Book Title: Uvavai Suttam Author(s): Munichandrasuri Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 8
________________ આગમપ્રજ્ઞ મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા.એ સંપાદિત કરેલ કવીરી, સુયડા (ઇ.સ.૧૯૭૮) વાળાં (ઈ.સ. 2003) પાયાધમ્માગો (. સ. 1989) વગેરે મૂળ આગમસૂત્રો પ્રકાશિત થયા તેમ અનુયોગદ્વાર સૂત્ર ચૂર્ણિ-ટીકા સાથે ભા. 1-2 (ઈ.સ. 19992000) સ્થાનાંગ ટીકા ભા. 1-2-3 (ઈ.સ. 2002-2003) સમવાયાંગ ટીકા (ઇ.સ. 2005) વગેરે પ્રકાશનો થતાં રહ્યા. વિ.સં. 2065, કા.વ.૧૧, તા. ૧૨-૧૧-૨૦૦૯ના પૂ. આગમપ્રજ્ઞમુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા.નો અકસ્માતમાં કાળધર્મ થતાં ફરી આગમપ્રકાશન કાર્ય આગળ કોણ ધપાવશે તે પ્રશ્ન ઊભો થયો. સદ્ભાગ્યે અમારી વિનંતી સ્વીકારીને સંઘસ્થવિર આ.ભ. સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મ.સા.ના સમુદાયના શાસ્ત્ર સંશોધક પૂ.આ.ભ. મુનિચન્દ્રસૂરિ મ.સા.એ અને યુગદિવાકર. આ.ભ.શ્રી વલ્લભસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના શ્રુતભાસ્કર પૂ.આ.ભ.શ્રી ધર્મધુરંધરસૂરીશ્વરજી મ.સા.એ આગમસંપાદનકાર્યની જવાબદારી સંભાળી છે. પૂ.આ.ભ.શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. સંપાદિત પ્રથમ ઉપાંગ આગમ ગ્રંથ શ્રી ઔપપાતિકસૂત્ર નવાંગીટીકાકાર આ.ભ. અભયદેવસૂરિજી મ.ની ટીકા સાથે પ્રગટ થઈ રહ્યો છે. અન્ય ગ્રંથો જલ્દી પ્રગટ થાય એવી આશા છે. શ્રીશ્રુતભાસ્કર આ. શ્રી ધર્મધુરંધરસૂરિ મ.સા. ઉપાસકદસાંગ આદિ ગ્રંથોનું સંપાદન કરી રહ્યા છે. આ આગમગ્રંથો સત્વરે પ્રગટ થાય એવી અમને આશા છે. આ ગ્રંથના પ્રકાશનનો લાભ રાયપુર (વાંકડિયા વડગામ) રાજસ્થાન નિવાસી શ્રીમતી લહેરીબેન ભૂરમલજી પરિવારે લીધો છે. લાભાર્થી પરિવારની શ્રુતભક્તિની અનુમોદના. આ આગમગ્રંથોનું અધિકારી વિદ્વાનો અધ્યયન કરી આત્મકલ્યાણ કરે એજ મંગળ કામના. લી. પ્રકાશકPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 362