Book Title: Vartaman Kale Shraddhalu Jainonu Karttavya Author(s): Kalyan Prakashan Mandir Publisher: Kalyan Prakashan Mandir View full book textPage 4
________________ જેનેનું કર્તવ્ય : ૨ : પ્રારંભમાં મંગલાચરણ કરતાં પૂ. મહારાજશ્રીએ જણાવ્યું હતું કે ज्ञानी विनीतः सुभगः सुशील:, प्रभुत्ववान् न्यायपथि प्रवृत्तः । त्यागी धनान्यः प्रशमी समर्थः पञ्चापि ह्येते भुवि कल्पवृक्षाः ॥ સત્તા પર આવનારી સરકાર– વર્તમાન પ્રસંગે શ્રદ્ધાળુ જેન તરીકે જે તમારું કર્તવ્ય છે, તે ધર્મગુરુ તરીકે તમારી સમક્ષ જણાવવાને સારુ, આજના વ્યાખ્યાનને વિષય “શ્રદ્ધાળુ જેનેનું કર્તવ્ય” એ મુજબ રાખવામાં આવ્યું છે. તમને ખબર હશે કે, આપણને આજે એમ કહેવામાં આવે છે કે, “હિંદની પ્રજા હવે આઝાદ થઈ રહી છે અને એ આઝાદીનો ઉત્સવ ઉજવવાને સારૂ તા. ૧૫–૧૬-૧૭ ઑગસ્ટ, શુક્ર, શનિ અને રવિ, આ ત્રણ દિવસને મહોત્સવના દિવસે તરીકેના મધ્યસ્થ સરકારે અને પ્રાંતિક સરકારેએ જાહેર કર્યા છે. “હિંદની ભૂમિ પરથી પરદેશી સત્તા આપોઆપ ખસી જાય છે,” આવું જે જાહેર વર્તમાન પત્રોઠારા પ્રચારવામાં આવે છે, તે તમે જાણતા હશો ? તમે અહીં આવવાને નીકળો છો ત્યારે અહીંની આજુબાજુના બહારના વાતાવરણને જરૂર સ્પર્શીને જ આવતા હશે ? તમને જરૂર લાગશે કે, “જનતાને ઉત્સાહ અમાપ છે. લેકોના હૈયામાં આનંદ માતો નથી. ઠેરઠેર લેકે આજના દિવસને ઉજવવાને સારુ અથાગ પરિશ્રમ ને ધનને વ્યય કરી રહ્યા છે.” તે પછી આ રીતે હિંદ આઝાદ થાય છે, તેમાં શું બાકી રહે છે?” આ પ્રશ્ન જરૂર થાય, પણ જૈન ધર્મગુરુ તરીકે આજે તમને માર્ગદર્શન આપવાની મારી ધર્મ ફરજ છે. જો કે આત્માની સાચી આઝાદી પ્રાપ્ત થતી હોય તો તેને માટે અમને કે કોઈ પણ સહૃદય ધર્માત્માને ખેદ શાને હોય? પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 74