________________ 52 હતા તો ન્યાયના ટોચના પંડિતો પણ હતા. સંસ્કૃત વ્યાકરણ કાવ્ય આદિમાં ઉચ્ચ પ્રતિભા ધરાવનારા પણ હતા. અનેક અનેક વિષયના પંડિતોનો મેળો જામ્યો. કલાકો સુધી બધા સાહેબજી સાથે ચર્ચા કરતા રહ્યા. અત્યંત હૃદયના ભાવપૂર્વક પોત પોતાના સ્થાનમાં પધારવા માટે આગ્રહ કરી છૂટા પડ્યા. ત્યારે સમજાયું કેવિદ્વાનું સર્વત્ર પૂજયતે'. સાવ અજાણ્યા સ્થાનમાં તેમની વિદ્વત્તાની અમને જાણ થઈ. એમનું જૈનેતર સમાજમાં, વિદ્વજ્જગતમાં પણ કેવું ઉચ્ચ સ્થાન છે ! તે નજરે જોયું અનુભવ્યું. એ એક વિશ્વવિભૂતિ હતા. આવી વિદ્વત્તાની ટોચે પહોંચેલ વ્યક્તિમાં સરળતા તો નાના બાળકને પણ શરમાવે તેવી હતી. તેમની વિદ્વત્તાની વાત સાંભળીને કેટલાય વિદ્વાનો જુદા જુદા વિષયની ચર્ચા કરવા, સમજવા તેમની પાસે આવતા પણ કોઈ વિષયમાં પોતાને જ્ઞાન ન હોય કે અલ્પ હોય તો તેમની પાસે હું જાણતો નથી' એમ કહેવામાં જરા પણ સંકોચ રાખતા નહીં. એટલું જ નહિ તેની પાસે નમ્ર બાળક જવા બનીને ભણતા પણ સંકોચ થતો નહીં. શંખેશ્વરમાં ગેટ પર એક નેપાળી ગુરખો ચોકીદારનું કામ કરે. ડ્યુટી સિવાયના સમયે એક સામાન્ય ગણાતા નેપાળી ગુરખા પાસે વિશ્વની અંદર વિદ્વાનોમાં શિરોમણિ ગણાતા આ મહાપુરુષ નેપાળી ભાષા ભણવા બેસી જાય. એટલું જ નહિ દર વર્ષે ગુરૂપૂર્ણિમાના દિવસે એ નેપાળીને યાદ કરી ભક્તો દ્વારા અવશ્ય ગુરુદક્ષિણા પહોંચતી કરાવે. અને એને નેપાળી ભાષાના વિદ્યાગુરુ તરીકે જાહેરમાં સન્માન આપે. પૂજ્ય ગુરૂદેવના પિતાશ્રી ભુવનવિજયજી મ. કાળધર્મ પામ્યા ત્યારે પોતે સાવ એકલા થઈ ગયા. પિતાશ્રીના વિરહમાં પાગલ જેવા બની ગયા. ત્યારે પૂ. પં. શ્રીભદ્રકંરવિજયજી મ.સા. એ પોતાની પાસે દીક્ષા લેવા તૈયાર થયેલા શ્રાવકને કહ્યું કે જા ભાઈ દીક્ષા જંબૂવિજયજી પાસે લો. તેને અત્યારે શિષ્યની ખૂબ જરૂર છે. અને એ શ્રાવકે સાહેબજી પાસે દીક્ષા લીધી. ત્યારે તેનું નામ પાડવાનો સમય આવ્યો ત્યારે પૂ. પં. શ્રીભદ્રંકરવિજયજી મ.ના ઉપકારની કાયમી સ્મૃતિ રહે અને પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથ એ દેવની સ્મૃતિ રહે માટે તે પ્રથમ શિષ્યનું નામ મુનિ દેવભદ્રવિજયજી મ. પાડ્યું. જેથી બન્નેના નામોનો સમાવેશ થાય. પછી કેટલાક વર્ષો બાદ એ શિષ્યનો કારતક સુદિ બીજના લોલાડામાં કાળધર્મ થયો. તેમની સ્મૃતિમાં પોતાના જીવનના અંત સુધી દર મહિનાની સુદ રના ઉપવાસ કર્યા. અમને કહેતા કે એ મારો પ્રથમ હાથ પકડનાર છે. ગુરૂની સ્મૃતિમાં શિષ્ય ઉપવાસ કરે. તે સહજ છે પણ આ તો શિષ્યની સ્મૃતિમાં ગુરૂ ઉપવાસ કરતા હોય એ પ્રથમ દૃષ્ટાંત હશે એમ લાગે છે. એટલું જ નહીં પણ અમને હંમેશા કહેતા કે પૂ. પંન્યાસજી મ.સા.ના પરિવારનું કોઈ પણ કાર્ય હું અડધી રાતે પણ કરીશ. અને અમને ભલામણ કરતાં કે તમે એમના પરિવાર સાથે આત્મીય સંબંધ રાખજો. આ કૃતજ્ઞતાની કેવી પરાકાષ્ઠા ! જામનગરના પંડિત શાસ્ત્રી વ્રજલાલ વી. ઉપાધ્યાયજી પાસે તેઓ રા/ મહિના સુધી શાંકરભાષ્ય પરની ભામતી ટીકાના પાઠ ભણેલા અને રાા વર્ષ સુધી તેમની સાથે વૈશેષિક ભાષ્યના મુફો તપાસવાનું કામ કર્યું. એક વખત પૂજ્યશ્રીએ પંડિતજીને કહ્યું તમે મને ભણાવો. પંડિતજીએ કહ્યું શું ભણાવું તમે તો સાક્ષાત્ સરસ્વતી પુત્ર છો. પૂજયશ્રી કહે તો તમારો વિષય ભણાવો. એમ એમની પાસે થોડો કાળ ભણવાનું થયું. તેથી દર વર્ષે ગુરૂપૂર્ણિમાએ એમને યાદ કરી જામનગરના ભક્તને કહેતા કે તમે આજે વ્રજલાલજી પંડિતજીને ગુરૂદક્ષિણા પહોંચાડી દેજો. અમે જ્યારે જામનગર ગયા ત્યારે સાહેબજી એમના ઘરે સામેથી પગલા કરવા ગયા. તે વખતે એ પંડિતજીને જે આનંદ થયો અને જે રીતે ગદ્ગદ્ થઈ ગયા તે દેશ્ય આજે પણ મારી આંખ