________________ 54 કર્યું કે - “જો આ કેસ જંબૂવિજયજી મ. હાથમાં લે તો હું કોરા કાગળ પર સહી કરવા તૈયાર છું. અને એમનો ચુકાદો દિગંબર પક્ષ તરફથી હું સ્વીકારવા તૈયાર છું.' કોઈપણ સમુદાયનો ભેદ એમના મનમાં ક્યારેય ન હતો. દરેક સમુદાય ગર૭ને તેઓ આત્મીય લાગતા હતા. હૃદયની વિશાળતા પણ એવી હતી, કે જે ઉત્તમ હસ્તલિખિત સામગ્રી પ્રભુ કૃપાથી એમને મળી હતી. એ સામગ્રીની જૈન સંઘને જરૂર પડે તો મારી પાસે માંગવા કોઈને આવવું પડે નહિ બધાને સરળતાથી મળી રહે માટે નાકોડામાં અનેક રૂમોમાં અનેક કાર્યકરો રોકીને જે આપી શકાય તેવા ગ્રંથો હતા તે બધા હસ્તલિખિત ગ્રંથોની ઝેરોક્ષો અને સીડીઓ બનાવી અનેક ગ્રંથ ભંડારોમાં પડતર કિંમતે મુકાવી. વિશ્વભરમાં વિદ્વાન પ્રોફેસરો એમની પાસે ઇંડોલોજીનો અભ્યાસ કરવા આવતા તેમને અંગ્રેજીમાં તેમના વિષયો સાહેબજી ભણાવતા. એટલે તેઓ એક હાલતી ચાલતી જ્ઞાનશાળારૂપ હતા. એક મોબાઈલ યુનિવર્સિટી હતા. એ વિદ્વાનો પરદેશી હોઈ જન્મથી માંસાહારી રહેતા. એ જયારે ભણવાનું પૂરું કરી પાછા જાય ત્યારે સાહેબજી એને કહેતા કે બોલ ગુરૂદક્ષિણા શું આપીશ ? ત્યારે તે પરદેશી સ્કૉલરો કહેતા કે આપ જે માંગો તે વસ્તુઓ લાવી આપીએ. અમારે ત્યાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ઘણી સારી કક્ષાની બને છે. ત્યારે સાહેબજી ના પાડતા અને કહેતા કે મારે તો તું જીવનમાં ઇંડા, માંસ, મચ્છી ખાવાનું છોડી દે એટલી જ દક્ષિણા જોઈએ છે. અને એ પરદેશી સ્કૉલરો માંસ, મચ્છી, ઇંડા સાહેબના કહેવાથી છોડી દેતા. પરદેશ ગયા પછી જાપાનના ફુઝીનાગા સીન નામના પ્રોફેસરે પત્રમાં જણાવ્યું કે ભારતમાં માંસ છોડવું જેટલું સહેલું છે તેટલું જ અમારા દેશમાં માંસ છોડવું અઘરું છે. અહીં ડગલે ને પગલે દરેક વસ્તુમાં માંસ ભેળવેલું જ હોય છે. છતાં તમને વચન આપ્યું છે તેથી હું જિંદગીભર આ પ્રતિજ્ઞાને પાળશી જ. હમણા હીરોકો નામના જાપાનીઝ બેન સાહેબજી પાસે બૌદ્ધ ગ્રંથ ‘તત્ત્વસંગ્રહ સમજવા આવેલા તો તેને આપણા ધર્મનો એવો તો રંગ લાગ્યો કે તેણે નવપદની ત્રણ ઓળીઓ સાહેબજીની નિશ્રામાં કરી. માંસાહારનો સદંતર ત્યાગ કરી દીધો. એક મિકેલા નામના ઇટાલિયન બેન સુરેલમાં ભણવા આવેલા તેને શાકાહારી બનાવી એટલું જ નહિ તેને મહિને મહિને અઠ્ઠમનો તપ કરતી કરી દીધી. પરદેશ ગયા પછી પણ તે અટ્ટમ ઉપવાસ આદિ તપ કરતી રહે છે. એના ઈ-મેઈલ આવતા રહે છે. આટલી નામના અને વિદ્વત્તા છતા સાદાઈથી જ રહેતા. તેઓ અમને એક શિખામણ આપતા કે આપણું જીવન કેવું જોઈએ? ‘સિંપલ લીવીંગ એન્ડ હાઈ થિકીંગ.” પરદેશીઓ ભારતમાં એમની પાસે ભણવા આવવાના હોય ત્યારે તેઓ તો પરદેશમાં પ્રોફેસર કક્ષાની વ્યક્તિને કેટલી સગવડ, માન, મોભો, એની રહેવાની પદ્ધતિ, કેટલી આંડબર યુક્ત હોય વગેરે વાતોથી જ પરિચિત હોય. એટલે એમ સમજીને જ આવે કે જંબૂવિજયજી તો આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ વિદ્વાન છે તો તેઓ તો ફાઈવસ્ટાર મકાનમાં રહેતા હશે. એમનો કપડા વગેરેનો કેવો વટ પડે તેવો અંડબર હશે? પણ જ્યારે અહીં ગામડામાં વિચરતા સાહેબજી પાસે આવે ત્યારે અત્યંત સાદાઈથી તેમની દષ્ટિએ કષ્ટભર્યું જીવન જીવતા જોઈને તેઓ અચંબામાં પડી જતા. એટલું જ નહીં તે તે લોકો પણ અગવડો વેઠીને ગરમી સહન કરીને વિહારમાં સાહેબની સાથે હોંશે હોંશે રહેતા. પિતાશ્રી અને માતાજીના ઉપકારને યાદ કરી દર મહિનાની સુદ 8, 9, ૧૦ના અટ્ટમ અવશ્ય કરતા. અક્રમના પારણા કે ઉત્તર પારણામાં પણ વિશેષ કંઈ જ વાપરતા નહીં. જેમ રોજ વાપરે તેમજ વાપરે ઉતરપારણામાં વધારાનું કંઈ જ ન લે. છતાં રોજ કામ કરે તેના કરતાં વધુ કામ અટ્ટમના ત્રણ દિવસમાં