીવ અને અજીવ એ જ તત્ત્વો છે આસ્ત્રવાદિ તો
જીવ-અજીવના જ વિશેષ છે. શંકાકાર- જો આસ્ત્રવાદિ જીવ-અજીવના જ વિશેષ હોય તો એમને જુદા કેમ
કહ્યા? પ્રવચનકાર- અહીં તો મોક્ષનું પ્રયોજન છે. તેથી આસ્રવ આદિ પાંચ પર્યાયરૂપ
વિશેષ તત્વ કહ્યા. તે સાતેયના યથાર્થ શ્રદ્ધાન વિના મોક્ષમાર્ગ બની શકતો નથી. કેમકે જીવ અને અજીવને જાણ્યા વિના સ્વ-પરનું ભેદવિજ્ઞાન કેવી રીતે થાય? મોક્ષને ઓળખ્યા વિના અને હિતરૂપ માન્યા વિના તેનો ઉપાય કેવી રીતે કરે? મોક્ષનો ઉપાય સંવરનિર્જરા છે તેથી તેમને જાણવા પણ જરૂરી છે. આસ્ત્રવનો અભાવ તે સંવર છે અને બંધનો એકદેશ અભાવ તે નિર્જરા છે, તેથી એને
જાણ્યા વિના એને છોડીને સંવર-નિર્જરારૂપ કેવી રીતે પ્રવર્તે? શંકાકાર- અમે તો પ્રવચનમાં સાંભળ્યું હતું કે આત્મા તો ત્રિકાળ શુદ્ધ,
શુદ્ધાશુદ્ધ પર્યાયોથી પૃથક છે, તે જ આશ્રય કરવા યોગ્ય છે. પ્રવચનકાર- ભાઈ, તે દ્રવ્ય-દષ્ટિના વિષયની વાત છે. આત્મદ્રવ્ય પ્રમાણદષ્ટિથી
શુદ્ધાશુદ્ધ પર્યાયોથી યુક્ત છે. જિજ્ઞાસુ- આ દ્રવ્ય-દષ્ટિ શું છે? પ્રવચનકાર- સાત તત્ત્વોને યથાર્થ જાણીને, સમસ્ત પરપદાર્થ અને શુભાશુભ
આસ્ત્રવાદિ વિકારી ભાવ તથા સંવરાદિ અવિકારી ભાવોથી પણ પૃથક જ્ઞાનાનંદ સ્વભાવી, ત્રિકાળી ધ્રુવ આત્મતત્ત્વ જ દષ્ટિનો વિષય છે. આ દૃષ્ટિની અપેક્ષાએ કથન કરતાં પર, વિકાર અને ભેદને પણ ગૌણ કરીને માત્ર સૈકાલિક જ્ઞાનસ્વભાવને આત્મા કહેવામાં આવે છે અને તેના આશ્રયથી જ ધર્મ (સંવર, નિર્જરા) પ્રકટે છે.
જે મોહ-રાગ-દ્વેષ ભાવોના નિમિત્તથી જ્ઞાનાવરણાદિ કર્મ આવે છે, તે મોહરાગ-દ્વેષ ભાવોને તો ભાવાસ્ત્રવ કહે છે. તેના નિમિત્તથી જ્ઞાનાવરણાદિ કર્મોનું સ્વયં આવવું તે દ્રવ્યાસ્ત્રવ છે.
૧૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com