Book Title: Vasant Vilas Mahakavyam
Author(s): Balchandrasuri, Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ १० પ્રસ્તુત વસંતવિલાસ મહાકાવ્યનું પૂર્વ પ્રકાશન વિ.સં. ૧૯૭૩, ઈ. સ. ૧૯૧૭માં સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા તરફથી ગાયકવાડ ઓરીએન્ટલ સિરીઝના ક્રમાંક-૭ તરીકે પ્રકાશિત થયેલ. ઘણા વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલી આ આવૃત્તિ તદ્દન જીર્ણ પ્રાયઃ થયેલ હોવાથી આ ગ્રંથનું પુનઃ નવીનસંસ્કરણ તૈયાર થાય તો આવા ઉત્તમ મહાપુરુષોના ગુણગાન કરવાનો લાભ અનેકોને પ્રાપ્ત થાય, તેથી શ્રુતોપાસિકા સાધ્વી ચંદનબાલાશ્રીને મારી આ ભાવના જણાવી અને મારી શુભભાવનાને ઝીલીને આ ગ્રંથના નવીનસંસ્કરણનું સંપાદનકાર્ય સાધ્વી ચંદનબાલાશ્રીએ કરેલ છે અને આ ગ્રંથ ભદ્રંકર પ્રકાશનથી પ્રકાશિત થઈ રહેલ છે, તે મારા માટે ખૂબ ખૂબ આનંદનો વિષય બનેલ છે. પ્રસ્તુતગ્રંથના પ્રકાશન કાર્ય માટે પરમપૂજ્ય રામચંદ્ર-મુક્તિચંદ્ર-પૂર્ણચંદ્રસૂરીશ્વરજીમહારાજના શિષ્યરત્ન તપસ્વી મુનિશ્રી પ્રશમપૂર્ણવિજયજીએ શ્રીઆલવાડા શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈનસંઘને પ્રેરણા કરી અને તેમની પ્રેરણાને ઝીલીને શ્રીઆલવાડા શ્રીસંઘે જ્ઞાનદ્રવ્યમાંથી આ ગ્રંથપ્રકાશનનો સંપૂર્ણ આર્થિક લાભ લીધેલ છે. તે શ્રીસંઘનો શ્રુતપ્રત્યેનો ૫૨મોચ્ચભક્તિ–બહુમાનભાવ સૂચવે છે. પ્રાંતે અંતરની એક જ શુભભાવના વ્યક્ત કરું છું કે પૂર્વના આવા ઉત્તમ મહાપુરુષોના ચરિત્રો વાંચવાથી, તેમના ગુણગાન કરવાથી આપણા જીવનમાં પણ ગુણોની પ્રાપ્તિ થાય છે અને ગુણબીજાધાન દ્વારા સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયીને આરાધી સાધી અંતરાત્માને શુભ-શુદ્ધ ભાવોથી ભાવિત કરીને રાગ-દ્વેષનો ક્ષય કરીને પરમાત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરીએ અને પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરીને હું અને સૌ કોઈ લઘુકર્મી જીવો આત્માના શુદ્ધસ્વરૂપરૂપ સિદ્ધસ્વરૂપના ભોક્તા બનીએ એ જ શુભકામના !! પંન્યાસ વજ્રસેનવિજય bsnta-t.pm53rd proof ... —

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 211