Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Uttararddha Author(s): Pravinchandra K Mota Publisher: Gitarth Ganga View full book textPage 6
________________ १ * 4 4 * 4 * પ્રવેશક પ્રથમ ભાગમાં શ્રાવકધર્મની ઉત્કૃષ્ટ ભૂમિકારૂપ અગિયાર પ્રતિમા સુધીની ભૂમિકા બતાવી. હવે, ત્યાર પછી સાધક આત્મા યતિ થાય છે, તેથી તેનું સ્વરૂપ બતાવે છે. અગિયારમીવિંશિકા પ્રવેશક ત્યાં પ્રથમ સાધુના ક્ષમા આદિદશ પ્રકારના યતિધર્મોનું વર્ગન કરેલ છે. તેમાં ક્ષમા, માર્દવતા, આવતા અને નિરીહતા-મુક્તિ એ ચાર ધર્મો ઉપકારી, અપકારી, વિપાક, વચન અને ધર્મને આશ્રયીને પાંચ ભેદવાળા બને છે. અને તેમાં મુનિને વચનક્ષમાદિ અને ધર્મક્ષમાદિ જ કેવલ હોય છે, પરંતુ ઉપકારી-અપકારી આદિ કેમ નથી હોતા તેનું વર્ણન સુંદર યુક્તિથી કરેલ છે. અને જેનાથી શ્રાવક ક્ષમાદિ ગુણવાળો હોય તો પણ તેને વચનક્ષમાદિ ભાવો ન હોઇ શકે અને મુનિને જ વચનક્ષમાદિ ભાવો કેમ હોય છે તે પણ જણાવેલ છે. વળી મુનિને લોકસંજ્ઞા નથી હોતી, તે પણ સુંદર યુક્તિથી બતાવેલ છે. હવે દશ પ્રકારના યતિધર્મોમાં બ્રહ્મચર્યનું પાલન અનુત્તરવાસી દેવોને હોય છે, તો પણ તેઓને ભાવથી બ્રહ્મચર્ય નથી જ, અને મુનિને ભાવથી બ્રહ્મચર્ય કેમ છે તેની વિશેષ યુક્તિ બતાવેલ છે. અબ્રહ્મના સેવનમાં કાયસ્પર્શ આદિ પાંચ પ્રકારના પ્રવિચારો હોય છે, અને તે પ્રવિચારો બારમા દેવલોક સુધી જ હોય છે અને ત્યાર પછી ઉપરના દેવલોકમાં પાંચે પ્રકારના પ્રવિચારો નથી, છતાં બ્રહ્મચર્ય નથી; અને મુનિને કેવા પ્રકારનો પરિશુદ્ધ આશય છે કે જેથી ભાવથી બ્રહ્મચર્ય તેઓને છે, તે વાત પણ પ્રસ્તુત વિંશિકામાં સ્પષ્ટ થાય છે. બારમીવિંશિકા સાધુ દીક્ષા લીધા પછી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા ગ્રહણ કરે છે. તેથી દશ પ્રકારનો યતિધર્મ બતાવ્યા પછી બારમી શિક્ષાવિંશિકા બતાવે છે. મુનિને ગ્રહગશિક્ષા અને આસેવનશિક્ષાથી ચક્રવર્તીથી પણ કેવું અધિક સુખ પ્રાપ્ત થાય છે તે અનેક યુક્તિઓથી બતાવેલ છે. જેથી વિચારકને મુનિનું સુખ કેવું હોય છે અને ભૌતિક સુખ કેવું હોય છે તેનો પણ ભેદ યથાર્થ જણાય છે. મુનિની ગ્રહગશિક્ષા અને આસેવનશિક્ષાની ક્રિયા કેવા પ્રકારના પ્રયત્નથી થાય છે, અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 240